સંતરામપુરમાં હડકાયા શ્વાનનો હુમલો:ચીચાણી ગામે 12 વર્ષના કિશોરને ગંભીર ઈજા, કપાળે 8 ટાંકા આવ્યા
સંતરામપુર તાલુકાના ચીચાણી ગામે એક 12 વર્ષના કિશોર પર હડકાયેલા શ્વાને હુમલો કર્યો હતો. આ ઘટનામાં કિશોરના કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ચીચાણી ગામનો રહેવાસી રોહિત દિલીપભાઈ બામણીયા પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. તે સમયે અચાનક એક હડકાયેલા શ્વાને તેના પર હુમલો કર્યો હતો.
શ્વાનના હુમલામાં રોહિતના કપાળના ભાગે ઊંડી ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગોધરા હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કિશોરના કપાળ પર આઠ ટાંકા લીધા હતા. હાલ રોહિત ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે.
Read Original Article →