ગોધરાના હમીરપુર ગામે ખુલ્લા વીજ વાયરથી ભેંસનું મોત:ખેતરમાં ચરતી ભેંસને કરંટ લાગ્યો, MGVCL સામે રોષ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હમીરપુર ગામે 7 જૂનના રોજ સાંજના સમયે એક ભેંસનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. ખેતરમાં ખુલ્લા પડેલા જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા આ ઘટના બની હતી. હમીરપુર ગામના પશુપાલક દિનેશભાઈ બારીયાની ભેંસ સીમમાં ચરી રહી હતી. તે સમયે ખેતરમાંથી પસાર થતો એક જીવંત વીજ વાયર તૂટીને ખુલ્લો પડ્યો હતો. ભેંસ અજાણતામાં આ ખુલ્લા વાયરના સંપર્કમાં આવતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું. પશુપાલક દિનેશભાઈ બારીયા માટે આ ભેંસ તેમની આજીવિકાનું મુખ્ય સાધન હતી. ભેંસના મોતથી તેમને આર્થિક નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી વીજ લાઈનોના કારણે આવા અકસ્માતો બનતા રહે છે. સ્થાનિકો દ્વારા MGVCL ને ખુલ્લા જીવંત વીજ વાયરોનું તાત્કાલિક સમારકામ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે માંગ કરવામાં આવી છે.
Read Original Article →