મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલ-ડીઝલ ભારતમાં મોંઘું, પાકિસ્તાનમાં સસ્તું; ટ્રમ્પે આપ્યું મોદીને અમેરિકાનું આમંત્રણ, તેલંગાણામાં હીટવેવથી 16 મોત
નમસ્તે, કાલના મહત્વના સમાચાર જોઈએ તો ભારત આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. રૂબિયોની સાથે ટ્રમ્પે મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ મોકલ્યું હતું. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. સતત ત્રીજીવારના ભાવ વધારા સાથે નવ દિવસમાં 5 રૂપિયાનો વધારો થયો છે. ગરમીના કારણે ભારતના રાજ્યો ભડકે બળી રહ્યા છે. તેલંગાણામાં હીટ વેવના કારણે એક જ દિવસમાં 16 લોકોનાં મોત થયાં છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડ સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસ ઝડપી પાડ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળની ફાલતા બેઠક પર થયેલા પુનઃમતદાન (રિપોલિંગ) ના પરિણામો આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું:US વિદેશ મંત્રી માર્કો રુબિયોની PM સાથે મુલાકાત; અમેરિકી મીડિયા બોલ્યું- આ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેવા તીર્થમાં મુલાકાત કરી. આ દરમિયાન તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું. મીડિયા રિપોર્ટ અનુસાર મોદી અને રુબિયો વચ્ચે 1 કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા. આ દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે સુરક્ષા, વેપાર અને મહત્વપૂર્ણ તકનીકોના ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ.વાંચો સંપૂર્ણ સમાચાર 2. એક્ટ્રેસ ટ્વિશાના મોતમાં સુપ્રીમ કોર્ટનો સુઓમોટો:CJIની બેન્ચ સોમવારે સુનાવણી કરશે; દિલ્હી AIIMSની ટીમ કાલે ફરી પોસ્ટમોર્ટમ કરશે ભોપાલમાં નિવૃત્ત જજની પુત્રવધૂ અને અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુના કેસની સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધું છે. સોમવારે ચીફ જસ્ટિસ (CJI)ની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. ટ્વિશાનો પતિ સમર્થ પોલીસ કસ્ટડીમાં છે. શનિવારે તેને ભોપાલ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સમર્થની 7 દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કરી છે. સાથે જ તેનો પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. રવિવારે ટ્વિશાના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ થશે. આ માટે AIIMS દિલ્હીએ ચાર સિનિયર ડોકટરોની ટીમ બનાવી છે. ટીમ શનિવારે રાત્રે ભોપાલ પહોંચી ગઈ હતી. 12 મેની રાત્રે ભોપાલના કટારા હિલ્સમાં ટ્વિશાનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું: 9 દિવસમાં 5 રૂપિયાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલ ₹99.07 અને ડીઝલ ₹94.99 પ્રતિ લિટર થયું દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘુ થઈને ₹99.51 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ડીઝલ 91 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. તેના ભાવ ₹92.49 પર પહોંચી ગયા છે. અમદાવાદમાં પેટ્રોલ 99.07 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર થયું. આ ઉપરાંત, દિલ્હી-એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં CNG હવે 81.09 રૂપિયા પ્રતિ કિલો મળશે. છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો વધારો છે. આ પહેલા સરકારે 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રૂપિયા અને પછી 18 મેના રોજ 1 રૂપિયાનો વધારો કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. તેલંગાણામાં હીટવેવથી 16 મોત: યુપીના બાંદામાં પારો 47°C, એમપી-રાજસ્થાન સહિત 11 રાજ્યોમાં 40°થી 47°; આગામી 2 દિવસ રાહત નહીં દેશનો મોટાભાગનો હિસ્સો આકરી ગરમી અને લૂની ઝપેટમાં છે. તેલંગાણામાં અત્યાર સુધી ગરમી અને હીટવેવના કારણે 16 લોકોના મોત થયા છે. રાજ્યના મહેસૂલ મંત્રી શ્રીનિવાસ રેડ્ડીએ આ માહિતી આપી હતી. શુક્રવારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના 11 રાજ્યોમાં તાપમાન 40°Cથી 47°Cની વચ્ચે રહ્યું હતું. આ 11 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ તાપમાન યુપીના બાંદામાં 47°C અને એમપીના નૌગાંવમાં 46.8°C નોંધાયું હતું. આગામી 2 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કોકરોચ જનતા પાર્ટીનો દાવો- વેબસાઇટ બંધ, ઇન્સ્ટાગ્રામ હેક:સ્થાપકે કહ્યું- સરકાર તાનાશાહ, આંદોલન રોકી શકતી નથી; સોનમ વાંગચુકે કહ્યું- હું પણ કોકરોચ કોકરોચ જનતા પાર્ટી (CJP)એ શનિવારે સરકાર પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવા અને વેબસાઇટ બંધ કરવાનો આરોપ લગાવ્યો. પાર્ટીએ સવારે 8.25 વાગ્યે X પોસ્ટમાં જણાવ્યું કે CJPનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્સેસ કરી શકતા નથી. ત્યારબાદ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ બપોરે 1.14 વાગ્યે X પર કહ્યું- સરકારે અમારી વેબસાઇટ બંધ કરી દીધી છે. તેના પર 10 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 6 લાખ લોકોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. RBIને રૂ. 