મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા; રાહુલે કહ્યું- આર્થિક તોફાન આવશે, ટ્રમ્પ- નેતન્યાહૂની હત્યા કરનારને 500 કરોડનું ઈનામ

Gujarat5/19/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા; રાહુલે કહ્યું- આર્થિક તોફાન આવશે, ટ્રમ્પ- નેતન્યાહૂની હત્યા કરનારને 500 કરોડનું ઈનામ
નમસ્તે, કાલના મોટા સમાચારો જોઈએ તો યુપીના રાયબરેલી ગયેલા રાહુલ ગાંધીએ સભામાં કહ્યું હતું કે, બહુ મોટું આર્થિક તોફાન આવી રહ્યું છે. જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન મોદી દેશવાસીઓને વિદેશ પ્રવાસ ટાળવા કહે છે પણ પોતે વિદેશ જાય છે. ઈરાન- અમેરિકા યુદ્ધમાં હજુ ટેન્શન ટળ્યું નથી. ટ્રમ્પ ગમે ત્યારે મોટો હુમલો કરી શકે. પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા પાંચ દિવસમાં 3 વખત ભાવ વધારો થયો છે. એક લીટરે લગભગ 4 રૂપિયા વધી ગયા છે. અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં ફેલાયેલા ક્રિપ્ટો નેટવર્ક સામે તપાસ એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓના ક્રિપ્ટો વોલેટ મારફતે આશરે રૂ. 226.54 કરોડના વ્યવહારો થયા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી યુપીના અમેઠીમાં કાર્યકર્તાઓને સંબોધિત કરશે. 2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ પીએમ જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. રાયબરેલીમાં રાહુલ ગાંધી બોલ્યા- આર્થિક તોફાન આવવાનું છે:ખૂબ જ મુશ્કેલ સમય આવી રહ્યો છે, એક્શન લેવાને બદલે મોદીજી વિદેશ ગયા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 2 દિવસના યુપી પ્રવાસે છે. મંગળવારે રાયબરેલીમાં રાહુલે કહ્યું- હવે આર્થિક તોફાન આવવાનું છે. પીએમ મોદીએ અદાણી અને અંબાણીવાળું જે આર્થિક માળખું બનાવ્યું છે, તે તૂટીને પડશે. તેનું નુકસાન સામાન્ય જનતાને થશે. યુપીની જનતાને આંચકો લાગશે. ખૂબ જ મુશ્કેલ સમય આવી રહ્યો છે. એક્શનને બદલે પીએમ કહી રહ્યા છે કે વિદેશ યાત્રા પર ન જાવ, જ્યારે પોતે દુનિયાના ચક્કર કાપી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાન ટ્રમ્પ- નેતન્યાહુની હત્યા કરનારને ₹500 કરોડનું ઈનામ આપશે:સંસદમાં બિલ લાવવાની તૈયારી, ટ્રમ્પે ઈરાન પર આજે થનારો મોટો હુમલો ટાળ્યો ઈરાનની સંસદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યા કરનારાઓને ₹500 કરોડથી વધુનું ઈનામ આપતું બિલ લાવી શકે છે. ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, ઈરાની સંસદનું રાષ્ટ્રીય સુરક્ષા આયોગ આ બિલની તૈયારી કરી રહ્યું છે. આયોગના પ્રમુખ ઈબ્રાહિમ અઝીઝીએ કહ્યું કે ‘ઈસ્લામિક રિપબ્લિકના સૈન્ય અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી’ નામથી બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઈરાની સાંસદ મહમૂદ નબાવિયને કહ્યું કે સંસદ જલ્દી આ બિલ પર વોટિંગ કરી શકે છે, જે ટ્રમ્પ અને નેતન્યાહુને જહન્નમ પહોંચાડનારાઓને ઈનામ આપશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેની સહિત અનેક સૈન્ય અને રાજકીય નેતાઓના મોત બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પેટ્રોલ-ડીઝલ 90 પૈસા મોંઘું:5 દિવસમાં બીજી વખત વધારો, અમદાવાદમાં પેટ્રોલ 98.33 અને ડીઝલ 94.10 રૂપિયા પ્રતિ લિટર થયું દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઇંધણના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલા ગત 15 મે, શુક્રવારે જ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી વધઘટ છે. ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડના ભાવ વધવાને કારણે તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રશિયન રાષ્ટ્રપતિ પુતિન સપ્ટેમ્બરમાં ભારત આવશે:BRICS સમિટમાં ભાગ લેશે, 10 મહિનામાં બીજી મુલાકાત; મોદી પણ આ વર્ષે રશિયા જશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત આવશે. રશિયન સરકારે મંગળવારે જણાવ્યું કે પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેશે. PM મોદીએ પુતિનને ડિસેમ્બર 2025માં તેમના ભારત પ્રવાસ દરમિયાન સત્તાવાર રીતે સમિટમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. એક વર્ષની અંદર પુતિનનો આ બીજો ભારત પ્રવાસ હશે. તો, PM મોદી પણ આ વર્ષે રશિયાના પ્રવાસે જશે. આ પહેલા પુતિન ડિસેમ્બર 2025માં ભારત આવ્યા હતા. તે દરમિયાન તેમણે PM મોદી સાથે 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સુપ્રીમ કોર્ટે કહ્યું- ખતરનાક કૂતરાઓને મોતનું ઇન્જેક્શન આપો:લોકોના જીવનું રક્ષણ કરવું તે મહત્વપૂર્ણ; જે પણ અધિકારી નિર્દેશનું ઉલ્લંઘન કરે તેની સામે અવમાનનો કેસ કરો સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં એક જ મહિનામાં 1,084 કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી, તેમના ચહેરા પર ઊંડા ઘા હતા. તમિલનાડુમાં, વર્ષના પ્રથમ ચાર મહિનામાં લગભગ 2 લાખ કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર્દાફાશ:ટેરર ફંડિંગ, ડ્રગ્સ અને ડાર્ક વેબ સાથે અમદાવાદનું કનેક્શન, 9 આરોપીના વોલેટમાં ડોલરમાં ટ્રાન્ઝેક્શન અને પ્રતિબંધિત નેટવર્ક સાથે જોડાણ અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં ફેલાયેલા ક્રિપ્ટો નેટવર્ક સામે તપાસ એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓના ક્રિપ્ટો વોલેટ મારફતે આશરે રૂ. 226.54 કરોડના વ્યવહારો થયા હતા, જેમાં ડાર્ક વેબ, ડ્રગ્સ કારોબાર, આતંકી સંગઠનોને ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક સાથે જોડાણ હોવાના આક્ષેપો છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર ઓનલાઇન નાર્કોટિક્સ વેચતી વેબસાઇટ ARTEMISLAB.CC ના ટ્રાન્ઝેક્શન ગુજરાતના ક્રિપ્ટો વોલેટ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું. તેમાં અમદાવાદના મોહસીન સદીક મોલાણીના વોલેટમાં શંકાસ્પદ ફંડ ટ્રાન્સફર થયાની વિગતો મળી હતી. વધુ તપાસમાં મોહસીન સાથે જોડાયેલા ભારતના અન્ય 9 યુઝર્સના વોલેટ સુધી આ નાણાકીય વ્યવહારો ફેલાયેલા હોવાનું બહાર આવ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદને 26મીએ મળશે નવા મેયર:સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગરમાં 28મીએ જાહેરાત; ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28મી એપ્રિલે પરિણામો જાહેર થયા બાદ સૌ કોઈની નજર રાજ્યની 15 મહાનગરપાલિકાના બનનારા મેયર સહિતના પદાધિકારીઓ પર છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા તમામ નામો પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે પરંતુ, જાહેરાત બાકી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણી માટે 26મીએ સામાન્ય સભા બોલાવાવામાં આવી છે. જ્યારે સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં 28મીએ વરણી કરવામાં આવશે. મેયર સહિત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમી, હીટવેવ ચાલશે:MP-રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં પારો 46° પાર; યુપીનું બાંદા 47.6°C, દેશમાં સૌથી ગરમ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 'હું કોઈ વિદેશી જાસૂસ નથી':PM મોદીને પ્રશ્ન પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની રિપોર્ટરનો ખુલાસો, જાણો કોણ છે હેલ લિંગ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બંગાળના ફાલ્તામાં TMC ઉમેદવાર ચૂંટણી નહીં લડે:પરમ દિવસે ફરી મતદાન; EVMમાં ભાજપના નિશાન પર ટેપ મરાતાં ચૂંટણી રદ્દ થઈ હતી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : દાવો- ઇમરાન ખાનનો તખ્તાપલટ અમેરિકી ષડયંત્ર હતું:પાકિસ્તાની સેનાએ સાથ આપ્યો; અમેરિકાએ કહ્યું હતું- ઇમરાન હટશે તો બધું માફ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : બ્યુટી-પર્સનલ કેર બજાર 2030 સુધીમાં 3.8 લાખ કરોડનું થશે:પરફ્યુમે ડિઓડરન્ટને પાછળ ધકેલ્યું; બોડી વોશનો ગ્રોથ પણ સાબુ કરતાં વધુ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અફઘાનિસ્તાન સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત:બુમરાહ-જાડેજાને આરામ, વન-ડેમાં ઈશાનની વાપસી; સુથાર, બરાર અને હર્ષને પહેલીવાર મળી તક વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અધિક માસને પુરુષોત્તમ માસ શા માટે કહેવાય છે?:આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા, દાન-પુણ્ય, નદી સ્નાન જેવા 10 શુભ કાર્યો કરવાની પરંપરા છે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઘોડા પર બેસીને વસ્તી ગણતરી કરવા પહોંચ્યા માસ્ટરજી ઝારખંડના ગઢવામાં પેટ્રોલ મોંઘું અને રસ્તા ખરાબ હોવા પર ટીચર મુન્ના પ્રસાદ ઘોડા પર બેસીને વસ્તી ગણતરી કરવા પહોંચ્યા. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો છે. લોકો તેમના આ અનોખા અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. એ રહસ્યમય વ્યક્તિ મહિલા હતી કે કોઇ જાણભેદુ?:એક ઇન્સ્ટા રીલ અને રાત્રે બુરખાધારીની એન્ટ્રી, ચેમ્બરમાં એવી ચિઠ્ઠી છોડી કે પોલીસ પણ ચકરાવે ચડી 2. ગુજરાતથી નોકરી છોડી, દિલ્હીમાં વોચમેન બન્યો!:રૂપિયા ડબલ કરવા રસ્તા પર કોથમીર વેચી, ચા-બિસ્કિટ પર દિવસો કાઢી આજે બોલિવૂડ પર નવાઝુદ્દીનનું રાજ 3. હમ લોગ: 'માઈનસ 10 ડિગ્રીમાં મોત, છતાં ખુલ્લા શરીરે કરીએ છીએ તપસ્યા':ધ્યાનમાં જ રોકાય જાય છે અમારા શ્વાસ, મૃત્યુના 15 દિવસ બાદ અંતિમ સંસ્કાર 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : જૂનાગઢ ભાટમાં 150 ગેરદાયદે ઘાટ, ગૂગલ મેપમાં શોકિંગ ખૂલાસો: નદીના પાણીનો રંગ બદલાયો; ભાજપના MLAએ સ્વિકાર્યું- પાણી પીવાલાયક નથી 5. પલ્મોનરી એમ્બોલિઝમથી પ્રતીક યાદવનું મોત:જાણો જીવલેણ બીમારીનું રહસ્ય, કોને જોખમ વધુ; બચાવ માટે જરૂરી સાવચેતીઓ 6. પારકી પંચાત : ડામર રોડ પર દાદા ચોંટી ગયા!:ખેંચીખેંચીને ઉખેડવામાં પબ્લિકને ફીણ આવી ગયા, 'મોદી પછી હું PM બનીશ', શિવજીનાં વરદાનનાં નામે જામનગરની યુવતીની ડીંગેડીંગ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: તુલા, ધન અને કુંભ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ ટકાટક, મકર રાશિના લોકોને કામના કારણે તણાવ રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →