ગોધરા નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી:જશોદાબેન પ્રજાપતિની પ્રમુખ અને ઈશાંત સોનીની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી

Gujarat5/20/2026, 9:26:41 AM
ગોધરા નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી:જશોદાબેન પ્રજાપતિની પ્રમુખ અને ઈશાંત સોનીની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી
ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ભાજપના મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર, વોર્ડ નંબર-2ના મહિલા કાઉન્સિલર જશોદાબેન પ્રજાપતિની સર્વ સંમતિથી પસંદગી થઈ હતી. ઉપપ્રમુખ પદ પર ઈશાંત સોની, કારોબારી ચેરમેન તરીકે ડૉ. આનંદકુમાર ઘડિયાળી, શાસક પક્ષના નેતા તરીકે સંજયકુમાર રાણા અને દંડક તરીકે લાલભાઈ ભીલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ગોધરા નગરપાલિકાનું નવું માળખું જશોદાબેન પ્રજાપતિ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર-2 માંથી પ્રથમવાર કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પ્રથમવાર ચૂંટણી લડવા છતાં પક્ષે તેમનામાં વિશ્વાસ મૂકીને નગરપાલિકાના આ સર્વોચ્ચ પદની જવાબદારી સોંપી છે. ગોધરા નગરપાલિકાની કુલ 44 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 28 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભાજપે પાલિકામાં સત્તાનું સુકાન સંભાળ્યું છે. વિરોધ પક્ષના કોઈ ઉમેદવારે પ્રમુખ પદ માટે દાવેદારી ન નોંધાવતા, જશોદાબેન પ્રજાપતિની વરણી બિનહરીફ અને સર્વાનુમતે થઈ હતી. નવનિયુક્ત પ્રમુખે પક્ષના શીર્ષ નેતૃત્વ અને તમામ કાઉન્સિલરોનો આભાર માન્યો હતો. તેમણે ગોધરા શહેરના વિકાસના કાર્યોને વેગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી.
Read Original Article →