ગોધરાના લાડુપુરામાં ખેતરમાં આગ:1500 જુવારના પૂળા બળીને ખાખ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો

Gujarat5/13/2026, 7:44:12 AM
ગોધરાના લાડુપુરામાં ખેતરમાં આગ:1500 જુવારના પૂળા બળીને ખાખ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો
ગોધરા તાલુકાના લાડુપુરા ગામે એક ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં પશુઓ માટે સંગ્રહ કરાયેલા આશરે 1500 સૂંઠિયા જુવારના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના રાત્રીના સમયે બની હતી. લાડુપુરા ગામના ખેડૂત ગોકુળભાઈના ખેતરમાં રાખેલા સૂકા ઘાસચારાના પૂળામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અગમ્ય કારણોસર લાગેલી આ આગને કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે. આશરે 1500 જેટલા સૂંઠિયા જુવારના પૂળા બળીને રાખ થઈ જતાં પશુઓ માટે આખા વર્ષનો ઘાસચારો નષ્ટ થઈ ગયો છે. આનાથી ખેડૂત પરિવારને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
Read Original Article →