પંચમહાલ સ્થાનિક ચૂંટણી: EVM મશીનોનું ડિસ્પેચિંગ શરૂ:ગોધરાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં મોકલાયા
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, ગોધરા સ્થિત જિલ્લા સેવાસદન કચેરીમાંથી ઈવીએમ મશીનોનું ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગોધરાની ચૂંટણી કચેરી ખાતે ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) પૂર્ણ થયા બાદ, આજે તેમને જિલ્લાના વિવિધ તાલુકામથકો પર આવેલા સ્ટ્રોંગરૂમ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. ઈવીએમ મશીન ડિસ્પેચની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના કુલ સાત તાલુકામથકો પર આવેલા સ્ટ્રોંગરૂમમાં સૌપ્રથમ ઈવીએમ મશીનોનો સંગ્રહ કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણીના દિવસોને ધ્યાનમાં રાખીને, આ મશીનોને સ્ટ્રોંગરૂમમાંથી જે-તે મતદાનમથકો પર મોકલવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા અગાઉ ઈવીએમ મશીનોની FLC પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
Read Original Article →