ગોધરા નગરપાલિકામાં ભાજપનું 'નો-રિપીટ' શસ્ત્ર:7 વોર્ડ માટે 26 ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત, 23 નવા ચહેરાને તક માત્ર 3 ઉમેદવાર રિપીટ
ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ગોધરા નગરપાલિકાના 7 વોર્ડ માટે 26 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પક્ષે આ વખતે આક્રમક વ્યૂહરચના અપનાવતા મોટા પાયે 'નો-રિપીટ' થિયરી લાગુ કરી છે, જેના કારણે અનેક જૂના જોગીઓના પત્તા કપાયા છે. એન્ટિ-ઈન્કમ્બન્સી ખાળવા નવો પ્રયોગ
સત્તા વિરોધી લહેર (એન્ટિ-ઈન્કમ્બન્સી) ને ખાળવા અને મતદારોમાં નવો વિશ્વાસ જગાડવા માટે ભાજપે નવા ચહેરાઓ પર વધુ ભરોસો મૂક્યો છે. જાહેર કરાયેલા 26 ઉમેદવારોમાંથી 23 બેઠકો પર તદ્દન નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારીને ભાજપે મોટો ઉલટફેર કર્યો છે. પક્ષના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. માત્ર 3 ઉમેદવારોને જ મળી ફરી તક
આ યાદીમાં મોટાભાગના અનુભવી નેતાઓની ટિકિટ કાપી નાખવામાં આવી છે. સમગ્ર યાદીમાં માત્ર 3 પૂર્વ સભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે. ફરીથી વિશ્વાસ સંપાદન કરનાર ઉમેદવારોમાં 3 નામોનો સમાવેશ થાય છે: વોર્ડ 10: ગૌરીબેન જોશી વોર્ડ 03: વર્ષાબેન ઠાકર વોર્ડ 04: દીપેશ ઠાકોર ભાજપની આ રણનીતિ આગામી ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ હાલ તો નવા ઉમેદવારોના નામ જાહેર થતા કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
Read Original Article →