મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાને કહ્યું- ઈઝરાયલને દેશ તરીકે નહીં માનીએ, ચોમાસું કેરલમથી 35Km દૂર અટક્યું; RCB સતત બીજીવાર IPL ફાઈનલમાં
નમસ્તે, ભારતે ચીનને ચેતવણી આપતા કહ્યું કે કાશ્મીર પર દખલગીરી સહન કરવામાં નહીં આવે. બીજી તરફ, પાકિસ્તાને ઇઝરાયેલને દેશ તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં RCBના સતત બીજી વખત IPL ફાઇનલમાં પહોંચવાના સમાચાર પણ જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ચૂંટણી પંચની મતદાર યાદીની વિશેષ તપાસ (SIR)ની વૈધતા પર સુપ્રિમ કોર્ટ ચુકાદો સંભળાવશે. 2. તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરશે. 3. રાહુલ ગાંધીની નાગરિકતા સાથે જોડાયેલા મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પની સલાહનું સૂરસૂરિયું, પાકિસ્તાન આડું ફાટ્યું:ખ્વાજા આસીફે કહ્યું- ઇઝરાયલને દેશ નહીં માનીએ, ટ્રમ્પે મુસ્લિમ દેશોને કહ્યું હતું- ઇઝરાયલ સાથે મિત્રતા કરો પાકિસ્તાને ઇઝરાયલ સાથે મિત્રતા કરવા અને તેને દેશ તરીકે માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાન તેની મૂળભૂત વિચારધારાઓ સાથે સમાધાન કરી શકે નહીં. આસિફે કહ્યું આપણે એવા લોકો સાથે કેવી રીતે બેસી શકીએ જેમની વાત પર એક દિવસ માટે પણ ભરોસો કરી શકાય નહીં. પાકિસ્તાન કદાચ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે, જેના પાસપોર્ટ પર લખેલું હોય છે કે આ ઇઝરાયલ માટે માન્ય નથી. આનાથી પાકિસ્તાનનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ છે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમ દેશોને ઇઝરાયલ સાથે સંબંધો સુધારવા અને અબ્રાહમ કરારમાં જોડાવા અપીલ કરી હતી. પાકિસ્તાનને પણ કહેવામાં આવ્યું હતું કે જો તે અમેરિકા-ઈરાન શાંતિ પ્રક્રિયાનો ભાગ બનવા માંગે છે, તો તેણે ઇઝરાયલને માન્યતા આપવી પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાને અમેરિકાના MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યાનો દાવો:અમેરિકાએ હોર્મુઝ નજીક ઈરાની બોટ પર હુમલો કર્યો, મિસાઈલ સાઈટને પણ નિશાન બનાવી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ યુએસ MQ-9 રીપર ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે. IRGCએ કહ્યું કે ડ્રોન ઈરાની હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યું હતું. ઈરાને કહ્યું કે જો અમેરિકા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે તો તેને જવાબ આપવાનો પુરો અધિકાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે અમેરિકી સેનાએ મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક માઇન્સ બિછાવી રહેલી બોટને ટાર્ગેટ કરી. આ ઉપરાંત બંદર અબ્બાસ પોર્ટ નજીક સરફેસ ટુ એર મિસાઈલ સાઈટ પર પણ હુમલો કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. યુપીનું બાંદા, મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી સૌથી ગરમ, 47.6°C:ચોમાસું કેરળના દરિયાકિનારેથી 30-35 કિમી દૂર અટક્યું દેશના ઉત્તર-પશ્ચિમમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરમાં દિલ્હી-હિમાચલ, યુપી, દક્ષિણ-પશ્ચિમમાં ઓડિશા અને તેલંગાણા ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. પશ્ચિમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ ઇન્ડિયામાં મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં ગરમીનો સૌથી ખતરનાક દોર ચાલી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર સોમવારે