યુવકે કર્યો આપઘાત:ચંચોપાના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

Gujarat5/12/2026, 2:22:44 AM
ગોધરા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના ચંચોપા ગામના એક 28 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. ગોધરા તાલુકાના ચંચોપા ગામના ભાથીજી મંદિર ફળિયામાં રહેતા દિનેશભાઈ હિતેશભાઈ બારીયાએ 10 મેના રોજ બપોરના સુમારે ગઢ ચુંદડી ગામેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર આ પગલું ભર્યું હતું. મૃતક દિનેશભાઈએ કોઈ અજ્ઞાત કારણોસર મનમાં ઓછું લાવીને ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. જેમાં ટ્રેનની અડફેટે આવતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.આ ઘટના અંગે મૃતકના ભાઈ પરષોત્તમભાઈ હિતેશભાઈ બારીયાએ ગોધરા તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોઈ ગોધરા તાલુકા પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →