ઉદ્યોગપતિએ જેસીબી મશીનો દોડાવ્યા:ગોધરા પશ્ચિમ વિસ્તારમાં 4 દાયકા જૂની પાણીની કટોકટી સર્જાઇ‎

Gujarat5/24/2026, 12:00:00 AM
ઉદ્યોગપતિએ જેસીબી મશીનો દોડાવ્યા:ગોધરા પશ્ચિમ વિસ્તારમાં 4 દાયકા જૂની પાણીની કટોકટી સર્જાઇ‎
ગોધરા નગરપાલિકાના વોર્ડ નં. 8 માં સમાવિષ્ટ પશ્ચિમ વિસ્તારના છેવાડાના ભાગોમાં છેલ્લા ચાર દાયકાથી પીવાના પાણીની જટિલ સમસ્યા છે. ચાલુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિગ્નલ ફળિયા, મેહબૂબ મસ્જિદ વિસ્તાર, ભટૂક પ્લોટ અને હૂંદા મસ્જિદના રહીશો પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે સ્થાનિકોએ ગોધરાના ઉદ્યોગપતિ અને સમાજસેવી ફિરદૌસ હાજી કોઠીનો સંપર્ક કર્યો હતો. ​જનતાની વેદના જોઈ તેમણે સરકારી સહાયની રાહ જોયા વિના,લાખો રૂપિયાના સ્વખર્ચે રાતોરાત જેસીબી મશીનો અને પાઇપો મગાવીને બોરિંગ તેમજ નવી પાઇપલાઇન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી દીધી છે. વર્ષો જૂની સમસ્યાના કાયમી નિરાકરણની આ ભગીરથ કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોએ ભારે હાશકારો અનુભવ્યો છે અને ફિરદૌસ હાજી કોઠીનો આભાર માન્યો છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નં.8 માં સમાવિષ્ટ પશ્ચિમ વિસ્તારના છેવાડાના ભાગોમાં છેલ્લા ચાર દાયકાથી પીવાના પાણીની જટિલ સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બનેલી છે. ​ ગયા વર્ષે ટેન્કરો ચલાવ્યા, આ વર્ષે કાયમી ઉકેલ "આ વિસ્તારોમાં 4 દાયકાથી પાણી નથી.ગત વર્ષે ઉનાળામાં અમે સ્વખર્ચે ટેન્કરો દ્વારા પાણી પહોંચાડ્યું હતું. પરંતુ દર વર્ષની આ તકલીફનો કાયમી નિકાલ લાવવા માટે આ વખતે અમે સ્વખર્ચે બોર અને પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કર્યું છે. - ફિરદૌસ હાજી કોઠી, ગોધરા
Read Original Article →