મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આજે 6 જિલ્લામાં વરસાદની આગાહી, મમતા મોદી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ કરશે, ટ્રમ્પની લાસ્ટ વોર્નિંગ-ઇરાનને તબાહ કરવાનો હુંકાર

National4/19/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આજે 6 જિલ્લામાં વરસાદની આગાહી, મમતા મોદી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ કરશે, ટ્રમ્પની લાસ્ટ વોર્નિંગ-ઇરાનને તબાહ કરવાનો હુંકાર
નમસ્તે, તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થવાને કારણે 23 લોકોના મોત થયા છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધીના નાગરિકતા વિવાદ મામલે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. 2. બિહારમાં ભાજપ વિપક્ષ વિરુદ્ધ આક્રોશ માર્ચ કાઢશે. લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પસાર ન થવા બદલ પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે. 3. ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (વ્યાપાર સમજૂતી) ને લઈને વોશિંગ્ટનમાં વાતચીત થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાન પોતાનું ડેલિગેશન પાકિસ્તાન નહીં મોકલે:ટ્રમ્પની ચેતવણી- ઈરાન પાસે આ છેલ્લી તક; સમજૂતી પર સહી ન કરી તો ઈરાન તબાહ કરી દઈશ ઈરાની સૂત્રોએ સીએનએનને જણાવ્યું હતું કે સોમવારે ઇસ્લામાબાદમાં યુએસ-ઈરાની શાંતિ વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાવાની અપેક્ષા છે. જ્યારે વોશિંગ્ટને વાટાઘાટોની પુષ્ટિ કરી નથી, ત્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેહરાન તેના અત્યંત સમૃદ્ધ યુરેનિયમને છોડી દેવા માટે સંમત થયું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કરાર થઈ શકે છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયાને રવિવારે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનના પરમાણુ અધિકારોને પ્રતિબંધિત કરવાનો કોઈ અધિકાર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 23નાં મોત:13 ઘાયલ, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા; 30 મજૂરો કામ કરી રહ્યા હતા તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં એક ફટાકડા ફેક્ટરીમાં રવિવારે વિસ્ફોટ થયો. ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 23 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. 13 લોકોને ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગી છે. હાલમાં વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મમતાએ કહ્યું- PMએ રાષ્ટ્રને સંબોધનમાં પ્રચાર કર્યો:ચૂંટણી પંચને ફરિયાદ કરીશ; મોદીએ કહ્યું - અનામતનો વિરોધ કરનારાઓને મતથી સજા આપો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી પર રાજકીય પ્રચાર માટે સરકારી મશીનરીનો "દુરુપયોગ" કરવાનો આરોપ લગાવ્યો. હુગલી જિલ્લાના તારકેશ્વરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા બેનર્જીએ કહ્યું કે મોદીએ મહિલા અનામત બિલ અંગે રાષ્ટ્રને કરેલા સંબોધનનો ઉપયોગ ભાજપને પ્રોત્સાહન આપવા માટે કર્યો. "અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું. આ દરમિયાન, પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના વિષ્ણુપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું, તૃણમૂલ કોંગ્રેસ સરકારે બંગાળની દીકરીઓ સાથે દગો કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓ ચોક્કસપણે તેમને આ માટે સજા આપશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 'ધુરંધર 2'એ ‘પુષ્પા 2'ને ઝૂકાવી!:ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની, વિશ્વભરની કમાણીનો આંકડો ₹1748.91 કરોડ પહોંચ્યો ‘ધુરંધર 2’ વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ. ફિલ્મે વિશ્વભરમાં 1,748.91 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મે 1,742.10 કરોડ રૂપિયા કમાવનાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ને પાછળ છોડી દીધી. હવે તે માત્ર દંગલ (₹2070 કરોડ) અને બાહુબલી 2 (₹1,788.06 કરોડ)થી પાછળ છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મે રિલીઝના 31મા દિવસે ભારતમાં 4.65 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. ફિલ્મનું કુલ ભારત નેટ કલેક્શન હવે 1,110.47 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું, જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 1,329.31 કરોડ રૂપિયા થઈ ગયું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. છત્તીસગઢ-મહારાષ્ટ્રમાં પારો 45°C પહોંચ્યો:MPના રતલામ-ઉમરિયા દેશના 10 સૌથી ગરમ શહેરોમાં સામેલ; રાંચીના પ્રાણી સંગ્રહાલયમાં કુલર લગાવવામાં આવ્યા દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમીની અસર ચાલુ છે. રાજસ્થાન, યુપી, મધ્ય પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના ઘણા શહેરોમાં શુક્રવારે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું. છત્તીસગઢના રાજનાંદગાંવ અને મહારાષ્ટ્રના વર્ધામાં તાપમાન સૌથી વધુ 45°C નોંધાયું. બંને શહેરો શુક્રવારે દેશના સૌથી ગરમ શહેરો રહ્યા. ટોપ-10 સૌથી ગરમ શહેરોમાં મધ્ય પ્રદેશના રતલામ અને ઉમરિયા પણ સામેલ રહ્યા. રતલામમાં 44°C અને ઉમરિયામાં 43.8°C તાપમાન રહ્યું. ગરમીના કારણે 13 જિલ્લાઓમાં શાળાઓનો સમય બદલી દેવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે 8 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી:40.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદમાં ગરમીનો પારો 40 પર પહોંચ્યો રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યું. રાજકોટમાં 40.9 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 40 ડિગ્રી નોંધાયું. તો બીજી તરફ સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે 8 જિલ્લામાં માવઠાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા':ભાજપના પૂર્વ MP હરિ પટેલનો બફાટ, કોંગ્રેસના પ્રગતિ આહીરનો જવાબ-તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે, ત્યારે સવારે કડીના નંદાસણમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં યુવાનોને દારૂના રવાડે ચઢાવવાનું કામ થઈ રહ્યું છે, ભાજપે રાજકરણને વેપારમાં બદલી નાખ્યું છે. ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા છે. જ્યારે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અંગે બફાટ કરતા કહ્યું કે, જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા. આ નિવેદનનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસના પ્રગતિ આહિરે જણાવ્યું કે, તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ. થોડી શરમ તો કરો. ભાજપમાં આવા જ નેતા ભર્યા છે? ઉલ્લેખનીય છે કે, હરિ પટેલ પોરબંદરના સાંસદ રહી ચૂક્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા:પહેલી પૂજા PMના નામની થઈ, ભક્તોની ભારે ભીડ; બાબા કેદારની પાલખી પણ ઉખીમઠથી રવાના વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇટલીમાં 2 શીખોની ગોળી મારીને હત્યા:કારમાં આવેલા હુમલાખોરોએ કર્યુ ફાયરિંગ, ગુરુદ્વારાની બહાર 10 ગોળીઓ મારી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પિતાએ ટ્વિન્સ દીકરીઓનું ગળું રહેંસી પોલીસને કોલ કર્યો:આખા રૂમમાં ‘રિદ્ધિ-સિદ્ધિ’નું લોહી ફેલાયું; શંકાશીલ પતિએ ઘરમાં CCTV કેમેરા ગોઠવેલા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મેલોનીને બથ ભરીને બે કિસ કરી લીધી:રેડ સૂટમાં જોઈને મેક્રોને કંટ્રોલ ગુમાવ્યો, મેલોની ઘડીક તો ગભરાઈ ગયાં; ફ્રાન્સના રાષ્ટ્રપતિની હરકતનો વીડિયો વાયરલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આજે તેજી સાથે ખુલી શકે છે બજાર:ગિફ્ટ નિફ્ટી 250 અંક વધ્યો; ઈરાન-અમેરિકા તણાવ સહિત 5 પરિબળો ચાલ નક્કી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : કોલકાતા આ સીઝનમાં પહેલી મેચ જીતી:રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું; રિંકુ સિંહે ફિફ્ટી ફટકારીને KKRને જીતાડ્યું, વરુણ-કાર્તિકને 3-3 વિકેટ મળી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આ સપ્તાહ કેવું રહેશે?:કર્ક અને સિંહ રાશિને નોકરીમાં પ્રગતિના દ્વાર ખુલશે; વૃષભ, ધન અને વૃશ્ચિક રાશિને પ્રોપર્ટી સંબંધિત લાભના યોગ વાંચો સંપૂર્ણ સમાચાર 😲 અજબ ગજબ ચોરો ચોરી માટે મકાન માલિક પર ભડક્યા ઉત્તર પ્રદેશના વારાણસીમાં ચોરી કરતા પકડાયા બાદ ચોરોએ મકાનમાલિકને ઠપકો આપ્યો. તેઓએ એક બંધ ઘરમાંથી ₹40 લાખના દાગીના ચોરી લીધા હતા. તેઓ એક નાનું તાળું તોડીને ઘરમાં ઘૂસ્યા હતા. દાગીના વેચવાનો પ્રયાસ કરતી વખતે તેઓ પકડાઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં ચોરો મકાનમાલિકને ઠપકો આપ્યો, પૂછ્યું કે ઘરને તાળું કેમ નથી માર્યું? 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ: ‘હું આસારામ બાપુનો ફિદાયીન છું, બધા વિરોધીઓને ખતમ કરી નાખીશ’: પૈસા ભેગા કરીને AK-47 ખરીદનારો ‘સાધક’ પકડાયો, 9 સાક્ષી પર ગોળીબાર થયો, જુઓ 41 એપિસોડ એકસાથે 2. આજનું એક્સપ્લેનર:શું છે ઈરાનની 'મચ્છર ફ્લીટ', જેણે 2 ભારતીય જહાજો પર ગોળીઓ છોડી; નેતાઓનું કેમ સાંભળતી નથી ઈરાની સેના? 3. સન્ડે બિગ સ્ટોરી : ગુજરાતના કયા વિસ્તારમાં મેઘો ઓછો વરસશે?:એક્સપર્ટે પાછોતરા વરસાદ વિશે ચિંતાજનક આગાહી કરી, કહ્યું- ચોમાસાના દિવસો ઘટ્યા 4. ખાખી કવર : ટીવી શૉમાં દીકરીએ ટ્રિપલ મર્ડરનો ભેદ ખોલ્યો:એક રાક્ષસે સગીરાને પીંખી, દીકરીનું જાતીય શોષણ કર્યું, ત્રણ હત્યાઓ કરીને ઘરની પાછળ દાટી દીધી 5. MATCH મસાલા : દુબે બન્યો કાળા જાદુનો શિકાર!:ફેન્સે જાડેજાને CSKનો સવાલ પુછ્યો, બાપુ બગડ્યા; ચહલે ‘CUTE’ મોડેલ પર માનહાનીનો દાવો કર્યો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે, સિંહ-કન્યા રાશિના જાતકોનું કરિયર સૂર્યની માફક ચમકશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →