મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં જોડાયા, ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર, ગુજરાતમાં પારો 43ને પાર, સાત શહેરો અગનભઠ્ઠી બન્યાંં

National4/24/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં જોડાયા, ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર, ગુજરાતમાં પારો 43ને પાર, સાત શહેરો અગનભઠ્ઠી બન્યાંં
નમસ્તે, રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીના 7 સાંસદો ભાજપમાં જોડાયા છે. બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંગાળમાં દીદીનો ભત્રીજો CM નહીં બને. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં ઇઝરાયેલના PM નેતન્યાહુને થયેલા પ્રોસ્ટેટ કેન્સર વિશે પણ જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પશ્ચિમ બંગાળમાં બે ચૂંટણી રોડ શો કરશે. 2. રાહુલ ગાંધી કોલકાતાના શહીદ મીનાર મેદાનમાં ચૂંટણી જનસભા કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. AAPના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા ભાજપમાં:10માંથી 7 સાંસદો તેમની સાથે હોવાનો દાવો, EDના દરોડાના 10મા દિવસે અશોક મિત્તલે પાર્ટી છોડી આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી સાત ભાજપમાં જોડાશે. શુક્રવારે સાંજે 4 વાગ્યે પંજાબ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભા સાંસદો સંદીપ પાઠક, અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તા અમારી સાથે છે. પત્રકાર પરિષદમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ હાજર હતા. અશોક મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચેરમેન છે અને 10 દિવસ પહેલા (15 એપ્રિલ) જલંધરમાં તેમના ઘરે EDએ દરોડા પાડ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાનના વિદેશ મંત્રી ઈસ્લામાબાદના પ્રવાસે રવાના થયા:અરાઘચી પાકિસ્તાની અધિકારીઓ સાથે બેઠક કરશે, વાતચીતમાં અમેરિકા સામેલ નહીં થાય ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ઈસ્લામાબાદના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેઓ ત્યાં પહોંચીને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાટાઘાટોની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, આ વાતચીતમાં અમેરિકા સામેલ નહીં થાય. આ પહેલા અરાઘચીએ આજે ​​બપોરે પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર સાથે અલગ-અલગ વાતચીત કરી. જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ જાળવી રાખવા પર ચર્ચા થઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બંગાળમાં મોદીએ કહ્યું- TMCનો દીવો ઓલવાઈ રહ્યો છે:શાહે કહ્યું- આગામી મુખ્યમંત્રી અહીં જન્મેલા જ હશે, પરંતુ તે દીદીના ભત્રીજા નહીં હોય પીએમ મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના દમદમમાં રેલી કરી. તેમણે કહ્યું- ટીએમસીની દીવો ઓલવાઈ રહ્યો છે. પરિણામો પછી, ટીએમસીના ગુંડાઓને છુપાવવા માટે ક્યાંય જગ્યા નહીં મળે. મોદીએ કહ્યું બંગાળમાં પરિવર્તનની લહેર છે. ગઈકાલના પહેલા તબક્કાના મતદાને એ વાત પર મહોર લગાવી દીધી છે. મહિલા અનામત અંગે પીએમએ કહ્યું કે ભાજપ દીકરીઓના સપનાઓને કચડી નાખવા દેશે નહીં. બંગાળમાં પહેલા તબક્કાના મતદાન પછી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંગાળમાં બમ્પર મતદાન ભયથી વિશ્વાસની યાત્રા છે. ભાજપ પહેલા તબક્કાની 152 બેઠકોમાંથી 110 બેઠકો જીતી રહી છે. રાજ્યમાં 4 મેના રોજ અમારી સરકાર બનશે. અમારી સરકારની પ્રથમ પ્રાથમિકતા મહિલાઓની સુરક્ષા હશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર, ચુપચાપ સારવાર કરાવી:2 મહિના સુધી માહિતી છુપાવી; ટ્યુમર દૂર કરવા રેડિયેશન થેરાપી લીધી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે જણાવ્યું કે તેમને પ્રોસ્ટેટ કેન્સર થયું હતું. તેમણે રેડિયેશન થેરાપીથી તેની ગુપ્ત રીતે સારવાર કરાવી. લગભગ બે મહિના સુધી આ બીમારીને સાર્વજનિક કરવામાં આવી ન હતી અને હવે સારવાર પૂરી થયા પછી માહિતી આપવામાં આવી છે. 76 વર્ષીય નેતન્યાહુએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે તેમને કેન્સર હોવાનું નિદાન થયું. તેમણે એમ પણ જણાવ્યું કે આ વર્ષે તેમણે પોતાની મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં જાણી જોઈને વિલંબ કર્યો, જેથી ઈરાન યુદ્ધ દરમિયાન તેનો ઈઝરાયલ વિરુદ્ધ પ્રચાર તરીકે ઉપયોગ ન કરી શકે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપીના પ્રયાગરાજ, મહારાષ્ટ્રના અમરાવતીમાં તાપમાન 44°C:ઓડિશાના 4 જિલ્લામાં શાળાઓ બંધ; રાજસ્થાનમાં મનરેગા મજૂરોના કામનો સમય બદલાયો દેશના ઘણા ભાગોમાં લૂનો પ્રકોપ વધી રહ્યો છે. યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C ને પાર પહોંચી ગયો છે. ગુરુવારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સૌથી વધુ 44.5°C તાપમાન નોંધાયું. યુપીના પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં 44.4°C, જ્યારે અકોલામાં 44.3°C પારો નોંધાયો. વધતી ગરમીના કારણે રાજસ્થાનના જયપુર, કોટા, ચિત્તોડગઢ, જેસલમેર અને દૌસામાં શાળાઓનો સમય સવારે 7.30 વાગ્યાથી કરી દેવામાં આવ્યો છે. બીકાનેર, ઝુનઝુનુ અને જેસલમેરમાં મહાત્મા ગાંધી નરેગા યોજના (મનરેગા) ના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મજૂરો સવારે 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જ કામ કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં હવે પ્રચાર પડઘમ શાંત:જાહેર સભા, રેલી કરી શકાશે નહીં, ગુપ્ત બેઠકો ને રાજકીય સોગઠાબાજીઓ ગોઠવાશે; મતદાન પહેલાં રાજકીય પાર્ટીઓ જોર લગાવી દેશે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ સંપૂર્ણ રીતે શાંત થઈ ગયા હતા.આ સાથે જ મતદાન પહેલાંના 48 કલાક માટે આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશ મુજબ ઉમેદવારો અને રાજકીય પક્ષો હવે જાહેર સભાઓ, રેલીઓ તેમજ પ્રચાર-પ્રસારના તમામ સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. મતદારોને નિષ્પક્ષ અને દબાણમુક્ત વાતાવરણમાં મતદાન કરવાની તક મળે તે માટે આદર્શ આચારસંહિતા લાગું કરવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સાત શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર:રાજકોટ-અમરેલીમાં પારો 43°Cને પાર, 29 એપ્રિલ સુધી ભયંકર ગરમી પડશે એપ્રિલના અંતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ગુરુવારે રાજકોટ 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.5° ગરમી સાથે 'રિયલ ફીલ'ની અસર જોવા મળી રહી છે. લોકોને 41.5°Cમાં 43°Cનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે 12થી 4 શહેરના મુખ્ય રસ્તાઓ પર ‘કર્ફ્યૂ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટૂ-વ્હીલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને ‘લૂ’થી બચવા મથામણ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે રાજ્યસભામાં નોટિસ:આના પર 73 સાંસદોની સહી, માર્ચમાં બંને ગૃહોમાં પ્રસ્તાવ રદ થઈ ચૂક્યો છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : "ક્યારેક ભારત આવો અને જુઓ, પછી બોલો":ભારત પર 'નરક'વાળી ટિપ્પણી મામલે ઈરાને ટ્રમ્પને બતાવ્યો અરીસો, આપ્યો જડબાતોડ જવાબ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : CJI બોલ્યા- બંગાળનો મતદાર ટર્નઆઉટ જોઈને ખૂબ ખુશ છું:SIR યાદીમાંથી બહાર ચૂંટણી અધિકારીઓની અરજી પર કહ્યું- આ વખતે મત આપી શકશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બળેલા હોઠ-કપાયેલો પગ: લાચાર મોજતબા:પ્લાસ્ટિક સર્જરીની જરૂર, નકલી પગ લગાવવાનો વારો આવ્યો; સેનાના જનરલ ચલાવી રહ્યા છે દેશ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : મિથોસ AIથી બેંકિંગ સિસ્ટમ પર સાયબર હુમલાનું જોખમ:નાણા મંત્રી સીતારમણે હાઈ-લેવલ બેઠક કરી; શું છે મિથોસ અને તે શા માટે ખતરનાક વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ઓલિમ્પિક-કોમનવેલ્થ પછી હવે 2038 એશિયન ગેમ્સની તૈયારી:ભારતે પ્રસ્તાવ મોકલ્યો; અમદાવાદ મુખ્ય કેન્દ્ર બનશે, OCAની ટીમ ટૂંક સમયમાં મુલાકાત લેશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : જીવનનું સરનામું: ચંદ્ર, શુક્ર અને શનિ...!:લગ્નજીવનમાં શારીરિક સુખ પાછળ ત્રણ ગ્રહોનો હાથ, જન્મકુંડળીનું ગણિત જ્યોતિષ સંશોધનની પાંખે, સુક્ષ્મ આંખે! વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 560 દિવસ બાદ મોબાઈલ ટાવર પરથી નીચે ઉતર્યો વ્યક્તિ પંજાબના ગુરજીત સિંહ ખાલસા 560 દિવસ સુધી BSNL ટાવર પર બેસી રહ્યા. તેમની માંગ ગુરુ ગ્રંથ સાહિબની બેઅદબી (અપમાન) પર કડક કાયદો બનાવવાની હતી. 18 મહિના પછી તેમને નીચે ઉતારવામાં આવ્યા. હવે સરકારે તેમની માંગ મુજબ કડક કાયદો બનાવી દીધો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ: ‘ભાઈ, મને લઈ જા, આ લોકો મને મારી નાખશે’: પીડિતા આશ્રમમાંથી નીકળી તો તેને મારવા ગુંડાઓ મોકલ્યા, જુઓ સિરીઝનો એપિસોડ-46 2. ભાસ્કર સરવે : 403માંથી 256 બેઠકો પર ભાજપ પહેલી પસંદ:UPમાં સપાને 135 બેઠકો; NDAના સાથી પક્ષોને સૌથી વધુ નુકસાન 3. પારકી પંચાત : સંઘવી અકળાયા, રૂપાલાએ ખભે હાથ મુક્યો:કોર્પોરેશનની ચૂંટણી ને સાંસદે વિશ્વની વાતો કરી; વડોદરામાં કોંગ્રેસના નેતાઓને ભાગવું ભારે થઈ પડ્યું 4. એક્સક્લૂસિવ : પટેલની દીકરી લતીફ સામે ચૂંટણી લડવા મેદાને પડી:ડોનના ગઢમાં જઇને પ્રચાર કર્યો, પોલીસે કહ્યું હતું-તમને કંઇ થઇ જશે તો આખું અમદાવાદ ભડકે બળશે 5. ફિલ્મી ફેમિલી : રાજપાલ યાદવે ગુજરાન ચલાવવા ફેક્ટરીમાં દરજી કામ કર્યું:13 વર્ષ નાની ગુજરાતણ સાથે બીજા લગ્ન કરતાં પરિવારે વિરોધ કર્યો, ચિકન બિરયાનીને કારણે જાહેરમાં માફી માગી 6. હવે ટ્રાફિક કન્ટ્રોલ પણ AIથી થશે:વાહનોની સંખ્યા જોઇ આપોઆપ સિગ્નલના સમયમાં વધારો-ઘટાડો કરી દેશે, અમદાવાદના 131 જંકશન સજ્જ થશે 7. ઈલેક્શન એક્સપ્લેનર : બંગાળમાં રેકોર્ડ 93% મતદાન કેમ થયું:મમતા કે ભાજપ કોને મળશે ફાયદો; પાછલી ચૂંટણીઓના વિશ્લેષણ અને નિષ્ણાતો પાસેથી સમજો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ અને કન્યા રાશિના જાતકોનો ભાગ્યોદય થશે; વૃષભ, કુંભ સહિત પાંચ રાશિને વેપારમાં લાભની સ્થિતિ સર્જાશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →