ગોધરામાં કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:રોયલ ઈન ક્રિકેટ બોક્સ ખાતે 16 ટીમ વચ્ચે સ્પર્ધા

Gujarat5/24/2026, 5:14:38 AM
ગોધરામાં કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:રોયલ ઈન ક્રિકેટ બોક્સ ખાતે 16 ટીમ વચ્ચે સ્પર્ધા
ગોધરાના રોયલ ઈન ક્રિકેટ બોક્સ ખાતે "કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ"નો પ્રારંભ થયો છે. રમતગમત દ્વારા ભાઈચારો અને કોમી એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર પંથકમાંથી અંદાજે 16 ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. ગોધરા શહેરના રમતપ્રેમીઓ માટે આ સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ટુર્નામેન્ટનું આયોજન ગોધરા શહેરના જાણીતા ક્રિકેટર સલમાન હુરિ અને સુલેમાન યાયમન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તેમનો મુખ્ય હેતુ યુવાધનને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં એકતાનો સંદેશ ફેલાવવાનો છે. ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ગોધરા શહેરના અગ્રણી ઉદ્યોગપતિ ઈરફાનભાઈ કોઠી અને માય જિમના ધીરજ મલ્હોત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે શહેરના અન્ય અગ્રણીઓ, મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમી જનતા અને સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા, જેમણે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
Read Original Article →