મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીના કાફલામાં માત્ર 2 ગાડી; દીકરા વહુને લઈને ચીન પહોંચ્યા ટ્રમ્પ; આજથી અમુલ દૂધના ભાવમાં લીટરે ₹2નો વધારો

Gujarat5/13/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીના કાફલામાં માત્ર 2 ગાડી; દીકરા વહુને લઈને ચીન પહોંચ્યા ટ્રમ્પ; આજથી અમુલ દૂધના ભાવમાં લીટરે ₹2નો વધારો
નમસ્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્યુઅલ બચાવવાની અપીલ કર્યા બાદ માત્ર બે ગાડીઓ સાથે નીકળ્યા. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 8 વર્ષ બાદ પોતાના પુત્ર અને પુત્રવધૂ સાથે ચીન પહોંચ્યા. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ સોના-ચાંદી અને દૂધની વધેલી કિંમતો વિશે જણાવીશું… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. નવી દિલ્હીના ભારત મંડપમમાં બ્રિક્સ (BRICS) સમિટની શરૂઆત થશે. જેમાં બ્રાઝિલ, ઇન્ડોનેશિયા જેવા અનેક સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લેશે. 2. ચૂંટણી કમિશનરોની નિમણૂકને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. 3. પનામા પેપર્સ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ MP હાઈકોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. PM મોદી 12-15 ગાડીનો કાફલો છોડી 2 કાર સાથે નીકળ્યા:પેટ્રોલ-ડીઝલ બચાવવા અપીલ કરી હતી; શાહ-નડ્ડાએ પણ કાફલામાં ગાડીઓ ઓછી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કાફલો છોડીને માત્ર 2 કાર સાથે નીકળ્યા. સામાન્ય રીતે પીએમના કાફલામાં 12 થી 15 ગાડીઓ હોય છે. હવે એક ગાડીમાં પીએમ જ્યારે બીજી ગાડીમાં SPG અને સુરક્ષાકર્મીઓ હાજર રહેશે. પીએમ જનતાને સતત પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે. તેને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પણ પોતાના કાફલાની ગાડીઓ ઓછી કરી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. તમિલનાડુમાં વિજય સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ:સમર્થનમાં 144 મત પડ્યા, વિરોધમાં ફક્ત 22; 5 ધારાસભ્યો ગેરહાજર રહ્યા તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયની સત્તાધારી તમિલગા વેત્રી કડગમ (TVK) સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. TVKના સમર્થનમાં 144 મત પડ્યા, જેમાં AIADMKના બળવાખોર ધારાસભ્યોના મત પણ સામેલ છે. વિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં ફક્ત 22 મત પડ્યા. વોટિંગ દરમિયાન 5 ધારાસભ્યો ગેરહાજર રહ્યા. વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને વિજયની AIADMKના બળવાખોર ધારાસભ્યો સાથેની મુલાકાત પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ ખોટું છે. આ બદલાવ છે કે સોદાબાજી. શું આ તમારી સ્વચ્છ સરકાર છે. TVK સરકારે ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા નહીં, પરંતુ Real ગવર્નન્સ કરવી જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રમ્પ 8 વર્ષ પછી ચીન પહોંચ્યા:દીકરો-વહૂ પણ સાથે; જતાં પહેલાં કહ્યું હતું- ઈરાન યુદ્ધ રોકવા માટે ચીનની મદદની જરૂર નથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે 8 વર્ષ પછી ચીનના પ્રવાસે પહોંચ્યા. તેમનું વિમાન બેઇજિંગ કેપિટલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું, જ્યાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ અને ચીની રાજદ્વારી શી ફેંગે તેમનું સ્વાગત કર્યું. એર ફોર્સ વનમાંથી ઉતરતી વખતે લગભગ 300 બાળકો વાદળી અને સફેદ રંગના યુનિફોર્મમાં એરપોર્ટ પર હાજર હતા. તેઓ અમેરિકા અને ચીનના ઝંડા લહેરાવી રહ્યા હતા. ટ્રમ્પ સાથે તેમના પુત્ર એરિક ટ્રમ્પ અને પુત્રવધૂ લારા ટ્રમ્પ પણ હાજર હતા.વાંચો સંપૂર્ણ સમાચાર 4. સોનું 9 હજાર અને ચાંદી 22 હજાર મોંઘી થઈ:સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારીને 15% કરી, PMએ કહ્યું હતું કે સોનું ન ખરીદો; જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી છે. બુધવારે જારી કરાયેલા આ આદેશ બાદ આજે એટલે કે 13 મેના રોજ સોના-ચાંદી બજારમાં સોનું 9 હજાર અને ચાંદી 22 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1.60 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.87 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછું કરવાનો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. NEET પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો:અરજીમાં જણાવાયું- NTA પરથી વિશ્વાસ ઉઠી ગયો, સુપ્રીમ કોર્ટ ફરીથી પરીક્ષા કરાવે; CBI નાસિક પહોંચી, યુવક કસ્ટડીમાં NEET UG 2026 પરીક્ષા રદ કરવાના મામલે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. તેમાં ન્યાયિક દેખરેખ હેઠળ ફરીથી પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી હતી. FAIMAએ કહ્યું છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની કાર્યપ્રણાલી પરથી હવે વિશ્વાસ ઉઠી ગયો છે. તેથી, હાલની ગવર્નિંગ બોડીનું પુનર્ગઠન કરવું