મીરાપૂર પાસે બાઇક સ્લીપ થતા યુવાન ગંભીર ઘાયલ:સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો

Gujarat4/4/2026, 11:31:58 AM
મીરાપૂર પાસે બાઇક સ્લીપ થતા યુવાન ગંભીર ઘાયલ:સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો
પંચમહાલ જિલ્લાના મીરાપૂર ગામ નજીક આજે એક માર્ગ અકસ્માત થયો હતો. બાઇક સ્લીપ થતાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અભરામપટેલના મુવાડા ગામના રહેવાસી મુકેશ નાયક પોતાના મોટરસાઈકલનો હપ્તો ભરવા માટે શહેરા જઈ રહ્યા હતા. મીરાપૂર ગામ પાસેથી પસાર થતી વખતે તેમનું બાઇક અચાનક સ્લીપ થઈ ગયું હતું. બાઇક પરથી કાબૂ ગુમાવતા મુકેશભાઈ રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મુકેશની ગંભીર હાલત જોતા તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે.
Read Original Article →