ગોધરામાં નગરપાલિકા કારોબારી ચેરમેનનું સન્માન:ડૉ. આનંદકુમાર ઘડિયાળીનો સાર્વજનિક શિક્ષણ મંડળ સંકુલ ખાતે સમારોહ
ગોધરા શ્રી સાર્વજનિક શૈક્ષણિક સંકુલ ખાતે ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન ડૉ. આનંદકુમાર ઘડિયાળીનો સન્માન સમારોહ યોજાયો હતો. સંકુલના હોદ્દેદારો અને સ્ટાફ દ્વારા તેમને ફૂલહાર પહેરાવીને આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભુપેશકુમાર શાહ, બ્રાઇટમેંટ ઇન્સ્ટિટયૂટના વડા અક્ષર શાહ અને સંસ્થાના પ્રિન્સિપાલ મુકેશ સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિયુક્ત ચેરમેનનું અભિવાદન કર્યું હતું. સન્માન સમારોહમાં બ્રાઇટમેંટ ઇન્સ્ટિટયૂટના HOD ડૉ. સલમાન ઝભા, ઇન્સ્ટિટયૂટના HR દામિનીબેન પટેલ સહિત સંકુલના મોટી સંખ્યામાં શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌ કોઈએ ડૉ. આનંદકુમાર ઘડિયાળીને નગરના વિકાસ કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →