મોર્નિંગ ન્ચૂઝ બ્રીફ:પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ હમઝાની હત્યા; યુદ્ધ માટે ટ્રમ્પ- નેતન્યાહૂ વચ્ચે તડાં; MP-UPમાં સાઉદી અરબ જેવી ગરમી

Gujarat5/21/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્ચૂઝ બ્રીફ:પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ હમઝાની હત્યા; યુદ્ધ માટે ટ્રમ્પ- નેતન્યાહૂ વચ્ચે તડાં; MP-UPમાં સાઉદી અરબ જેવી ગરમી
નમસ્તે, કાલના મોટા સમાચારો જોઈએ તો 2019ના પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી હમઝા બુરહાનની PoKમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. ઈરાન- અમેરિકા યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ફાંટા પડ્યા છે. કોકરોચ જનતા પાર્ટી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે આ પાર્ટીના X એકાઉન્ટને બંધ કરી દેવાતાં તેના સ્થાપકે બીજું X એકાઉન્ટ ખોલી નાખતાં તેને પણ બહોળો પ્રતિસાદ મળ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તો 1 કરોડથી વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. અમદાવાદમાં હત્યાના ગુનામાં જેલમાં રહેલો હેમંત મોદી નામના ગુજરાતી એક્ટર પેરોલ પર ભાગી ગયો હતો. તે લાંબા સમય પછી ક્રાઈમ બ્રાન્ચને હાથ લાગ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય દિલ્હીના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. 2. પશ્ચિમ બંગાળમાં I-PAC સંબંધિત રેડ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. પુલવામા હુમલામાં સામેલ આતંકવાદી હમઝા બુરહાનની હત્યા:PoKમાં અજાણ્યા હુમલાખોરે ગોળી મારી; હમઝા કાશ્મીરનો રહેવાસી, વિઝા પર પાકિસ્તાન ગયો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં પુલવામા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એવું કહેવાય છે કે PoKના મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ હમઝા બુરહાનને નિશાન બનાવીને અનેક ગોળીઓ ચલાવી હતી. હમઝાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ભારતે 2022માં હમઝા બુરહાનને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) અધિનિયમ UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. તેને 2019ના પુલવામા આતંકવાદી હુમલાના કાવતરાખોરોમાંનો એક માનવામાં આવતો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાન યુદ્ધ પર ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ:અમેરિકા ડીલ ઇચ્છે છે; ઇઝરાયલે કહ્યું- હુમલો ન અટકવો જોઈએ, જો આવું કર્યું તો ભૂલ થશે ઈરાન યુદ્ધને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. CNNના રિપોર્ટ અનુસાર, નેતન્યાહુ ઈચ્છે છે કે ઈરાન પર હુમલા ચાલુ રહે, જ્યારે ટ્રમ્પ હાલમાં વાતચીત અને ડીલને તક આપવા માંગે છે. રિપોર્ટ અનુસાર, મંગળવારે બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી ફોન પર વાતચીત થઈ. અમેરિકી અધિકારીએ જણાવ્યું કે નેતન્યાહુએ ટ્રમ્પને કહ્યું કે ઈરાન પર પ્રસ્તાવિત હુમલા રોકવા એ ભૂલ છે અને સૈન્ય કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પશ્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં 'વંદે માતરમ્' ગાવું ફરજિયાત:ગૌહત્યા પર પ્રતિબંધ, CAA લાગુ, BSFને ફેન્સિંગ માટે જમીન આપી; 12 દિવસમાં સરકારના 12 નિર્ણયો પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગ હેઠળ આવતી તમામ મદરેસાઓમાં 'વંદે માતરમ' ગાવું ફરજિયાત કર્યું છે. આ આદેશ 19 મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ માહિતી ગુરુવારે સામે આવી હતી. સરકારના આદેશ મુજબ,આ નિયમ સરકારી મોડેલ મદરેસાઓ, સરકારી સહાયતા અને બિન-સહાયતા માન્યતા પ્રાપ્ત મદરેસાઓ પર તાત્કાલિક લાગુ પડશે. નવા આદેશ બાદ હવે વર્ગ શરૂ થાય તે પહેલાં સવારની પ્રાર્થના સભા (એસેમ્બલી)માં વંદે માતરમ ગાવું ફરજિયાત રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ બ્લોક, નવું બનાવ્યું:લખ્યું- કોકરોચ મરતા નથી; ફાઉન્ડરનો આરોપ- ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરવાની કોશિશ થઈ ડિજિટલ સંગઠન કોકરોચ જનતા પાર્ટી (CJP)નું X એકાઉન્ટ ગુરુવારે બ્લોક કરી દેવામાં આવ્યું. સંગઠને થોડા સમય પછી નવું એકાઉન્ટ બનાવ્યું. તેનું નામ ‘કોકરોચ ઇઝ બેક’ રાખવામાં આવ્યું અને બાયોમાં લખ્યું- “કોકરોચ ડોન્ટ ડાય” એટલે કે કોકરોચ મરતા નથી. નવા એકાઉન્ટ પરથી પહેલી પોસ્ટ ગુરુવારે બપોરે 2:29 વાગ્યે કરવામાં આવી. સાંજે 7 વાગ્યા સુધીમાં તેના 50 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. CJI સૂર્યકાંતના ‘કોકરોચ’ વાળા નિવેદનના વિરોધમાં બનેલી આ પાર્ટીના જૂના X એકાઉન્ટ પર 1.93 લાખથી વધુ ફોલોઅર્સ હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. MP, UP, હરિયાણામાં સાઉદી અરબ જેવી ગરમી:MP-મહારાષ્ટ્રમાં પણ પારો 47°C પહોંચ્યો, યુપીમાં ગરમીથી સ્કૂલની 8 વિદ્યાર્થિનીઓ બેભાન થઈ 25 મેથી નવતપા શરૂ થઈ રહ્યા છે, પરંતુ તે પહેલા જ તાપમાન 48°C પર પહોંચી ગયું છે. આ આંકડો ઉત્તર પ્રદેશના બાંદામાં નોંધાયો હતો. તાપમાનની દ્રષ્ટિએ 20 મેના રોજ બાંદા વિશ્વનું ત્રીજું સૌથી ગરમ શહેર રહ્યું. બાંદા કરતાં વધુ તાપમાન ફક્ત ઇજિપ્તના અસવાનમાં 49.4°C અને સાઉદી અરેબિયાના અરાફાતમાં 48.4°C રહ્યું. વિશ્વભરમાં સૌથી વધુ તાપમાન ધરાવતા ટોપ-5 શહેરોમાં ખજુરાહો 47.4°C સાથે ચોથા નંબરે રહ્યું. આ તરફ, બલરામપુરમાં ભીષણ ગરમીના કારણે કસ્તુરબા ગાંધી આવાસીય વિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન 8 વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ.વાંચો સંપૂર્ણ સમાચાર 6. વન નેશન, વન ઈલેકશન, JPCના સભ્યોની ત્રણ દિવસની બેઠકનું સમાપન:ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં થશે, 2029માં અમલ થાય તો ફરી 2034માં યોજાશે: અધ્યક્ષ વન નેશન, વન ઈલેકશન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસ JPCના સભ્યો ગુજરાત આવ્યા હતા. ત્રીજા અને અંતિમ દિવસે અધિકારીઓ, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, મીડિયા અને સંસ્થાઓ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના વિરોધના મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જ્યારે શિક્ષણ, ઉદ્યોગ અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો દ્વારા પણ અલગ-અલગ અભિપ્રાયો રજૂ કરાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 12 વર્ષ એક્ટિંગ કરનાર ગુજરાતી હીરો હત્યારો નીકળ્યો:આજીવન કેદની સજામાં પેરોલ જમ્પ કરી અમિતાભ-આમિર સાથે કામ કર્યું; હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ‘ફિલ્મ ઉતારશે’ રૂપેરી પડદા પર નાના મોટા રોલ કરતો, નાટકોમાં અભિનય કરતો અને ફિલ્મી દુનિયામાં ઓળખ ઉભી કરનાર એક કલાકાર હકીકતમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ફરાર કેદી નીકળ્યો છે. વર્ષો સુધી મુંબઈની ફિલ્મી દુનિયામાં ફરતો રહ્યો છતાં કોઈને તેની અસલી ઓળખનો અંદાજ પણ આવ્યો નહીં, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી એક બાતમીએ ફિલ્મી ચહેરા પાછળ છુપાયેલા ગુનેગારની પોલ ખોલી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી હત્યાના ગુનામાં ફરાર આરોપી હેમંત નગીનદાસ મોદીની ધરપકડ કરી છે જેણે અમિતાભ અને આમિર સ્ટારર ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, રણવીરસિંહ સ્ટારર જયેશભાઈ જોરદાર સહિતની વિવિધ ફિલ્મોમાં કામ કર્યુ છે, પરંતુ હકીકતમાં તે એક હત્યાનો આરોપી છે જેને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : એર ઇન્ડિયાની દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટ રનવે સાથે અથડાઈ:લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, પાછળના ભાગમાં સ્ક્રેચ આવ્યો; યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પીએમ મોદીને એસ્ટોનિયાનું આમંત્રણ:એસ્ટોનિયાના વિદેશ મંત્રી બોલ્યા- PM મોદી અમારા દેશમાં આવે તો ખુશી થશે, ભારત અમારા માટે મહત્વપૂર્ણ ભાગીદાર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બંગાળમાં ફાલતાના 285 બૂથ પર 86% મતદાન; 24 મેના રોજ પરિણામ આવશે, TMC ઉમેદવાર ગાયબ, ઘર પર તાળું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મેલોની હિન્દીમાં બોલ્યા- પરિશ્રમ જ સફળતાની ચાવી:મોદીએ રોમ અને કાશીને ઇટરનલ સિટી કહ્યા; ઇટાલીના PMને ભારત આવવાનું આમંત્રણ આપ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઇલોન મસ્ક બની શકે છે દુનિયાના પહેલા ટ્રિલિયનેર:સ્પેસએક્સ અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવશે; મૂલ્યાંકન 1.25 ટ્રિલિયન ડોલર આંકવામાં આવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : એક વર્ષમાં 1788 ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમાશે:ઑગસ્ટમાં દિલીપ ટ્રોફીથી સીઝનની શરૂઆત; રણજી ટ્રોફી ફરી બે તબક્કામાં રમાશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુનું કર્ક રાશિમાં મહાભ્રમણ:વૃષભ રાશિના કુંવારાઓ માટે લગ્નના યોગ, કર્ક રાશિના લોકોના કિસ્મતના બંધ દરવાજા ખુલશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ એક પૈડાંવાળી સાયકલ પર યુવક નેપાળ યાત્રાએ નીકળ્યો કેરળનો એક યુવક એક પૈડાંવાળી ખાસ સાયકલથી નેપાળ યાત્રા પર નીકળ્યો. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં તે ટ્રાફિક અને ખરાબ રસ્તાઓ પર ગજબનું સંતુલન બનાવીને સાયકલ ચલાવતો દેખાયો. લોકો તેની કુશળતાના વખાણ કરી રહ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. MATCH મસાલા : બાપ રે, હવે પાકિસ્તાની ક્રિકેટર IPLમાં રમી શકશે?:કાવ્યા મારન વિદેશ જઈને પરણશે; ધોની માયા મુકીને રાંચી ઉપડ્યો, જુઓ VIDEO 2. પારકી પંચાત : રમેશ ધડુકની રોમેન્ટિક કપલ રીલ વાઇરલ:ભાજપે ગોધરાવાળાં જશોદાબેનને બોલવા ના દીધાં, જીગરાએ કોન્સર્ટ કરતા કલાકારોને ચુંટલો ભર્યો 3. 'શુદ્ધિ સભા'માં દર અઠવાડિયે 400 મુસ્લિમ હિન્દુ બને છે:દર વર્ષે અઢી લાખની ઘર વાપસીનો દાવો, રાજા માનસિંહના વંશજ અનવર હવે નરેશ સિંહ 4. યુવકે ઊભી કરી ખાતર બનાવવાની ‘ઘરઘંટી’:એક સમયે ફી ભરવા પૈસા નહોતા, આજે કરોડોનું ટર્ન ઓવર ધરાવતી કંપનીનો માલિક 5. બ્લેકબોર્ડઃ' દાદા ખ્રિસ્તી બની ગયા હતા, કબર ખોદીને લાશ લઈ ગયા':90 ગામના આદિવાસી બોલ્યા- મૃતદેહને દારૂ પીવડાવ્યા વગર દફનાવી શકાતો નથી 6. આઈસ્ક્રીમ-કોલ્ડડ્રિંક બિલકુલ ઠંડક નથી આપતા!:ઊલટાનું શરીરને ગરમ કરે છે, ડૉક્ટર પાસેથી સમજો વિજ્ઞાન; ઠંડક માટે 11 વસ્તુઓ ખાઓ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:વૃષભ રાશિના લોકોને મહેનતનું મનગમતું પરિણામ મળશે, કન્યા રાશિના લોકોને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →