મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:SCએ કહ્યું- SIR ગેરકાયદેસર નથી; AI 800 ઘરેલું ફ્લાઇટ્સ ઘટાડશે; વૈભવ સૂર્યવંશીએ ગેલનો રેકોર્ડ તોડ્યો, ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો
નમસ્તે, સુપ્રિમ કોર્ટે SIR ને બંધારણીય ગણાવ્યું છે. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીએ ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં ઇંધણની વધતી કિંમતોની એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પડનારી અસર વિશે પણ જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દેશભરમાં ઈદ મનાવવામાં આવશે. ઘણા રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. 📰 કાલના મોટા સમાચારો 1. સુપ્રીમ કોર્ટે કહ્યું- SIR ગેરકાયદેસર નથી:ચૂંટણી પંચ શરતો સાથે નાગરિકતા ચકાસી શકે છે; SIRમાં 13 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં 7.41 કરોડ નામ રદ થયા સુપ્રીમ કોર્ટે બુધવારે મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR ને કાયદેસર અને બંધારણીય ગણાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે SIR મનસ્વી નથી અને ચૂંટણી પંચને આ માટે વિશેષ પ્રક્રિયા અપનાવવાનો અધિકાર છે. કોર્ટે ચૂંટણી પંચને શંકાસ્પદ નાગરિકતાના આધારે મતદાર યાદીમાંથી દૂર કરાયેલા વ્યક્તિઓના નામ ચાર અઠવાડિયામાં કેન્દ્ર સરકારને મોકલવાનો નિર્દેશ પણ આપ્યો. ચૂંટણી પંચે જૂન 2025 માં બિહારથી SIR ની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 10 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR થઈ ચૂક્યું છે. તેમાં અત્યાર સુધીમાં કુલ 7.41 કરોડ મતદારોના નામ કાપવામાં આવ્યા છે. સૌથી વધુ યુપીમાં 2.89 કરોડ નામ કાપવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાને કહ્યું- અમેરિકા સાથે સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર:એક મહિનાની અંદર હોર્મુઝમાં જહાજોની અવરજવર શરૂ થશે, અમેરિકા નૌકાદળની ઘેરાબંધી હટાવશે ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા સાથેના સંભવિત કરારનો પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. રોઇટર્સ અનુસાર, ઈરાનના સરકારી ટીવીએ એક પ્રારંભિક અને અનૌપચારિક દસ્તાવેજ મળવાનો દાવો કર્યો છે, જેમાં અમેરિકા-ઈરાન કરારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. ડ્રાફ્ટ મુજબ, અમેરિકા ઈરાનની આસપાસથી પોતાની સૈન્ય હાજરી હટાવશે અને નૌકાદળની ઘેરાબંધી સમાપ્ત કરશે. તેના બદલામાં, ઈરાન 30 દિવસની અંદર હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોની અવરજવરને યુદ્ધ પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યવસ્થા અમેરિકી સૈન્ય જહાજો પર લાગુ પડશે નહીં. હોર્મુઝમાં જહાજોની અવરજવરનું સંચાલન ઈરાન અને ઓમાન મળીને કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પૂર્વ મુખ્યમંત્રી વિજયનના સમર્થકોનો ED ટીમ પર હુમલો:કાર પર પથ્થરો અને બોટલો ફેંકી, કાચ તોડી નાખ્યા; દીકરી પર મની લોન્ડરિંગનો આરોપ કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના સમર્થકોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલો કર્યો. EDની 12 સભ્યોની ટીમ સવારે 7 વાગ્યે તિરુવનંતપુરમના બેકરી જંકશન સ્થિત વિજયનના ઘર સહિત 10 સ્થળોએ મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવા પહોંચી હતી. તે સમયે વિજયન અને તેમનો પરિવાર ઘરમાં હાજર હતો. જેવી આ ખબર ફેલાઈ, પાર્ટીના સમર્થકો ઘરની બહાર એકઠા થવા લાગ્યા. બપોરે 1:30 વાગ્યે ટીમ બહાર નીકળી ત્યારે સમર્થકોએ તેમને ઘેરી લીધા. ભીડે તેમની ગાડીઓ પર પથ્થરો અને બોટલો ફેંકી. કારના કાચ તોડી નાખવામાં