યુપીના બાંદા અને વિદર્ભના બ્રહ્મપુરીમાં સૌથી વધુ ગરમી રહી. અહીં સતત 8મા દિવસે 47°C થી વધુ તાપમાન નોંધાયું. છતરપુરનું ખજુરાહો 47.2°C સાથે ત્રીજા નંબરે અને નૌગાંવ 46.8°C સાથે ચોથું સૌથી ગરમ શહેર રહ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ટ્વિશા મૃત્યુ કેસ- CDR-CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા અંગે આજે સુનાવણી:તપાસ CBIના હાથમાં, સાસુ ગિરિબાલા અને પતિ સમર્થ સામે CBIએ FIR નોંધી, આરોપ- દહેજની માંગ એક્ટ્રેસ-મોડલ ટ્વિશા શર્માના મોત કેસમાં કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર) અને સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા માટે ભોપાલ જિલ્લા કોર્ટમાં અલગ-અલગ અરજીઓ કરવામાં આવી છે. સીબીઆઈએ સોમવારે રાત્રે ગિરિબાલા અને સમર્થ સામે એફઆઈઆર નોંધી. એફઆઈઆરમાં દહેજમાં પૈસાની માંગણી હોવાની વાત સ્વીકારવામાં આવી છે. જાણકારી અનુસાર, ટ્વિશાના પરિવાર વતી વકીલ અંકુર પાંડેએ સીડીઆર સુરક્ષિત રાખવા માટે અરજી કરી છે. જ્યારે, સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા માટે ગિરિબાલા સિંહ વતી પણ કોર્ટમાં અરજી આપવામાં આવી છે. બંને અરજીઓ પર મંગળવારે (26 મે) સુનાવણી થશે. વાંચો સંપૂર્ણ સમાચાર
5. બેંગલુરુ સતત બીજીવાર ફાઈનલમાં પહોંચી:ક્વોલિફાયર-1માં ગુજરાતને 92 રને હરાવ્યું; કેપ્ટન રજતે નોટઆઉટ 93 રન બનાવ્યા, જેકબ ડફીને 3 વિકેટ મળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી સીઝનમાં IPLના ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમે મંગળવારે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવ્યું છે. હવે ગુજરાત એલિમિનેટર મેચ જીતનારી ટીમ સામે ક્વોલિફાયર-2 રમશે. એલિમિનેટર સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે ન્યૂ ચંદીગઢમાં રમાશે. બેંગલુરુએ ધર્મશાલામાં ટૉસ હાર્યા બાદ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 19.3 ઓવરમાં 162 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પાટીદાર-કૃણાલ વચ્ચે 95 રનની ભાગીદારી વેંકટેશ અય્યરે 7 બોલમાં 19 રન બનાવીને બેંગલુરુને ઝડપી શરૂઆત અપાવી. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે ઇનિંગ્સ સંભાળી. કોહલીએ 25 બોલમાં 43 અને પડિકલે 19 બોલમાં 30 રન બનાવ્યા. બંનેના આઉટ થયા પછી કેપ્ટન રજત પાટીદારે 33 બોલમાં અણનમ 93 રન ફટકાર્યા. તેની આ ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 9 સિક્સર રહી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. મહેસાણાની પાટીદાર યુવતીની અમેરિકામાં ગોળી મારી હત્યા, CCTV:બુકાનીધારી 26 સેકન્ડમાં ફાયરિંગ કરી ફરાર, 1 વર્ષમાં અમેરિકામાં 4 ગુજરાતીની હત્યા અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરીમાં નોકરી કરતા વધુ એક ગુજરાતની હત્યાનો બનાવ બન્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની અને 10 વર્ષથી અમેરિકામાં રહેતા મેઘના પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા ફાયરીંગ કરી હત્યા નિપજાવી દેવામાં આવી છે. મેઘના પટેલની હત્યાના પગલે તેના વતન જંત્રાલ ગામમાં શોકનો માહોલ છવાયો છે. હત્યાનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો જે પણ સામે આવ્યા છે. મહત્વનું છે કે, અમેરિકામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એક જ મોડસ ઓપરેન્ડીથી ચોથા ગુજરાતની હત્યા કરી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વાઘ-ચિત્તાને લાવવાની વાતો વચ્ચે ગીરમાં 8 સિંહના