પંચમહાલ LCBએ ₹39.18 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:ગોધરામાં ધોળાકુવા વિસ્તારમાં બંધ કંપનીના મેદાનમાં દરોડો પાડ્યો, 2ની ઘરપકડ, 3 ફરાર
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના ધોળાકુવા વિસ્તારમાં ડી-માર્ટ મોલ પાછળ આવેલી એક બંધ કંપનીના મેદાનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 39.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
પંચમહાલ રેન્જ IG અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ દુધાતની સૂચના મુજબ, LCB PI એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ASI નાદીરઅલીને બાતમી મળી હતી કે, રમેશ સંગોડ અને રમેશ કટારા નામના શખ્સો ડી-માર્ટ પાછળ આવેલી બંધ ફેક્ટરીના મેદાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલ
પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે: વિદેશી દારૂ: 7,512 નંગ બોટલ/ટીન (કિંમત આશરે રૂ. 23,78,592) વ્હાઇટ પાવડર: આશરે 30 ટન પાવડર (કિંમત રૂ. 30,000) વાહન: એક અશોક લેલેન્ડ ટેલર (કિંમત રૂ. 15,00,000) મોબાઈલ: 2 નંગ કુલ કિંમત: રૂ. 39,18,592 ધરપકડ અને વોન્ટેડ આરોપીઓ
પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ વિજય ગરાસીયા અને સુનીલ મંડોરીયા (બંને રહે. ધોળાકુવા, ગોધરા) ની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર રમેશ સંગોડ, રમેશ કટારા અને ટેલરનો ચાલક પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે તમામ પકડાયેલા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →