7 ચોપડી ભણેલો નકલી FCI ડાયરેક્ટર ઝડપાયો:લક્ઝરી કાર, આલીશાન બંગલો ને 'VIP ક્વોટા'વાળી નોકરીની લાલચ આપતો, ONGC સહિતની કંપનીના લેટરપેડ દેખાડી 68 લાખ ખંખેર્યા

Gujarat6/4/2026, 2:37:23 AM
7 ચોપડી ભણેલો નકલી FCI ડાયરેક્ટર ઝડપાયો:લક્ઝરી કાર, આલીશાન બંગલો ને 'VIP ક્વોટા'વાળી નોકરીની લાલચ આપતો, ONGC સહિતની કંપનીના લેટરપેડ દેખાડી 68 લાખ ખંખેર્યા
પંચમહાલના હાલોલ તાલુકામાં કંજરી-રૂપાપુરા રોડ પર વૈભવી જીવન જીવતા ભરત કનુભાઈ પરમાર નામના ભેજાબાજને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજ્યભરમાં સરકારી નોકરીઓ અપાવવાના નામે કરોડો રૂપિયાના કથિત છેતરપિંડીના રેકેટ ચલાવતો હતો. પોલીસે 68 લાખ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. 7 ચોપડી ભણેલો નકલી FCI ડાયરેક્ટર ઝડપાયો આરોપી પોતાને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ડાયરેક્ટર તરીકે રજૂ કરતો હતો. તે બેરોજગાર યુવાનોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને છેતરતો હતો. પોલીસ તપાસ મુજબ, આરોપીએ રાજ્યભરમાં એજન્ટોનું નેટવર્ક ઊભું કર્યું હતું. બેરોજગારોને સરકારી નોકરીની લાલચ આપીે છેતરતો ભરત પરમાર ONGC સહિતના સરકારી વિભાગોમાં ભરતી કરાવવાના ખોટા વાયદા કરતો હતો. તે વિવિધ સરકારી સંસ્થાઓના નકલી ઇન્ટરવ્યૂ કોલ લેટર અને નિમણૂક સંબંધિત દસ્તાવેજો આપી ઉમેદવારો પાસેથી મોટી રકમ વસૂલતો હતો. કંપનીના લેટરપેડ દેખાડી 68 લાખ ખંખેર્યા આ મામલે અત્યાર સુધી 68 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનેલા ત્રણ અસરગ્રસ્તના નિવેદનો અને ફરિયાદોના આધારે હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે છટકું ગોઠવી હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલી અતિથિ હોટલ પરથી ભરત પરમારને ઝડપી પાડ્યો હતો. ખોટા નિમણૂક પત્રો સહિત મહત્વના દસ્તાવેજો કબજે પકડાયેલા આરોપી પાસેથી પોલીસે જુદી જુદી બેંકોની 15થી વધુ પાસબુકો, 8 મોબાઈલ ફોન, FCIના ડુપ્લિકેટ લેટરહેડ, ખોટા નિમણૂક પત્રો તેમજ અન્ય મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી માત્ર સાતમું ધોરણ સુધી જ ભણેલો છે. સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી સ્તરે ફેલાયેલું હોવાની આશંકા આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી સ્તરે ફેલાયેલું હોવાની આશંકા છે. હજુ સંખ્યાબંધ નોકરીવાંચ્છુકો કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શક્યતા છે. તપાસ દરમિયાન કેટલાક પ્રભાવશાળી રાજકીય વર્તુળો તથા મોટા રાજકીય પક્ષના હોદ્દેદારોની સંડોવણી પણ બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપીના ડ્રાઇવરની પણ ઊંડાણપૂર્વક તપાસ હાલોલ રૂરલ પોલીસે આરોપીની વિગતવાર માહિતી રાજ્યની વિવિધ પોલીસ એજન્સીઓને મોકલી આપી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન આ નોકરી કૌભાંડના વધુ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે છે અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પણ તપાસ પહોંચી શકે છે. આ ઉપરાંત, આરોપીના ડ્રાઇવરની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો વધુ ઘટસ્ફોટ સામે આવે તેવી શક્યતાઓ છે.
Read Original Article →