ગોધરામાં એ.કે. ટ્રેડર્સના સ્ક્રેપના જથ્થામાં આગ:2 ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો, સદનસીબે જાનહાનિ નહીં

Gujarat4/8/2026, 3:25:49 AM
ગોધરામાં એ.કે. ટ્રેડર્સના સ્ક્રેપના જથ્થામાં આગ:2 ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો, સદનસીબે જાનહાનિ નહીં
ગોધરા શહેરના ચિખોદરા વિસ્તારમાં આવેલી 'એ.કે. ટ્રેડર્સ' નામની કંપનીમાં ગત રાત્રિએ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કંપનીના ખુલ્લા સંકુલમાં રાખવામાં આવેલા સ્ક્રેપના મોટા જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિના સમયે એ.કે. ટ્રેડર્સમાં રાખેલા ભંગાર (સ્ક્રેપ)માં એકાએક આગ લાગી હતી. જ્વલનશીલ પદાર્થો અને પ્લાસ્ટિકના મિશ્રણને કારણે આગની જ્વાળાઓએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દૂર સુધી દેખાતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી. 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ ઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાનો ફાયર કાફલો 2 ફાયર ટેન્ડરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને બાજુની મિલકતોમાં ફેલાતી અટકાવી હતી. અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે શાંત પડી હતી. મામલતદાર અને પોલીસ દોડી ગઈ આગની ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા સિટી મામલતદાર અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.
Read Original Article →