જોઈએ. FAIMAએ ગઈકાલે કહ્યું હતું કે દેશની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાંની એકનું આયોજન કરતી સિસ્ટમમાં ગંભીર ખામીઓ છે. આ મામલાની સમયસર તપાસ થવી જોઈએ અને જવાબદારી નક્કી કરવી જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમૂલે દૂધના ભાવમાં લિટરે રૂ.2 વધાર્યા, 14 મેથી લાગુ:ભેંસના દૂધમાં પ્રતિ લિટર રૂ.4નો વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પહેલા જ મોંઘવારીનો ડામ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની શક્યતાઓ વચ્ચે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલે લિટરે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો 14 મેથી લાગુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 1 મે, 2025ના રોજ અમૂલે લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની યાદી પ્રમાણે અમૂલ દૂધના મુખ્ય વેરિએન્ટ/પેકમાં પ્રતિ લિટર રૂપિયા 2/- નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 14 મે 2026થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે. મુખ્ય વિગતો:આ ભાવ વધારો મહત્તમ વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% નો વધારો સૂચવે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદથી ધોલેરા 40 મિનિટમાં પહોંચાશે:20,665 કરોડના સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી, ઉદ્યોગો, રોકાણકારો અને વેપાર માટે ગેમચેન્જર સાબિત થશે અમદાવાદથી ધોલેરા હવે માત્ર 40 મિનિટમાં પહોંચાશે. કેન્દ્ર સરકારે 20,665 કરોડના અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. અમદાવાદથી ધોલેરા વચ્ચે અંદાજે 134 કિમીનું અંતર છે અને ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ પ્રોજેક્ટ ઉદ્યોગો, રોકાણકારો અને વેપાર માટે ગેમચેન્જર સાબિત થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ કેબિનેટ બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે, કુલ રૂ. 3.18 લાખ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં અમદાવાદ-ધોલેરા રેલ પ્રોજેક્ટ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 48°C પાર:MP-હરિયાણામાં કરા, UPના બરેલીમાં ગાડીઓ પર વૃક્ષો-થાંભલા પડ્યા; બિહાર-મહારાષ્ટ્રમાં વાવાઝોડા-વીજળીથી 11નાં મોત વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- ઈરાન સામે કોઈ પણ ભોગે યુદ્ધ જીતીશું:કાં સમાધાન કરશે, કાં તબાહ થઈ જશે; અમેરિકાએ યુદ્ધમાં 29 અબજ ડોલર ખર્ચ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનાર શિક્ષક ઝડપાયો:એક સાથી પણ પકડાયો, જૈશ કમાન્ડરને ઘરમાં આશ્રય આપવાનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 4.બિઝનેસ : એર ઇન્ડિયાએ 6 ઇન્ટરનેશનલ રૂટ્સ પર ફ્લાઇટ્સ રદ કરી:23 રૂટ્સ પર ઘટાડી, જૂનથી ઓગસ્ટનું શેડ્યૂલ જાહેર; ફ્યુઅલ મોંઘું થવાને કારણે નિર્ણય વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : MATCH મસાલા : હાર પછી અર્શદીપ-અય્યર વચ્ચે ઝઘડો થયો!:મુંબઈની ટીમની કમાન ફરી રોહિતના હાથમાં જશે?, ફેન્સની સામે બાપુ બગડ્યા, બોલ્યા- હું કંઈ વાંદરો છું વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : 12 દિવસમાં 7 હજાર લોકોએ આદિ કૈલાશ-ૐ પર્વતના દર્શન કર્યાં: ગત વર્ષની સરખામણીમાં યાત્રાળુઓની સંખ્યા ચાર ગણી વધી વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ સાડી પસંદ ન પડી એટલે દુલ્હને લગ્ન તોડી નાખ્યા યુપીના બલિયામાં વરપક્ષ તરફથી લાવવામાં આવેલી સાડી દુલ્હનને પસંદ ન પડી. તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. આ બાબતે બંને પરિવારો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ. અંતે જાન દુલ્હન વગર જ પાછી ફરી ગઈ. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : મોદી રવાના થયા ને સાંસદે રસ્તો સાફ કર્યો:ના હોય… હવે સરકારી કર્મચારીઓને નિવૃત્ત થવાની ફરજ પડાશે; પૂર્વ સાંસદ સાથે AI રમત કરી ગયું! 2. પ્રેમમાં જીત્યા પણ પિતા સામે હાર્યા:જમાઇ, વેવાઇ-વેવાણને ઘરમાંથી ઉઠાવી ગયા, નવપરિણીત પ્રેમી યુગલની લવ સ્ટોરીનો અણધાર્યો અંત આવ્યો 3. ગ્રાઉન્ડ રિપોર્ટ : શું અજિત પવારના પ્લેન ક્રેશ પહેલા થયું તંત્ર-મંત્ર:ગામના લોકોએ કહ્યું- બકરાની બલિ, પૂજા થઈ; પણ આ દાદાનું ખેતર નથી 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : રાજ્યના બે જિલ્લાના 37 હજાર વિદ્યાર્થીઓનો શિક્ષાનો ત્યાગ!:પરિવારની આર્થિક સ્થિતિ અને દિકરીઓની સુરક્ષાએ ભણતર છોડાવ્યું 5. બ્લડ પ્રેશર કેમ વધે છે?:શું BPની દવા આખી જિંદગી લેવી પડે? ડોક્ટર પાસેથી જાણો આવા જ 15 સવાલોના સરળ જવાબ 6. ભાસ્કર એક્સપ્લેનર : પ્લેનમાં ઓપરેશન થિયેટર, કારમાં લોહીનો સ્ટોક:આજે ચીન જશે ટ્રમ્પ; જાણો અમેરિકી રાષ્ટ્રપતિની યાત્રાનો સિક્યોરિટી પ્રોટોકોલ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: સિંહ રાશિના જાતકો માટે સફળતાના પ્રબળ યોગ, ગુસ્સો અને ઉતાવળ કુંભ રાશિના લોકોનું કામ બગાડશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →