ભાજપે ગોધરા નગરપાલિકા માટે અંતિમ બે ઉમેદવાર જાહેર કર્યા:વોર્ડ 1માં રાકેશ વ્યાસ, વોર્ડ 2માં જીતુ સાવલાણીને મેન્ડેડ

Gujarat4/11/2026, 10:07:30 AM
ભાજપે ગોધરા નગરપાલિકા માટે અંતિમ બે ઉમેદવાર જાહેર કર્યા:વોર્ડ 1માં રાકેશ વ્યાસ, વોર્ડ 2માં જીતુ સાવલાણીને મેન્ડેડ
ગોધરા નગરપાલિકા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વધુ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે તેમને સત્તાવાર મેન્ડેડ પણ ફાળવવામાં આવ્યા છે. પક્ષ દ્વારા વોર્ડ નંબર 1 અને 2 માટે ઉમેદવારો નક્કી કરાયા છે. વોર્ડ નંબર 1 માં રાકેશભાઈ વ્યાસ (રેલ્વે) ને નવા ચહેરા તરીકે તક અપાઈ છે, જ્યારે વોર્ડ નંબર 2 માં જીતુભાઈ સાવલાણીને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. આ બંને ઉમેદવારોના મેન્ડેડ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્ર અને APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉ, 26 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી, જેથી હવે ભાજપ કુલ 28 ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે આ બંને ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરી વિધિવત રીતે ચૂંટણી જંગમાં ઝંપલાવશે.
Read Original Article →