ગોધરામાં લગ્નમાં અશ્લીલ હરકતો:ડીજે સંચાલક ઝડપાયો, પોલીસે ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Gujarat5/27/2026, 5:25:15 PM
ગોધરામાં લગ્નમાં અશ્લીલ હરકતો:ડીજે સંચાલક ઝડપાયો, પોલીસે ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગોધરા તાલુકા પોલીસે મોર ડુંગરા ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન જાહેરમાં અશ્લીલ હરકતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ડીજે સંચાલકની ધરપકડ કરી છે. પોલીસે આ કાર્યવાહીમાં આશરે ₹15 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ઘટના મોર ડુંગરા ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં બની હતી, જ્યાં જાહેર માર્ગ પર મોટા અવાજે ડીજે સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકો દ્વારા અશ્લીલ હરકતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેની જાણ ગોધરા તાલુકા પોલીસને થઈ હતી. જાહેર શાંતિ અને નૈતિકતાના ભંગ બદલ પોલીસે તાત્કાલિક પગલાં ભર્યા હતા. પોલીસે આ મામલે કડક વલણ અપનાવી ડીજે સંચાલક ચેતનકુમાર ઉર્ફે ચેતુ અર્જુનભાઈ બારીયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી ડીજે સાઉન્ડ સિસ્ટમ અને સંબંધિત સાધનો સહિત કુલ ₹15 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગોધરા તાલુકા પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →