કેન્યાની પથરાળ ધરતી પર ગુજરાતીઓની નિઃસ્વાર્થ સેવા:વેપાર-ધંધા છોડી વિશ્વવિખ્યાત WRC રેલીના રૂટ પર દિવસો સુધી તૈનાત, મેડિકલથી લઇને મેનેજમેન્ટ સુધી ફરજ બજાવી

NRG3/19/2026, 10:33:00 AM
કેન્યાની પથરાળ ધરતી પર ગુજરાતીઓની નિઃસ્વાર્થ સેવા:વેપાર-ધંધા છોડી વિશ્વવિખ્યાત WRC રેલીના રૂટ પર દિવસો સુધી તૈનાત, મેડિકલથી લઇને મેનેજમેન્ટ સુધી ફરજ બજાવી
જ્યારે વર્લ્ડ રેલી ચેમ્પિયનશિપ (WRC)ની કાર કેન્યાના ધૂળિયા અને ખડકાળ રસ્તાઓ પર કલાકના સેંકડો કિલોમીટરની ઝડપે દોડે છે ત્યારે આખી દુનિયાની નજર તેના ડ્રાઇવર્સ અને તેમની સ્પીડ પર હોય છે પણ આ અતિ કઠિન રેલીને સફળ બનાવવા માટે પડદા પાછળ જે રિયલ હીરો કામ કરી રહ્યાં છે તે છે કેન્યાના ગુજરાતી સ્વયંસેવકો. આ કોઇ સામાન્ય સેવા નથી પણ ગુજરાતીઓના લોહીમાં વહેતી સેવા અને સાહસની પરંપરાનું જીવંત ઉદાહરણ છે. ખિસ્સાં પોતાના અને સેવા દેશની સૌથી આશ્ચર્યજનક અને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ ગુજરાતી સ્વયંસેવકોને કોઇ સંસ્થા સ્પોન્સર કરતી નથી. તેઓ પોતે જ પ્રવાસ, રહેવા-જમવા અને જરૂરી સાધનોનો ખર્ચ ઉઠાવે છે. વેપાર-ધંધા-નોકરી છોડીને અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી ટાઇમ કાઢીને તેઓ દિવસો સુધી આ રેલીના રૂટ પર તૈનાત રહે છે અને સેવા આપે છે. મેડિકલથી લઇને મેનેજમેન્ટ સુધી રેલીના જોખમી વળાંકો પર જ્યારે પણ કોઇ મુશ્કેલી આવે ત્યારે ગુજરાતીઓની કુશળતા કામ લાગે છે. આ સ્વયંસેવકોમાં ગુજરાતી ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રેલીના રૂટના અંતરિયાળ વિસ્તારોમાં હાજર રહે છે. ટ્રાફિક કન્ટ્રોલ હોય કે ચેકપોઇન્ટનું મેનેજમેન્ટ હોય ગુજરાતીઓની વ્યવસ્થાશક્તિને કારણે જ આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં કોઇ ખલેલ નથી પહોંચતી. રેલી પૂરી થયા પછી ગંદકી ન ફેલાય તે માટે ગુજરાતી યુવા ગ્રુપ સફાઇ અભિયાન ચલાવીને કેન્યાની પ્રાકૃતિક સુંદરતાને જાળવી રાખે છે. કેન્યા અને ગુજરાતીઓનો 100 વર્ષ જૂનો અતૂટ નાતો કેન્યાના વિકાસમાં ગુજરાતીઓનો ફાળો સદીઓ જૂનો છે. વેપાર-ધંધામાં ડંકો વગાડ્યા બાદ હવે આ ગુજરાતીઓ રમતગમત જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર કેન્યાની પ્રતિષ્ઠા વધારવા માટે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યાં છે. આયોજકો માટે ગુજરાતીઓ આર્થિક ભાર ઘટાડવાની સાથે સાથે વિશ્વાસનું બીજું નામ બની ગયા છે. WRC સફારી રેલીની સફળતામાં આ અદ્રશ્ય ગુજરાતી શક્તિનો મોટો હાથ છે. આંતરરાષ્ટ્રીય મીડિયા જ્યારે કેન્યાના આતિથ્ય સત્કારના વખાણ કરે છે ત્યારે તેમાં અજાણતા જ એ ગુજરાતી સંસ્કારોની સુવાસ હોય છે જે પેઢીઓથી અહીં જળવાયેલી છે. કેન્યાના ગુજરાતીઓએ સાબિત કરી દીધું છે કે સેવા કરવા માટે બજેટની નહીં પણ બુલેટ જેવી ઝડપ અને શુદ્ધ દાનતની જરૂર હોય છે. દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
Read Original Article →