ગોધરામાં સિગ્નલ ફળિયાની ગટર સમસ્યાનો ઉકેલ:નગરપાલિકાએ નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચોકઅપ અને ઉભરાતી ગટરોની લાંબા સમયથી ચાલતી સમસ્યાના કાયમી નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી છે. સિગ્નલ ફળિયા માર્ગ પરની વર્તમાન ભૂગર્ભ ગટરની મુખ્ય પાઇપલાઇનમાં વારંવાર ચોકઅપ થવાની સમસ્યા સર્જાતી હતી. આના કારણે ગટરના પાણી ઉભરાતા હતા, જેનાથી સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે ગોધરા નગરપાલિકાએ નક્કર આયોજન હાથ ધર્યું છે. નગરપાલિકા દ્વારા સિગ્નલ ફળિયા માર્ગ પર રોયલ હોટલથી રેલ્વે ગરનાળા સુધીના વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી પડતર આ પ્રશ્નનો ઉકેલ આવતા સ્થાનિક રહેવાસીઓએ રાહત અનુભવી છે. નવી પાઇપલાઇન કાર્યરત થવાથી આ માર્ગ પર ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા દૂર થશે અને વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.
Read Original Article →