બાઈક ચાલકની ભૂલથી ડીજેને નુકસાન:લાલપુર ગામે ડી.જે. સિસ્ટમ સાથે ટેમ્પો નાળામાં ખાબક્યો
ગોધરાના લાલપુરા ગામ પાસે એક બાઈકચાલકની બેદરકારીને કારણે ડી.જે. સિસ્ટમ ભરેલો આઈસર ટેમ્પો નાળામાં પલટી ખાઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગોધરાના લાલપુરા ગામના ચૌહાણ ફળિયામાં રહેતા સુરપાલભાઈ સર્જનભાઈ ચૌહાણની ડી.જે. સિસ્ટમ ભરેલો આઈસર ટેમ્પો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એક બાઈકચાલકે બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટેમ્પો સામે લાવતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકની આ ભૂલને કારણે આઈસર ટેમ્પો રોડની સાઈડમાં આવેલા નાળામાં ઉતરી પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં ગોઠવેલી ડી.જે. સિસ્ટમ અને સ્પીકરોને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં તેમની ડી.જે. સિસ્ટમ અને ટેમ્પોને મળીને અંદાજે રૂ. 8 લાખ જેટલું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ બાઈક ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો.કાંકણપુર પોલીસે આ મામલે બાઈકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
Read Original Article →