કોર્પોરેટ સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવાની શક્યતા:બિલ્ડર પુત્રએ દારુ પીને પાંચ વાહનોને અડફેટમાં લીધા, સેલ્સ ગર્લની જ્વેલર્સમાં ચોરી કરી, ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાયું
કોર્પોરેટ સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ આપવાની વિચારણા
પેટ્રોલ બચાવવા સરકારની વર્ક ફ્રોમ હોમ આપવાની વિચારણા..શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના નિવેદનથી ચર્ચાઓ તેજ. બાવળિયાએ ખાનગી કંપનીઓ અને એસોશિએશ સાથે બેઠક યોજવાની વાત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ઈંધણ બચાવવા માટે મંત્રીઓના કાફલામાં ઘટાડો પીએમ મોદીની અપીલને ધ્યાને રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ઘટાડો કર્યો. મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે અમરેલી પહોંચ્યા.તો હર્ષ સંઘવીએ અમેરિકા ન જવાનો નિર્ણય કર્યો. રાજ્યપાલ હવે બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ચૂંટણી પૂરી થતા જ 72 IAS અધિકારીઓની બદલી ચૂંટણી પૂરી થતા જ રાજ્યના 72 આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂંક કરવામાં આવી. બે દિવસમાં નવા મ્યુનિસિપલ કમિશનરો ચાર્જ લેશે પછી જ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાત કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરત ટેક્સટાઈલ ઉદ્યોગને 3000 કરોડનું નુક્શાન
મિડલ ઈસ્ટના યુદ્ધની સુરતના કાપડ ઉદ્યોગ પર માઠી અસર.60 દિવસમાં 3000 કરોડનું નુકસાન થયું છે. , અડધા એકમો ઠપ થઈ જતા સરકાર પાસે રાહત પેકેજની માંગ કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
હવે આરોપીઓનો વરઘોડો નહીં નીકળે રાજ્યમાં હવે આરોપીઓના સરઘસ નહી નીકળે. માનવ અધિકારોની જાળવણી માટે ડીજીપીએ આદેશ કર્યો.. આરોપીને હિંસક ટોળા કે જાહેર રોષથી બચાવવાની જવાબદારી પણ પોલીસની રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
કરોડોના દાગીનાની ચોરી કરી સેલ્સ ગર્લ ફરાર અમદાવાદના નિકોલમાં જ્વેલર્સ શોરુમમાંથી સેલ્સ ગર્લ 1.66 કરોડના દાગીના લઈને ફરાર થઈ ગઈ. સીસીટીવીમાં સેલ્સ ગર્લ ચોરી કરતી ઝડપાઈ ગઈ છે. પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પાયલટની સમય સૂચકતાથી હેલિકોપ્ટર દુર્ઘટના ટળી
નવસારી નજીક ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.. હેલિકોપ્ટરમાં નીરમા કંપનીના એમડી સહિત પાંચ લોકો સવાર હતા. પાયલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વાયુસેનાને મળશે પહેલું મેડ ઈન ઈન્ડિયા એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને આ સપ્ટેમ્બરમાં તેનું પહેલું 'મેડ ઇન ઇન્ડિયા' C-295 એરક્રાફ્ટ મળવાની તૈયારી.. એરક્રાફ્ટ ગુજરાતમાં બનીને તૈયાર થયું. ટેસ્ટિંગ સ્ટેજે પહોંચેલા વિમાનનો વીડિયો સામે આવ્યો. સ્પેન સાથે થયેલા કરાર મુજબ 40 વિમાન વડોદરામાં બનશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
નશામાં કાર ચલાવી ચાર કાર અને બાઈકને અડફેટમાં લીધા રાજકોટમાં બિલ્ડરના પુત્રએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો. 150 ફૂટ રીંગરોડ પર બેફામ સ્પીડે વોલ્વો કારથી 4 કાર અને બાઈકને અડફેડમાં લીધા. રોષે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
અમરેલીમાં 44.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું
રાજ્યમાં હજુ બે દિવસ હીટવેવ રહેશે.. અમરેલીમાં પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો.. રાજ્યના ત્રણ જિલ્લાઓમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →