મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યોગી બોલ્યા- રસ્તા પર નમાજ નહીં પઢવા દઉં, બંગાળમાં ઈમામ- પુજારીઓનું વેતન બંધ; ભારતની બુલેટ ટ્રેનની પહેલી તસવીર આવી
નમસ્તે, આવતીકાલના મોટા સમાચાર યુપીના સીએમ યોગી આદિત્યનાથને લઈને છે. તેમણે કહ્યું કે રસ્તા પર નમાજ પઢવા નહીં દઈએ. બીજા સમાચાર બંગાળથી છે જ્યાં ભાજપ સરકારે ઇમામ-પૂજારીઓનું માનદ વેતન બંધ કરી દીધું. અમે તમને એ પણ જણાવીશું કે આગામી એક અઠવાડિયું હવામાન કેવું રહેશે.
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વિરુદ્ધ અવમાનના કેસની સુનાવણી કરશે. 2. રાહુલ ગાંધી રાયબરેલીના બે દિવસીય પ્રવાસે જશે. 📰 કાલના મોટા સમાચારો 1. 'રસ્તા પર નમાજ નહીં પઢવા દઈએ':'પ્રેમથી માની જશો તો ઠીક, નહીં તો બીજો રસ્તો અપનાવીશું'; બકરી-ઈદના અઠવાડિયા પહેલાં યોગીની ચેતવણી યુપીમાં બકરીદના એક અઠવાડિયા પહેલા રસ્તાઓ પર નમાજને લઈને સીએમ યોગીએ ચેતવણી આપી છે. લખનઉમાં સોમવારે એક કાર્યક્રમમાં તેમણે કહ્યું- રસ્તા પર નમાજ પઢવા દેવામાં આવશે નહીં. પ્રેમથી માનશે તો ઠીક છે, નહીં માને તો બીજી રીત અપનાવીશું. યોગીએ કહ્યું- નમાજ પઢવી હોય તો નક્કી કરેલી જગ્યાએ પઢો. સંખ્યા વધારે હોય તો શિફ્ટમાં પઢી લો. અમે નમાજ નહીં રોકીએ, પરંતુ રસ્તા પર અરાજકતા થવા દઈશું નહીં. રસ્તાઓ નમાજ પઢવા કે કોઈ પણ પ્રકારની ભીડ એકઠી કરવા માટે નથી. તેમણે કહ્યું- લોકો મને પૂછે છે કે શું યુપીમાં રસ્તાઓ પર નમાજ થાય છે? હું કહું છું- બિલકુલ નહીં. રસ્તાઓ સામાન્ય લોકોના ચાલવા માટે છે. કોઈ પણ આવીને ટ્રાફિકને ખલેલ પહોંચાડે, આ અધિકાર કોઈને નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. સુવેન્દુની જાહેરાત- મમતા સરકારના ભ્રષ્ટાચારની તપાસ કરાવાશે:મહિલા ઉત્પીડનના કેસોની હાઈકોર્ટના જજની આગેવામાં તપાસ થશે; મૌલવી-પૂજારીઓનું માનદ વેતન બંધ પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ કેબિનેટ બેઠકમાં મમતા સરકારમાં થયેલા ભ્રષ્ટાચારના કેસો અને મહિલા ઉત્પીડનની તપાસ કરાવવાની જાહેરાત કરી છે. આ માટે 2 આયોગ બનશે. બંને આયોગોની અધ્યક્ષતા કલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે. સરકારે ઇમામ, મુઅઝ્ઝિન અને પૂજારીઓને આપવામાં આવતા માનદ વેતનને 1 જૂનથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ મહિલાઓને અન્નપૂર્ણા યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા આપવા, મફત બસ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. રિપોર્ટ-ઈરાન યુદ્ધ વચ્ચે 8000 પાકિસ્તાની સૈનિકો સાઉદીમાં તૈનાત:JF-17 ફાઈટર જેટ્સ અને ડ્રોન સ્ક્વોડ્રન પણ મોકલ્યા, ખર્ચ સાઉદી સરકાર ઉઠાવશે ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાને સાઉદી અરેબિયામાં 8 હજાર સૈનિકો, ફાઈટર જેટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કર્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ તૈનાતી બંને દેશો વચ્ચે થયેલા સંરક્ષણ કરાર હેઠળ કરવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને લગભગ 16 JF-17 ફાઈટર જેટ્સ, ડ્રોન સ્ક્વોડ્રન અને ચીનમાં બનેલી HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ પણ સાઉદી અરેબિયા મોકલી છે. પાકિસ્તાની સૈનિકો તેમને ઓપરેટ કરી રહ્યા છે, જ્યારે ખર્ચ સાઉદી અરેબિયા ઉઠાવી રહ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. NEET કેસ, હવે લાતુરની કેમેસ્ટ્રી કોચિંગના ડાયરેક્ટરની ધરપકડ:CBIને ફોનમાં લીક થયેલ પેપર મળ્યું, સેન્ટર પર દરોડા પાડ્યા; અત્યાર સુધીમાં 10ની ધરપકડ NEET પેપર લીક કેસમાં સોમવારે 10મી ધરપકડ થઈ. CBIએ મહારાષ્ટ્રના લાતુરથી કેમેસ્ટ્રી કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ મોટેગાંવકરની ધરપકડ કરી. અધિકારીઓના જણાવ્યા મુજબ, રવિવારે CBIની તપાસ દરમિયાન રઘુનાથના મોબાઈલમાંથી NEET UGનું લીક થયેલું પેપર મળી આવ્યું હતું. CBI અનુસાર, મોટેગાંવકર સંગઠિત ગેંગનો એક ભાગ છે, જે NEET પેપર લીક કરાવવા અને આગળ મોકલવામાં સામેલ છે. તેણે અન્ય આરોપીઓ સાથે મળીને 23 એપ્રિલે જ પેપર અને આન્સર કી મેળવી હતી અને ઘણા લોકોને આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. આવી દેખાશે દેશની પહેલી હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન:રેલવે મંત્રાલયે ગેટ પર તસવીર લગાવી; આ વર્ષે સુરત-બિલિમોરા વચ્ચે દોડવાની અપેક્ષા ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની પ્રથમ ઝલક સોમવારે સામે આવી છે. દિલ્હીમાં રેલ મંત્રાલયના ગેટ નંબર 4 પર મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR)નો ફોટો લગાવવામાં આવ્યો છે. રેલ મંત્રાલયે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વર્ષે ગુજરાતના સુરત અને બિલિમોરા વચ્ચે (લગભગ 50 કિમી) દેશની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવી શકાય છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. સુરતમાં ભાજપના નેતાની હત્યા, CCTV:માતાએ કહ્યું- મોડો આવવાનો છું, એમ કહીને ઘરેથી નીકળ્યો હતો, પિતા બોલ્યા ‘ગુનેગારોને શૂટ કરી નાખો’; 12 દિવસમાં 8 હત્યા સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના સક્રિય કાર્યકર્તાની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની ગઇકાલે(17 મે) રાત્રે અંદાજિત સાડા બાર વાગ્યાની આસપાસ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરવામાં આવી છે. મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 7. રાજકોટમાં દારૂ પીધા બાદ બે લોકોનાં શંકાસ્પદ મોત:મૃતકના પુત્રએ કહ્યું- દારૂમાં ઝેર ભેળવી હત્યા કરવામાં આવી, પોલીસે બુટલેગરને અટકમાં લઈ પૂછપરછ શરૂ કરી રાજકોટમાં દારુ પીધા બાદ બે વ્યકિતના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. શહેરની ભગીરથ સોસાયટીમાં બે લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ સારવાર માટે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળ પરથી દેશી દારૂની એક કોથળી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં દારુ પીધા બાદ બંનેના મોત નિપજ્યાનું સામે આવતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા બંને મૃતદેહોનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે. તો બીજી તરફ મૃતકના પરિવારજને દારૂમાં ઝેર ભેળવી હત્યા નિપજાવી હોવાનો આક્ષેપ કરતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : વિરાટ-અનુષ્કાના ગુરુ પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી:આજથી અનિશ્ચિતકાળ સુધી પદયાત્રા-એકાંતિક દર્શન બંધ; શિષ્યોએ ભક્તોને કહ્યું- કૃપા કરીને ભીડ ન કરો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ગોવાળિયાએ જોઈ લીધો ઇઝરાયલનો સિક્રેટ મિલિટ્રી બેઝ:હેલિકોપ્ટરથી પીછો કરીને માર્યો, ત્યારે ખુલ્યું ઇરાકમાં ઇઝરાયલી કેમ્પનું રહસ્ય વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : યુપીનું બાંદા સૌથી ગરમ, તાપમાન 46.4°C:MP-રાજસ્થાન સહિત 22 શહેરોમાં પારો 43°C પાર, બિહારમાં ગરમીથી સ્કૂલની 27 છોકરીઓ બેભાન વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી કતારની ગેસ નિકાસ ઠપ:અર્થતંત્ર 8.6% ઘટી શકે છે; અહીંથી જ ભારતનો સૌથી વધુ LPG આયાત વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ₹1,722 ઘટીને ₹2.67 લાખ પર આવી:સોનું ₹389 સસ્તું થઈને ₹1.58 લાખ થયું, જુઓ કેરેટ મુજબ સોનાની કિંમત વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 44 વર્ષના ધોનીએ બેટ મૂકી બંદૂક પકડી!:IPL વચ્ચે NSG કમાન્ડો સેન્ટર પહોંચ્યો, મશીન ગન-પિસ્તોલથી નિશાન તાક્યું; કમાન્ડોને પૂછ્યું- ફિટ લાગું છું ને? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અધિક માસ એ ખગોળીય ઘટનાઓનું પરિણામ:સૂર્ય-ચંદ્રની ગતિની કેલેન્ડર પર અસર, હિન્દુ સહિત ઘણા ધર્મોમાં અધિક માસની પરંપરા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ATMમાંથી ₹100 રૂપિયા કાઢવા જતા ₹500 નીકળ્યા મહારાષ્ટ્રના વસઈમાં એક ATM માં ટેકનિકલ ગડબડથી લોકોની ‘લોટરી’ લાગી ગઈ. 100 રૂપિયા કાઢવા પર 500 અને 400 પર 2000 રૂપિયા નીકળવા લાગ્યા. સમાચાર ફેલાતા જ ATM પર ભીડ એકઠી થઈ ગઈ. મામલો સામે આવ્યા બાદ બેંકે મશીન બંધ કરી તપાસ શરૂ કરી દીધી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. MATCH મસાલા : LSGએ નોન-પર્ફોમિંગ પ્લેયર પાસે પૈસા વસૂલ્યા:આકાશ ચોપરાએ વાહ વાહી માટે દબાણનો ઘટસ્ફોટ કર્યો; … તો હવે ઈમપેક્ટ પ્લેયરનો નિયમ નિકળી જશે? 2. પારકી પંચાત : પટેલની ખુલ્લી સ્ટમ્પે ફટકાબાજી:ત્રણ સંતાનો માટે આર.પી.નો ગજબ તર્ક, મોદીની અપીલ વચ્ચે 6 અધિકારી ચર્ચામાં, માયાભાઈએ ડાયરામાં રૂપિયાના કોથળા ઠાલવ્યા 3. 'રાત્રે પત્નીની ચીસો સાંભળી પાડોશીઓએ પોલીસ બોલાવી':ખુશખુશાલ લગ્ન જીવનમાં તિરાડ પાડતી બીમારી વજાઇનિસ્મસ, સેક્સોલોજિસ્ટ ડૉ. પારસ શાહે ભાસ્કરને કહ્યા કિસ્સા 4. ભાસ્કર એક્સક્લૂસિવ : NEET પેપર લીકનું બ્યુટિશિયન કનેક્શન:જ્યાં પેન લઈ જવાની પણ મનાઈ છે, ત્યાંથી પેપર બહાર આવ્યું, શું કોઈ અધિકારી માસ્ટરમાઇન્ડ છે? 5. ભાસ્કર એક્સપ્લેનર : અંગ, બંગ, કલિંગ સહિત 22 રાજ્યોમાં ભાજપ સરકાર:હવે કેરલમ સહિત દક્ષિણ પણ જીતવાની તૈયારી; જાણો 10 વર્ષનો પૂરો રોડમેપ 6. મંડે મેગા સ્ટોરી : ભારત-પાકિસ્તાન વચ્ચે મિત્રતા થવાના સંકેતો!:4 દેશોમાં બેકચેનલ મિટિંગ્સ; પ્રયાસો પાછળનું અસલી કારણ અને તેની અસર શું થશે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: કર્ક રાશિના લોકોને પ્રોપર્ટીમાંથી ધનલાભ થશે, તુલા રાશિના જાતકોને મનગમતું પ્રમોશન નક્કી! (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →