ગોધરામાં વાતાવરણ પલટાયું, ધોધમાર વરસાદ:સમી સાંજે જોરદાર પવન સાથે વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો

Gujarat6/3/2026, 4:22:46 PM
ગોધરામાં વાતાવરણ પલટાયું, ધોધમાર વરસાદ:સમી સાંજે જોરદાર પવન સાથે વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
ગોધરા શહેરમાં આજે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જોરદાર પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દિવસભરના ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ અચાનક ધૂળની ડમરીઓ સાથે જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.વાતાવરણના આ અચાનક બદલાવને કારણે માર્ગો પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને દ્વિચક્રીય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોરદાર પવનના કારણે હવામાં ભારે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ભારે પવન ફૂંકાવાને કારણે ગોધરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું.
Read Original Article →