ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમદિવસ:છેલ્લી ઘડીએ ટિકિટ કપાઇ તો શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવા પહોચ્યા, AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું
ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ક્યાક ઉમેદવારો અંતિમ ક્ષણે બદલાયા તો ક્યાક ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ચૂંટણી ફોર્મ ન ભરાતા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું સુરતના વોર્ડ નંબર 14ના ‘આપ’ના ઉમેદવાર ગૌશાલીબેને કચેરીમાં જ ફિનાઈલ ગટગટાવતા દોડધામ મચી ગઈ.ટેકનિકલ સમસ્યાને કારણે ફોર્મ ન ભરાતા હતાશ થયેલા મહિલા ઉમેદવારે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ઉમેદવારો ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા પહોંચ્યાં યાદી જાહેર થયા બાદ ઉમેદવારો ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા પહોચ્યા ... ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારને ભાજપે ટિકિટ આપતા નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરી છે. અને હું ભાજપ નહિ, અંકિતા પરમારથી નારાજ છૂં.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવારો બદલ્યા છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવારો બદલ્યા જેમાં રાજકોટમાં શૈલેષ જાની, વડોદરામાં રાગ મછાર, અમદાવાદમાં આશિષભાઈ શાહ અને કલ્પના કહાર તો સુરતમાં દીપિકા ધૂતની ટિકિટ કપાઇ છે ..
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પોરબંદર ભાજપમાં ટિકિટ મામલે ભડકો પોરબંદર મનપામાં ચૂંટણી પહેલા જ ભાજપમાં ભડકો થયો ટિકિટ કપાતા જ્ઞાતિ સમીકરણો બગડ્યા છે અને નારાજગીનો સૂર મંત્રી અર્જુન મોઢવાડિયાના ઘર સુધી પહોંચ્યો ખારવા, પ્રજાપતિ અને લોહાણા સમાજના આગેવાનોએ મંત્રી સમક્ષ રજૂઆત કરી...
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
બિલ્ડર 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી સુરતમાં આપના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાઇ ‘પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ’ તેવી માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. લગ્નનો ઇનકાર કરી મહિલાને 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી આપી હતી...
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેકશન ટેસ્ટ કરાશે ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ માતા-પિતા અને દાદા દાદીનું લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવશે.. પિતાની 9 કલાકની પુછપરછમાં ખીરુ ખરાબ હોવાના રટણ બાદ નિર્ણય
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
PSI બનવા કોન્સ્ટેબલની નોકરી પણ જાત! પોલીસ કોન્સ્ટેબલે PSIની ફિઝિકલ ટેસ્ટમાં ફેલ થતા હાઈકોર્ટમાં અરજી કરી હતી જેના ચુકાદામાં સોલા સિવિલમાં ઊંચાઈ માપવાના આદેશ બાદ પણ ફેલ થતા ફરી અરજી કરી તે કોર્ટે ચેતવ્યા કે જો ફરીથી નિષ્ફળ જશો તો વર્તમાન નોકરી પણ જઈ શકે છે,
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
નવસારીના ધોળાપીપળા બ્રિજ પર ઉભેલી ટ્રક બની યમદૂત નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર ધોળાપીપળા બ્રિજ નજીક પૂરપાટ આવતા બાઈકની સાઈડમાં ઉભા રહેલા ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઇ હતી. દુર્ઘટનામાં બાઈકસવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયુ જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડાયો છે ..
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પિઝા અને બર્ગર ખાવાને લીધે એસિડિટી થઈ વિધાર્થીને ફરજિયાત 75% હાજરી પૂરી ન કરવા બદલ પરીક્ષામાં ન બેસવા દેવા પર વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. બીમારી પાછળનું કારણ મહિનાઓ સુધી પિત્ઝા અને બર્ગર ખાવાને કારણે એસીડિટી હોવાનું જાણવા મળ્યુ
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →