પૈસા પરત માંગતા હુમલો:ઉછીના પૈસા પરત માંગતા મહિલા પર પરિવારનો હુમલો

Gujarat5/17/2026, 12:00:00 AM
ગોધરામાં ઉછીના આપેલા નાણાં પરત માંગવા ગયેલી એક મહિલા પર પરિવારના ચાર શખ્સોએ ભેગા મળીને હુમલો કર્યો કર્યો હતો. જે અંગેની ફરિયાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગોધરાના શહેરના સિંગલ ફળિયા વિસ્તારમાં આવેલા ગેની પ્લોટમાં રહેતી ફાતેમા શોએબ ભોયુ પાસેથી સુમૈયા મુજફ્ફર ટપલાએ અગાઉ ઉછીના પૈસા લીધા હતા. ગત તા.14 મેના રોજ રાત્રે જ્યારે ફાતેમાબેને ઉછીના આપેલા પોતાના પૈસા પરત લેવા માટે ગયા, ત્યારે મામલો બિચક્યો હતો. જેમા ફાતેમા શોએબ ભોયુને સુમૈયા મુજફ્ફર ટપલા, શહેનાજ મુજફ્ફર ટપલા, મહેજબીન મુજફ્ફર ટપલા અને મુજફ્ફર સઇદ ટપલા એકસંપ થઈ ગડદાપાટુનો માર માર્યો હતો. અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે ફાતેમા શોએબ ભોયુએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ચાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →