ગોધરામાં લેધર બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ, ખેલાડીઓ પર બોલી લાગી:'વાલા એન્ડ ટીમ' દ્વારા આયોજન, 218 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું

Gujarat4/5/2026, 12:08:06 PM
ગોધરામાં લેધર બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ, ખેલાડીઓ પર બોલી લાગી:'વાલા એન્ડ ટીમ' દ્વારા આયોજન, 218 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આગામી સમયમાં યોજાનારી ઓપન લેધર બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી હતી. ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે 'વાલા એન્ડ ટીમ' દ્વારા લેધર બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટ પૂર્વે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા (Auction) હાથ ધરવામાં આવી હતી. આ હરાજીમાં કુલ 12 ટીમના માલિકોએ ભાગ લીધો હતો. કુલ 218 ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ટીમના માલિકોએ પોતાના મનપસંદ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે ઉત્સાહભેર બોલી લગાવી હતી, જે રમતગમત પ્રત્યેના ઉત્સાહને દર્શાવે છે.
Read Original Article →