મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સુપ્રીમની ટકોર- IASના બાળકોને અનામત કેમ?; મોદીને ઝાલમુરી ખવડાવનારને પાક.થી ધમકી, ગુજરાતમાં ડીઝલની મોકાણ
નમસ્તે, કાલના મોટા સમાચાર જોઈએ તો સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે કે જેના માતા-પિતા IAS છે તો તેના સંતાનોને અનામત કેમ? બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાલમુરી ખવડાવનાર વેપારીને પાકિસ્તાનથી વીડિયો કોલ કરીને કોઈએ ધમકી આપી છે. ભારતમાં ગરમીનો કહેર છે. વિશ્વના સૌથી ગરમ 22 શહેરો જાહેર થયા છે તે તમામ શહેરો ભારતના છે. એક્ટ્રેસ ટ્વિશાના પતિને જબલપુરથી ઝડપી લેવાયો છે. ગુજરાતમાં ડીઝલની મોકાણ થઈ છે અને તેના કારણે ખેડૂતોને અને ડીઝલ કારના ચાલકોને ભારે તકલીફ પડી રહી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી રોજગાર મેળાને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ 51,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપશે. 2. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ બે દિવસના ચીનના પ્રવાસે રહેશે. 3. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ચાર દિવસના ભારતના પ્રવાસે રહેશે. 📰 કાલના મોટા સમાચારો 1. સુપ્રીમ કોર્ટે કહ્યું, માતા-પિતા IAS તો બાળકોને અનામત કેમ?:ક્રીમી લેયરના બાળકો રિઝર્વેશન લેતા રહેશે તો તેમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારી નોકરીમાં ક્રીમી લેયરના ઉમેદવારોના અનામત લેવા પર ચિંતા વ્યક્ત કરી. કોર્ટે કહ્યું- જો માતા-પિતા બંને IAS અધિકારી હોય, તો તેમના બાળકોને અનામત શા માટે મળવું જોઈએ? શિક્ષણ અને આર્થિક સશક્તિકરણની સાથે-સાથે સામાજિક ગતિશીલતા પણ આવે છે. આવા સંજોગોમાં જો સમૃદ્ધ બાળકો માટે ફરીથી અનામત માંગવામાં આવે, તો આપણે ક્યારેય આ ચક્રમાંથી બહાર નીકળી શકીશું નહીં. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે આ ટિપ્પણી ત્યારે કરી. જ્યારે તેઓ કર્ણાટક હાઈકોર્ટના એક નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'બોમ્બથી ઉડાવી દઈશું':PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો વીડિયો કોલ પશ્ચિમ બંગાળના ઝાડગ્રામમાં ઝાલમુરી વેચનાર દીપક કુમારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દીપકની દુકાનમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન ઝાલમુરી ખરીદીને ખાધી હતી. આ ઘટના પછી દીપક કુમાર ચર્ચામાં આવ્યા હતા. દીપકે જણાવ્યું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ફોન કોલ આવી રહ્યા છે. કોલ કરનારા લોકો તેમની દુકાન ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે. દીપકે જણાવ્યું કે એક વીડિયો કોલમાં કેટલાક લોકો તેમને હથિયારો પણ બતાવી રહ્યા હતા. તેના કારણે તેઓ અને તેમનો પરિવાર ખૂબ તણાવમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. વિશ્વના બધા 22 સૌથી ગરમ શહેરો ભારતના:આમાં ઉત્તરપ્રદેશના 13 શહેર; 35 શહેરમાં રાત્રે પણ ગરમ પવન ફૂંકાય છે આગામી ત્રણ દિવસ સુધી દેશમાં ગરમીથી કોઈ રાહત મળે તેવી શક્યતા નથી. AQI વેધર મુજબ, શુક્રવારે બપોરે 3 વાગ્યે, વિશ્વના 22 સૌથી ગરમ શહેરોમાં તાપમાનનો પારો 47°C થી વધુ નોંધાયો હતો. આ બધા શહેરો ભારતમાં છે, જેમાંથી 13 શહેરો ઉત્તર પ્રદેશમાં છે. ઓડિશામાં બોલાંગીર અને બિહારમાં સાસારામ સૌથી ગરમ રહ્યા હતા. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દેશભરના 35 શહેરોમાં રાત્રિનું તાપમાન 30°Cથી વધુ હતું. રાજસ્થાનના હનુમાનગઢમાં સૌથી વધુ તાપમાન 33.7°C નોંધાયું હતું. આ વખતે સૌથી મોટો ભય એ છે કે દિવસના હિટવેવ પછી રાત પણ ગરમ રહે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકની માગ- શિક્ષણમંત્રી રાજીનામું આપે:અભિજીતના માતા-પિતાએ કહ્યું- 2 રાતથી ઊંઘ્યા નથી, દીકરાની ધરપકડ થવાનો ડર લાગે છે 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેએ શુક્રવારે સોશિયલ મીડિયા પેજ બનાવ્યાના 7 દિવસ પછી પહેલી ઓનલાઈન પિટિશન લઈને આવ્યા. જેમાં તેમણે NEET પેપર લીક મામલે શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરી છે. દીપકેએ X પર વીડિયો પોસ્ટ કર્યો. તેમણે કહ્યું- આજે આપણે એક પિટિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરવામાં આવી છે. તમે બધા લોકો વધુમાં વધુ આ પિટિશન પર સહી કરો. જેથી સિસ્ટમની ભૂલ પર સવાલ ઉઠી શકે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. એક્ટ્રેસ ટ્વિશાનો પતિ જબલપુર પોલીસની કસ્ટડીમાં:સરેન્ડર કરવા પહોંચ્યો હતો, દિલ્હી AIIMSની ટીમ ડેડબોડીનું ફરી પોસ્ટમોર્ટમ કરશે; CBI તપાસને મંજૂરી એક્ટ્રેસ-મોડલ ટ્વિશા શર્મા કેસમાં આરોપી પતિ સમર્થ સિંહ શુક્રવારે સાંજે જબલપુર જિલ્લા કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો છે. આ પહેલા તેણે હાઈકોર્ટમાં દાખલ કરેલી આગોતરા જામીન અરજી પણ પાછી ખેંચી લીધી હતી. જ્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ટ્વિશા શર્માના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે દિલ્હી AIIMSના ડાયરેક્ટરના નેતૃત્વમાં એક ટીમ ભોપાલ AIIMSમાં પોસ્ટમોર્ટમ કરશે. આખી પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. ત્યાં સુધી પોલીસને મૃતદેહ સુરક્ષિત રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'ડીઝલ બચાવવા IPL અને ડાયરાઓ બંધ કરવા પડે તો કરો':સિઝન સમયે જ ખેડૂતોને ટ્રેકટર માટે પૂરતું ડીઝલ ન મળતી હોવાની બૂમ, કિસાન સંઘે કહ્યું લોકો-સરકાર ખેડૂતોની ચિંતા કરે ચોમાસા પૂર્વે ખેતરો તૈયાર કરવામાં ખેડૂતો વ્યસ્ત બન્યા છે. જમીન તૈયાર કરવા માટે હાલ ટ્રેકટરની જરુરિયાત રહેતી હોય ડીઝલની ડીમાન્ડ વધી છે. તો બીજી તરફ ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવના કારણે ડીઝલની અછત સર્જાઈ છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતીના બદલે પેટ્રોલ પંપ પર બેરલ લઈને લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કિસાન સંઘે રજૂઆત કરતા કહ્યું છે કે, જરુર પડે તો IPL, લોકડાયરા અને મેળાવડાઓ બંધ કરવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદના નકલી PSIએ ચાર રાજ્યની 21 યુવતીને ફસાવી પૈસા પડાવ્યા: ડેટિંગ- મેટ્રોમોનિયલ સાઇટ પર સાયબર ક્રાઈમના અધિકારીની ઓળખ આપતો, AIથી આઈકાર્ડ બનાવ્યું ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI તરીકે ઓળખ આપી ચાર રાજ્યની 21 જેટલી યુવતીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મૂળ અમદાવાદનો અને હાલ ઉદેપુર (રાજસ્થાન) રહેતો આ આરોપી AI જનરેટેડ નકલી ડોક્યુમેન્ટ્સ બતાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. અમદાવાદમાં નરોડા અને નવરંગપુરાની યુવતીઓને શંકા જતાં આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કલકત્તા હાઈકોર્ટે કહ્યું-બકરીદ પર ગાયની કુરબાની જરૂરી નથી:બંગાળમાં પશુવધ નોટિસ પર રોક લગાવવાનો ઇનકાર; હુમાયુ કબીર બોલ્યા- કુરબાની આપીશું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાન પહોંચ્યો વાઇરલ 'કોકરોચ'નો ક્રેઝ:ભારત પછી પાકિસ્તાનમાં બની 'કોકરોચ અવામી પાર્ટી', બાયોમાં લખ્યું- કોપી કર્યું છે, પણ હેતુ એ જ છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : વીણી વીણીને ઘૂસણખોરને દેશમાંથી બહાર કાઢીશું:શાહે કહ્યું- પાકિસ્તાન-બાંગ્લાદેશ સરહદ પર ‘સ્માર્ટ બોર્ડર’ સુરક્ષા સિસ્ટમ લાગુ થશે; ડ્રોન, રડાર, સ્માર્ટ કેમેરા લગાવાશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હોર્મુઝમાં જહાજો પાસેથી ફી વસૂલવાની તૈયારીમાં ઈરાન:ઓમાન સાથે પેમેન્ટ સિસ્ટમ પર વાતચીત ચાલુ, અમેરિકાએ કહ્યું- આ મંજૂર નથી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : SBI-બેંક આજથી 6-દિવસ બંધ, આજે જ જરૂરી કામ પતાવી લો:23 થી 28 મે સુધી કામકાજ થશે નહીં; વીકએન્ડ, હડતાળ અને બકરી ઈદની રજા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : CSKને દાઝ્યા ઉપર ડામ લાગ્યો!:આ 5 કારણોથી ખરાબ રીતે IPL પ્લેઓફમાંથી બહાર થઈ, ઋતુરાજ સહિત ટીમ પ્લેયર્સને લાખોનો દંડ ફટકારાયો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતને યમરાજની શીખ:જીવનને સફળ અને સંતુલિત બનાવવા માટે સારા કર્મોની સાથે નમ્રતા સૌથી જરૂરી, અહંકારથી બચો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: 'ઓપરેશન ધુરંધર'થી પાકિસ્તાનમાં ખૌફ:પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ હમઝાને પતાવી દીધો, આતંકના આકાઓનો વીણીવીણીને ખાત્મો 2. આજનું એક્સપ્લેનર:કોકરોચ જનતા પાર્ટીનું શું થશે; પરપોટો ફૂટશે, સરકાર દબાવી દેશે કે રાજકીય ધમાલ મચાવશે 3. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : જૈન સાધુ-સાધ્વીના અશ્લિલ ફોટો વાયરલ થવાનું ચોંકાવનારું સત્ય:ફરિયાદીને ધમકી-‘બોલતા નહીં, 5 કરોડમાં ડિલ થઈ છે’; તપાસમાં 4 રાજ્યોના 15થી વધુ લોકોના નામ ખૂલ્યા 4. MATCH મસાલા : જાડી કહેતા સારા ભડકી, ગિલ બગડ્યો!:અર્શદીપે બોડીશેમિંગ કર્યું, ક્રિકેટના સ્ટુડિયોમાં ગીરની કેસર કેરીનો જલવો 5. ફિલ્મી ફેમિલી : મૌની રૉયે દિશા પટની સાથે લગ્ન કર્યા?:પ્લાસ્ટિક સર્જરીને કારણે આખો ચહેરો બદલાયો! 'દેવોં કે દેવ મહાદેવ' ફૅમ મોહિત રૈના સાથે હતું અફેર 6. 11મીએ આકૃતિની ધરપકડ, 13 એપ્રિલે હિંસા કેવી રીતે ભડકાવી:નોઇડા પ્રોટેસ્ટ કેસ; વકીલે કહ્યું- પોલીસનો હાથ ખાલી, 1 કરોડના ટ્રાન્ઝેક્શનના પુરાવા નથી 7. ભાસ્કર એક્સપ્લેનર : તેલ વેચીને એક રૂપિયો પણ ખર્ચ કરતું નથી નોર્વે:દુનિયાનું સૌથી મોટું ફંડ, 7 હજાર કંપનીઓની ભાગીદારી ખરીદી; શું એટલા માટે ગયા પીએમ મોદી 8. ઉનાળામાં ડિહાઇડ્રેશનથી મસલ્સ પેઇનની સમસ્યા:10 સંકેતોને અવગણશો નહીં, લાઇફસ્ટાઈલમાં 9 જરૂરી ફેરફારો કરો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ રાશિના લોકો માટે મહેનત વધારે અને પરિણામ ઓછું જેવી સ્થિતી, કન્યા રાશિના લોકોને શુભ સમાચાર મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →