તપાસ:ગોધરા સબજેલમાં કાચા કામના કેદીઓને માર માર્યો હોવાનો પરિવારનો આક્ષેપ
ગોધરા સબજેલમાં કેટલાક કાચા કામના કેદીઓને જેલની પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા. બે કેદીઓના પરિવારજન કોર્ટમાં જતા કોર્ટે બે કાચા કામના કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે પોલીસ જાપ્તા હેઠળ બે કેદીઓને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતાં. ગોધરા સબજેલમાં બહારથી તમાકુ સહિતની નશાકારક વસ્તુઓ નાખવાની ઘટનાઓ અગાઉ બનેલી હતી. ત્યારે હાલ કાચા કામના કેદીઓના પરિવારજનોએ સબજેલમાં કેટલાક કાચા કામના કેદીઓને જેલની અંદર જેલ પોલીસે ખોટી રીતે માર માર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં જેલમાં રહેલા કેદીઓને ખુબ જ માર મારતા ગંભીર ઇજાઓ થઈ હોવાનું અને તેઓને મેડિકલ ચેકઅપ કરાવ્યું નથી. તેવો આક્ષેપ સાથે કેદીઓના પરિવારજનોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેમાં કોર્ટે ગોધરા સબ જેલ પ્રશાસનને જેલમાં રહેલા બે કેદીઓને માર માર્યો છે. કેમ તે માટે મેડિકલ ચેકઅપ કરાવવાનો હુકમ કરતા શનિવારે ગોધરા સબજેલના બે કેદીઓને પોલીસ જાપ્તા હેઠળ સિવિલ માં મેડિકલ ચેકઅપ માટે ખસેડ્યા હતા. પરિવારના તમામ આક્ષેપો ખોટા છે
કોર્ટના આદેશ અનુસાર જેલના બે કેદીઓને મેડિકલ ચેકઅપ કરાવવા માટે પોલીસ જાપ્તા હેઠળ ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અને જ્યાં તેઓનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. પરિવારજનોના તમામ આક્ષેપો ખોટા છે. મેડિકલ રિપોર્ટ આવશે એટલે બધું ખબર પડી જશે. આરબી મકવાણા, જેલ અધિકારી
Read Original Article →