ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં ઉમેદવારોમાં ઉત્સાહ:ગોધરા નગરપાલિકા માટે પ્રથમ દિવસે 156 ઉમેદવારી પત્રોનો ઉપાડ

Gujarat4/6/2026, 2:32:44 PM
ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં ઉમેદવારોમાં ઉત્સાહ:ગોધરા નગરપાલિકા માટે પ્રથમ દિવસે 156 ઉમેદવારી પત્રોનો ઉપાડ
ગોધરા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ ૧૫૬ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો, જે દર્શાવે છે કે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થતાં જ ગોધરા પ્રાંત કચેરી ખાતે ભારે ચહલ-પહલ જોવા મળી હતી. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ ગોધરા પ્રાંત કચેરી ખાતેથી આ ફોર્મ મેળવ્યા હતા. પ્રથમ દિવસે ૧૫૬ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હોવાના આંકડા નોંધાયા છે. ગોધરા નગરપાલિકામાં કુલ ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો છે. પ્રથમ દિવસે ફોર્મ લેવા માટે થયેલો ધસારો જોતાં આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બને તેવા સંકેતો મળી રહ્યા છે. આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા વિધિવત ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ તેજ બનશે.
Read Original Article →