કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ગોધરામાં કાર્યશાળા:ભાજપ કાર્યકર્તાઓએ આગામી કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગોધરા ખાતે ભાજપ કાર્યકર્તાઓની એક કાર્યશાળા યોજાઈ હતી. પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગોધરા વિધાનસભાની આ કાર્યશાળા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને સંગઠન મજબૂત બનાવવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ “અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના” સૂત્ર સાથે કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી.આ કાર્યશાળા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી, જેમાં આગામી કાર્યક્રમો માટેની તૈયારીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
Read Original Article →