મોત:5 સિંહબાળ અને 3 સાવજ CDV-બેબેસિયા બીમારીથી તડપીને મર્યા, 2018માં 29 સિંહનાં મોત થયા હતા ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રાજ્યના વનમંત્રી બે સિંહના મોત બેબેસિયાથી થયાની પુષ્ટિ કરી છે, જ્યારે બાકીની અન્ય કારણોથી મોત થયાનું જણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બંગાળમાં ચેક પોસ્ટ પર એકઠા થવા લાગ્યા બાંગ્લાદેશી નાગરિકો:CM શુભેન્દુએ કહ્યું- જલ્દી ભાગો; મુર્શિદાબાદમાં 3 ઘૂસણખોરોને હોલ્ડિંગ સેન્ટર મોકલાયા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : દિલ્હી ક્વાડ બેઠકમાં ઓસ્ટ્રેલિયાએ હોર્મુઝનો મુદ્દો ઉઠાવ્યો:કહ્યું- દરિયાઈ માર્ગોની આઝાદી જરૂરી, ભારત-અમેરિકા વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ કરાર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : વસ્તીમાં જ્યાં અચાનક ફેરફાર આવ્યો, ત્યાંની તપાસ થશે:કેન્દ્ર સરકારે કમિટી બનાવી, ગૃહમંત્રી શાહ બોલ્યા- ઘૂસણખોરી દેશ માટે મોટો પડકાર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ગ્રીન કાર્ડ અરજી પહેલાં મૂળ દેશ પાછા ફરવું પડશે:અમેરિકી સરકારની નવી નીતિઓથી હજારો ઇમિગ્રન્ટ્સની મુશ્કેલી વધી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ડીઝલ મોંઘું- 95 લાખ ટ્રકમાંથી 19 લાખ બંધ:માલ ભાડું 15% સુધી વધ્યું, ખાવા-પીવાનો સામાન મોંઘો થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વાવરિન્કાએ ભાવુક થઈને ફ્રેન્ચ ઓપનને અલવિદા કહ્યું:પહેલા રાઉન્ડમાં હાર્યો; 19 વર્ષના રાફેલ જોદારે ડેબ્યુ મેચમાં હેડલાઇન્સ બનાવી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે પણ અધિક માસની પહેલી એકાદશી: એકાદશી તિથિમાં સૂર્યોદય થશે; વિષ્ણુની પૂજા સાથે દાન-પુણ્ય કરો, સાંજે તુલસી કયારે દીવો પ્રગટાવો વાંચો સંપુૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મહિલા દવાની જગ્યાએ એરપોડ્સ ગળી ગઈ અમેરિકાની 27 વર્ષીય કાર્લી બેલમરે ભૂલથી દવાની જગ્યાએ પોતાના એરપોડ્સ ગળી લીધા. તે સૂતા પહેલાં દવા લઈ રહી હતી, ત્યારે ઉતાવળમાં એરપોડ્સ પાણી સાથે ગળી ગઈ. એરપોડ્સ પેટની અંદરથી પણ ફોન સાથે કનેક્ટેડ હતા. બાદમાં તે મળ દ્વારા બહાર નીકળી ગયા. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. MATCH મસાલા : અર્શદીપને પંજાબની ટીમમાંથી કાઢી મુક્યો?:ઈશાંત શર્માએ રોડ પર બબાલ કરી; લખનઉની ટીમનું અઘરૂં ગણિત, પ્લેયર-સ્ટાફ-ગોએન્કાની મસાલેદાર ઈનસાઈડ 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ગિફ્ટ સિટીના નામે કૌભાંડ કરનાર ઉત્પલ પટેલની વૈભવી જલસાપાર્ટી: પત્નીને 50 લાખ પગારે નોકરીએ રાખી, બનેવીના સ્ફોટક ખુલાસા 3. પ્રેમીના પ્રેમમાં યુવતી પાગલ બની:જિંદગીમાંથી પતિની એક્ઝિટ અને લવરની એન્ટ્રી થઇ, 2 વર્ષના માસૂમ આર્યનની હત્યા કોણે કરી? 4. હમ લોગ : 10 દિવસ થઈ ગયા, આત્માને ક્યારે લઈ જશો:જીવતા માણસમાં ઉતરી પૂર્વજોની આત્મા, અનોખા રિવાજવાળા અડિયા સમુદાયની વાર્તા 5. મંત્રીના પુત્ર પર પોક્સો, RSS-BJPમાં તિરાડ:દારૂ પીવડાવીને રેપ અને 4 મહિના ધમકાવવાનો આરોપ, નામ સામે આવતા સંઘ નારાજ 6. ₹25 હજારના પગારથી કરોડપતિ બની શકાય?:ફાઇનાન્સિયલ એક્સપર્ટ પાસેથી જાણો બચત અને રોકાણના 9 નિયમો; 13 ભૂલો બજેટ વિખી નાખશે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:તુલા, વૃષભ, કન્યા અને મકર રાશિની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, કુંભ જાતકો પર નસીબ મહેરબાન રહેશે (વાંચો સંપૂર્ણ રાશિફળ)
Read Original Article →