આવ્યા અને લાકડીઓ વડે પણ હુમલો કરવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. હૈદરાબાદ IPLમાંથી બહાર, રાજસ્થાનની 47 રનથી જીત:વૈભવે 29 બોલમાં 97 રન ફટકાર્યા; આર્ચરે 3 વિકેટ ઝડપી; હવે ક્વોલિફાયર-2માં GT vs RRની મેચ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ IPL 2026માંથી બહાર થઈ ગઈ છે. એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 47 રનથી હાર આપી દીધી છે. હવે 29 મેના રોજ ન્યૂ ચંદીગઢ ખાતે રમાનારી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાનનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચમાં વિજેતા બનનારી ટીમ 31 મેના રોજ અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઈનલ જંગ રમશે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.2 ઓવરમાં 196 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. વૈભવે માત્ર 29 બોલમાં 97 રન બનાવ્યા વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 334.48ની સ્ટ્રાઈક રેટથી 97 રન બનાવ્યા. તેણે ઇનિંગ્સમાં 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. વૈભવ એક IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર પણ બન્યો. તેણે ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ગેલે 2012માં 59 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે સૂર્યવંશી આ સિઝનમાં 65 સિક્સ ફટકારી ચૂક્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. એર ઇન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ 22% સુધી ઘટાડશે:ઇન્ડિગો પણ 7% સુધીની ફ્લાઇટ્સ ઘટાડશે, મોંઘા ઇંધણ અને ઓપરેશન ખર્ચ વધવાની અસર ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ તેની ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 22% સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર જૂનથી ઓગસ્ટ 2026 વચ્ચે અમલમાં રહેશે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ભારે નાણાકીય નુકસાન અને ઓપરેશનલ ખર્ચમાં વધારાનો સામનો કરી રહેલી કંપનીએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલની વધતી કિંમતોને કારણે આ નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા હાલમાં દર અઠવાડિયે લગભગ 4400 ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. આમાં લગભગ 3600 સ્થાનિક અને 800 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે તે બજારની માગ અને ઓપરેટિંગ પરિસ્થિતિઓ પર નજીકથી નજર રાખશે. જેવી પરિસ્થિતિઓ સામાન્ય અને સ્થિર થશે, ફ્લાઇટ્સની સંખ્યા ફરીથી શરૂ કરવા પર વિચાર કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં ઇબોલાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો:મુંબઈથી વડોદરા આવેલા બિઝનેસમેન અમદાવાદમાં દાખલ, 1 ડોક્ટર સહિત ત્રણ વ્યક્તિ પણ ક્વોરન્ટીન આફ્રીકન દેશ કોંગોમાં હાલ ઇબોલા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેને પગલે આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ આવેલા 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મુંબઈથી વડોદરા આવેલા 37 વર્ષીય બિઝનેસમેનમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, એક બિઝનેસમેન પાંચ-સાત દિવસ પહેલા કોંગોથી બોમ્બે આવે છે અને ત્યાંથી પછી વડોદરા આવે છે. વડોદરામાં એમને તાવ આવતો હોય એવું જણાતા એને બેંકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી હેલ્થ વિભાગને જાણ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. બે દિવસ બાદ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી:ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસા પહેલાં ધોધમારના એંધાણ; કાળઝાળ ગરમી પણ યથાવત્ રહેશે ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકારાવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. 30મીથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા હોય તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પ્રી-મોન્સુન વરસાદ 29 મેથી 5 જૂન સુધી શક્ય:90% ભારતને આવરી લેશે, કેરળમાં ભેજ નબળો હોવાથી ચોમાસું અટક્યું; યુપીના બાંદામાં તાપમાન 47.4°C વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારતે જમ્મુ-કાશ્મીર પર ચીન-પાકિસ્તાનનું નિવેદન ફગાવ્યું:કહ્યું- બીજા દેશને ટિપ્પણી કરવાનો હક નથી; ચીને ઇતિહાસ સાથે જોડાયેલો વિવાદ ગણાવ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજીનામાના સવાલ પર CM સિદ્ધારમૈયા બોલ્યા– આવતીકાલે વાત કરીશું:કર્ણાટક કોંગ્રેસ ધારાસભ્યનો દાવો- આવતીકાલે પદ છોડી શકે છે; શિવકુમારનું સીએમ બનવું નિશ્ચિત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલી ઇતિહાસકારે કહ્યું- નેતન્યાહુ રાષ્ટ્રવાદના સૌથી મોટા દુશ્મન:ટ્રમ્પ ઇચ્છે છે કે દુનિયા ઘૂંટણિયે પડે, આ તાનાશાહીથી દુનિયા પાછળ જઈ રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હ્યુન્ડાઈની કારો ₹12,800 સુધી મોંઘી થશે:નવા ભાવ 1 જૂન 2026થી લાગુ થશે, કંપનીએ ઇનપુટ કોસ્ટ વધવાને કારણે લીધો નિર્ણય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ગુજરાતની હાર પર ભડક્યો ગ્લેન ફિલિપ્સ:કહ્યું- દરેક વસ્તુ પક્ષમાં હોવી જરૂરી છે; એક રનની હાર કરતાં આવી હાર સારી, વાપસી કરવી સરળ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અઢળક સંપત્તિ છતાં રાજાની ઊંઘ ઊડી ગઈ:ગુરુના એક બોધપાઠે વ્યાકુળ રાજાને તણાવમાંથી મુક્તિ આપી, જાણો પ્રેરક કથા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પત્ની કાળો કહીને બોલાવે છે, પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વહુથી પરેશાન થઈને માતા તેના પુત્ર સાથે SP ઓફિસ પહોંચ્યા. પુત્ર કમલ કિશોરનું કહેવું છે કે તેની પત્ની વારંવાર આઇફોન, AC જેવી મોંઘી વસ્તુઓ માંગે છે. તેના શ્યામ રંગને કારણે કાળો-કાળો કહે છે. તેની માંગણી પૂરી ન થવા પર આત્મહત્યાની ધમકી આપે છે. પોલીસ હવે મામલાની તપાસ કરી રહી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: અમિત શાહ કંઈક મોટું કરવાની તૈયારીમાં? આ જ મહિને 3 નિર્ણયો; શું ખરેખર ઘૂસણખોરીથી દેશમાં મુસ્લિમ વસતી વધી? 2. Editor's View: પેટ્રોલ-ડીઝલમાં લૂંટનો ખેલ: પ્રજાનો ખો અને ઓઇલ કંપનીઓને બખ્ખાં, યુદ્ધનાં બહાને વસૂલીનો કારસો, જાણો મોદી સરકારના રોદાણાંનું સત્ય 3. MATCH મસાલા : શું કોહલી ચૂંટણી લડશે?: હાર પછી ગુજરાતનો પ્લેયર પ્રેસ સામે ભડક્યો; બાબાએ બોલિંગ કરી અને પિયુષ ચાવલાએ સિક્સર મારી 4. એક્સક્લૂસિવ : 'ઇન્ડિયાના ભાયુ પેટ્રોલ ગોતે, મોદી કાકા તો વિદેશમાં ફરે': ગુજરાતના 2 ભાઇઓના કટાક્ષ ભરેલા ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, 5 દિવસમાં 70 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં 5. પારકી પંચાત : ડેપ્યુટી કલેક્ટરનો શર્ટ ફાડ્યો… બટન તોડ્યા…: સાહેબને ઉભી બજારે દોડાવ્યા; ભાજપના MLAનું મોઢું ચડી ગયું; પોલીસ કોર્પોરેટરનો હાથ પકડી બોર્ડમાં બેસાડી ગઈ 6. પ્રેમી બોલ્યો- આ મારો છોકરો નથી, આપણાં સંબંધોમાં નડતર છે: પથ્થરદિલ જનનીએ પુત્રને પલંગ પર પછાડી મોતને ઘાટ ઉતાર્યો, ક્રૂરતાની સાક્ષી બની ઓરડી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન રાશિ માટે કમાણીની સોનેરી તક, મકર રાશિ માટે ગ્રહ ગોચર લાવશે મોટી તક (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →