આદેશ:શિક્ષા અભિયાનના 2.79 કરોડની ઉચાપતમાં 3 કર્મીના કરાર રદ‎

Gujarat5/13/2026, 12:00:00 AM
પંચમહાલ જિલ્લા પંચાયતની સમગ્ર શિક્ષા કચેરીના તત્કાલીન બે કરાર આધારીત કર્મીઓ સામે 2.79 કરોડની ઉચાપતની ફરીયાદ નોંધાતા બંને કરાર આધારીત કર્મીઓના કરાર રદ કરીને કાઢી મુકવામાં આવ્યા છે. જયારે કચેરીના કરાર આધારીત ટેલી ઓપરેટરની ભુમીકા શંકાસ્પદ લાગતા તેના નોકરીમાં પાણીચું આપી દેવાયું છે. પોલીસ ફરીયાદ નોંધાયા બાદ પોલીસે ઉચાપત સાથે સંકળાયેલા દસ્તાવેજો કબજે કરીને તપાસ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના સમગ્ર શિક્ષાના કચેરીના ત પુજનકુમાર રમેશચંદ્ર જોષી તત્કાલીન હિસાબી અધિકારી (રહે. હડીયોલ, સાબરકાંઠા) અને નિતિનકુમાર જયંતીભાઇ પટેલ, તત્કાલીન ઓ.આઈ.સી. (રહે. વામોજ, સાબરકાંઠા)નાઓએ વર્ષ 2024 થી વર્ષ 2026 સુધી શાળામાં સાધનો નહિ આપીને 2.79 કરોડની ઉચાપતની ફરીયાદ નોંધાવી છે. ભેજાબાજોએ શાળામાં ખરીદી કરેલા સામાનને સમગ્ર શિક્ષા અભીયાન અંતગર્ત ખરીદી કરી હોવાનુ બતાવીને ખોટા દસ્તાવેજો બનાવીને ખોટી સહિઓ કરીને એજન્સીઓને કરોડ રૂપિયા ચુકવી દેતાના પ્રકરણમાં કરાર આધારીત પુજન જોષી અને નિતીન પટેલ સામે ઉચાપતની ફરીયાદ નોંધાતા તેઓના કરાર રદ કરીને નોકરીમાંથી પાણીચું આપી દીધુ છે. જયારે સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં કરાર આધારીત ટેલી ઓપરેટર રાહુલ પંચાલની ભુમીકા શંકાસ્પદ હતી. પુજન જોષીએ આપેલા બિલને ટેલી ઓપરેટર રાહુેલ પંચાલ કોમ્પ્યુટર પર ચઢાવતો હતો.પુજન જોષીના તાબા હેઠળ કરાર આધારીત રાહુલ પંચાલની કામગીરી શંકા ઉપજાવે તેવી દેખાઇ આવી હતી. જેથી કરાર આધારીત ટેલી ઓપરેટર રાહુલ પંચાલના કરાર રદ કરી દીધા છે. પોલીસ ઉચાપત સાથે સંકળાયેલા દસ્તાવેજો અને બિલો લઇ ગઇ 30 એપ્રિલ 2026 ના રોજ ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકે 2.79 કરોડની ઉચાપતની ફરીયાદ નોંધાઇ હતી. ફરીયાદ નોંધાયાને 12 દિવસ થયા છતા પોલીસ હજુ કોઇ ધરપકડ કરી નથી.હાલ પોલીસે સમગ્ર શિક્ષા અભિયાનમાં ઉચાપતના દસ્તાવેજો અને બિલો લઇ ગયા છે. દસ્તાવેજોના અભ્યાસ કરીને ઉચાપતના ગુનામાં આગળની કાર્યવાહી હાથ ધરશે. ત્યારે સરકારી નાણાંની ઉચાપતના ગુનામાં પોલીસ ઝડપી કામગીરી કરીને ભેજાબાજોને જેલના સળીયા પાછળ ધકેલે તો સરકારી નાણાની ગોલમાલ કરનાર કર્મીઓ સામે દાખલો બેસે તેમ છે.
Read Original Article →