ગોધરા કોલેજ સ્ટાફ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ:કીડીઓને કણ પૂરી સેવાયજ્ઞ યોજાયો

Gujarat4/5/2026, 11:40:29 AM
ગોધરા કોલેજ સ્ટાફ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ:કીડીઓને કણ પૂરી સેવાયજ્ઞ યોજાયો
ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના સ્ટાફ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કૉલેજના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ સામૂહિક રીતે કીડિયારું પૂરવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ અંતર્ગત, સ્ટાફના સભ્યો કૉલેજ કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં જ્યાં કીડીઓના દર હોય ત્યાં કીડિયારું પૂરે છે. તેઓ લોટ, તલ, ઘી અને ખાંડના મિશ્રણનો ઉપયોગ કરીને કીડી જેવા નાના જીવોને ખોરાક પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિમાં જીવદયાને સર્વોપરી માનવામાં આવે છે. આ પરંપરાને સાર્થક કરવાના ઉદ્દેશ્યથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કૉલેજના અધ્યાપકોએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થા માત્ર વિદ્યાર્થીઓના ઘડતરનું જ કાર્ય નથી કરતી, પરંતુ સમાજમાં પ્રકૃતિ અને અબોલા જીવો પ્રત્યે સંવેદના જગાડવાનું કામ પણ કરે છે.
Read Original Article →