ગોધરા તાલુકાના વાવડી ટોલનાકા પાસે કારે બેને અડફેટે લીધા:દૂધ ભરી પરત ફરતા બે પશુપાલક યુવકો ઇજાગ્રસ્ત
ગોધરા તાલુકાના વાવડી ટોલનાકા નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાયસીંગપુરા ગામના આ પશુપાલક યુવકો વાવડી નેસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરાવીને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, વાવડી ટોલનાકા પાસે આવેલી ચામુંડા હોટલ નજીકથી પસાર થતી વખતે એક અજાણ્યા કાર ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોની ઓળખ ભાવેશકુમાર પ્રવિણસિંહ અને હર્ષવર્ધનસિંહ રાઠોડ તરીકે થઈ છે. તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Read Original Article →