પૂર્વ PM રાજીવ ગાંધીની 35મી પુણ્યતિથિ:ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૩૫મી પુણ્યતિથિ નિમિત્તે ગોધરા સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજીવ ગાંધીના તૈલીચિત્ર પર પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપસ્થિત આગેવાનોએ રાજીવ ગાંધીના દેશના વિકાસમાં, ખાસ કરીને 21મી સદીના આધુનિક ભારત અને ડિજિટલ ક્રાંતિ (ટેલિકોમ ક્ષેત્રે) લાવવામાં તેમના અમૂલ્ય પ્રદાનને યાદ કર્યું હતું. પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવા અને યુવાનોને મતાધિકાર આપવાના તેમના ઐતિહાસિક નિર્ણયોને પણ વાગોળવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ દેશહિતમાં રાજીવ ગાંધીના બલિદાન અને આદર્શોને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિવિધ પાંખના હોદ્દેદારો, ગોધરા શહેર અને તાલુકાના કાર્યકરો તેમજ અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
Read Original Article →