8.70 કરોડનો ચૂનો લગાવનાર બેંક કર્મચારી ઝડપાયો:ચોરીના પૈસાથી 2 કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી, પત્ની RPFમાં હેડ કોન્સ્ટેબલ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડ સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસ ઝડપી પાડ્યો છે. કરોડો રૂપિયાની ચોરી કર્યા બાદ આરોપીએ અમદાવાદમાં બે કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 2.20 કરોડની રોકડ કબજે કરી છે. આરોપીની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યું': 'મેં તેમનું પિકચર પૂરૂ કર્યું', મહેસાણા ભાજપના કોર્પોરેટરનો બફાટ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું-'આવું કેમ બોલ્યા તેને જ પૂછો' મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ-8માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક ઓડિયો ક્લિપ શુક્રવારે વાઈરલ થઈ હતી. જેમાં ચંદ્રકાંત પટેલ ભાજપના અન્ય એક નેતા સાથે ચૂંટણી મુદ્દે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ચંદ્રકાંત પટેલ એવું કહેતા જણાઈ આવ્યા હતા કે તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પિક્ચર પૂરૂ કરી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વાતચીત અંદાજે 5 મિનિટ ચાલી હતી. તેમાં ચંદ્રકાંત પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે 25 વખત અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જોકે, નીતિન પટેલે આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ આવું કેમ બોલ્યા તેને જ પૂછો. મેં ઉપર રજૂઆત કરી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : NEET પેપર લીકની આરોપી ફિઝિક્સ ટીચર સસ્પેન્ડ:ધરપકડ બાદ મેનેજમેન્ટે કાર્યવાહી કરી, અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયન સેનામાં ભરતી થયેલો પંજાબી યુવક 8 મહિનાથી ગુમ:છેલ્લા 8 મહિનાથી અમૃતસરમાં રહેલા પરિવાર સાથે સંપર્ક નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : શિરડીમાં ₹3 હજાર કરોડના ખર્ચે ડિફેન્સ હબ:રાજનાથ સિંહે દારૂગોળો બનાવતી ફેક્ટરીનું ઉદ્દઘાટન કર્યું; કહ્યું- 25 વર્ષમાં ભારત હથિયારોનો મોટો નિકાસકાર બનશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ચીનની કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 90 લોકોના મોત:અંદર 247 મજૂરો કામ કરી રહ્યા હતા; જિનપિંગે કહ્યું- ગુનેગારોને છોડવામાં આવશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : RBI સરકારને ₹2.87 લાખ કરોડનું ડિવિડન્ડ આપશે:ગયા વર્ષ કરતાં 7% વધારે; ઈરાન-ઈઝરાયેલ સંકટ વચ્ચે સરકારી તિજોરીને મોટી રાહત મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ટેસ્ટ મેચ દરમિયાન રેડ બોલની જગ્યાએ પિંક બોલથી પણ રમાડાશે:ICCનો પ્રયાસ- ખરાબ લાઇટને કારણે મેચ ન અટકે, બંને કેપ્ટનોની સહમતિ જરૂરી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપુર:1 મહિનામાં 19 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા; ખરાબ હવામાને 75 લોકોનો ભોગ લીધો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જયમાળા સમયે વરરાજા બદલાઈ ગયા બિહારના મુઝફ્ફરપુરમાં જયમાળા પહેલાં વર બદલવાનો આરોપ લાગ્યો. છોકરી પક્ષે કહ્યું- ફોટાવાળો છોકરો ઓછી ઉંમરનો હતો, પરંતુ મંડપમાં 40 વર્ષનો વ્યક્તિ બેઠો હતો. હોબાળા બાદ વર અને તેના ભાઈને બંધક બનાવી લેવામાં આવ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: મે મહિનો આટલો ઉકળી રહ્યો છે, જૂનમાં શું થશે; આ વર્ષે આટલી બધી ગરમી કેમ, જાણો ક્યારે આવશે રાહતનો વરસાદ 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : જૈન સાધુના ફોનમાંથી સાધ્વી સાથેના અશ્લીલ ફોટા ચોરાયાનો દાવો: 1 વર્ષ સુધી સાચવી રાખ્યાની 6 ઓડિયોમાં કબૂલાત 3. MATCH મસાલા : ધોનીની કરોડોની સિક્રેટ ડીલ!:પાકિસ્તાની ક્રિકેટર અંડરવર્લ્ડના શરણમાં, લાઈમલાઈટના ચક્કરમાં પંતે જુનિયરનું પત્તું કાપ્યું?; VIDEO 4. ભાસ્કર એક્સક્લૂસિવ : NEET પેપર લીક કરનારા સવાલો ગોખી લાવ્યા હતા:ન પુસ્તકો બહાર આવ્યા, ન અંદર ડિવાઈસ જવા દીધું; છતાં પણ થયા લીક 5. પારકી પંચાત : વાંદરાએ ટ્રેનિંગ સેન્ટર માથે લીધું:લાફાના ડરથી સાહેબો છટકી ગયા; ઉંમરનો ટોણો સાંભળી રૂપાલા અકળાયા, તરત જ વળતો ઘા ઝીંક્યો 6. ભાસ્કર એક્સક્લૂસિવ : કાશ્મીરમાં હિઝબુલ્લાહ જેવા ડ્રોન એટેકનો ખતરો:6 જગ્યા ટાર્ગેટ, પાકિસ્તાનથી 4 આતંકી ઘૂસ્યા; એક લેબનાની- એક કસાબનો પાડોશી ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિને ભાગ્યનો સાથ મળશે, કન્યા જાતકોના સંપત્તિ સંબંધિત વિવાદો ઉકેલાશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →