Live Updates

ઘોઘંબામાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ: સફળ મોક ડ્રીલ યોજાઈ:તળાવમાં ડૂબતા બાળકને બચાવવાનું જીવંત પ્રદર્શન કરાયું

Gujarat6/9/2026, 2:56:47 PM
ઘોઘંબામાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ: સફળ મોક ડ્રીલ યોજાઈ:તળાવમાં ડૂબતા બાળકને બચાવવાનું જીવંત પ્રદર્શન કરાયું
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શામળકુવા ગામે આવેલા નાના સિંચાઈ તળાવ ખાતે ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે એક સફળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ પૂર અથવા ભારે વરસાદ જેવી કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્રની સજ્જતા ચકાસવાનો હતો. આ મોક ડ્રીલનું આયોજન પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રિ-મોન્સુન બેઠકમાં અપાયેલા નિર્દેશો અનુસાર કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લાના દરેક તાલુકામાં આવી કવાયત યોજવાનું નક્કી કરાયું હતું. મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી-ઘોઘંબાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ડ્રીલ દરમિયાન તળાવમાં ડૂબતા બાળકને સમયસૂચકતા વાપરીને કેવી રીતે સુરક્ષિત બચાવી શકાય તેનું જીવંત પ્રદર્શન (રેસ્ક્યૂ ઓપરેશન) કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં ઘોઘંબા તાલુકા કક્ષાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને 108-એમ્બ્યુલન્સની ટીમ તેમના જરૂરી સાધનો સાથે સમયસર જોડાઈ હતી. તેમણે રાહત અને બચાવ કામગીરીનું ઉત્કૃષ્ટ સંકલન દર્શાવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા ચોમાસા દરમિયાન સર્જાતી આપત્તિઓ સામે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે તે સુનિશ્ચિત કરવાના હેતુથી હાથ ધરવામાં આવી હતી.
Read Original Article →