ગોધરામાં મામલતદાર કચેરી-નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન મોકડ્રીલ કરી:ચોમાસાની તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસી

Gujarat5/21/2026, 8:22:59 AM
ગોધરામાં મામલતદાર કચેરી-નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન મોકડ્રીલ કરી:ચોમાસાની તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસી
ચોમાસાની આગામી ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રની સજ્જતા ચકાસવા માટે ગોધરા ખાતે પ્રિ-મોન્સૂન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. ગોધરાના પ્રાંત અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ગોધરા મામલતદાર કચેરી (શહેર અને ગ્રામ્ય) અને ગોધરા નગરપાલિકાની ટીમોએ સંયુક્તપણે ભાગ લીધો હતો. મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે આંતરિક સંકલન સાધવાનો અને કટોકટીના સમયે ઝડપી બચાવ કામગીરી હાથ ધરવાનો હતો. આ કવાયત દરમિયાન પૂર રાહત અને બચાવ કામગીરી માટેના જરૂરી સાધનો જેવા કે બોટ, લાઈફ જેકેટ, કટર અને અન્ય ઈમરજન્સી ઉપકરણોની કાર્યક્ષમતા પણ ચકાસવામાં આવી હતી. આ કવાયત ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સંભવિત જોખમો ઘટાડવા અને સ્થાનિક તંત્રને સજ્જ રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપત્તિના સમયે કયા અધિકારી કે કર્મચારીએ કઈ ભૂમિકા ભજવવી તેની વિસ્તૃત ચર્ચા અને પ્રેક્ટિકલ નિદર્શન પણ આ મોકડ્રીલ દરમિયાન કરવામાં આવ્યું હતું. સમગ્ર મોકડ્રીલ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રિ-મોન્સૂન આયોજન અંતર્ગત જરૂરી સૂચનોની આપ-લે પણ કરવામાં આવી હતી, જેથી ચોમાસા પૂર્વેની તૈયારીઓને અંતિમ ઓપ આપી શકાય.
Read Original Article →