મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પ્રિયંકાનો આકરો આક્ષેપ- BJP-LDF વચ્ચે સિક્રેટ ડીલ; એડ્રેસ પ્રૂફ વગર મળશે 5Kgનું સિલિન્ડર, CM ભૂપેન્દ્રભાઈનો ખડગેને જવાબ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પીએમ મોદીની આસામ રેલીના છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાનના સૂરમાં સૂર મિલાવે છે. બીજા સમાચાર તમિલનાડુથી છે જ્યાં એક સાથે 9 પોલીસકર્મીઓને મોતની સજા ફટકારવામાં આવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટમાં આજે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સુનાવણી થશે. 2. આસામ, કેરળ, પુડુચેરીમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. 📰 કાલના મોટા સમાચારો 1. પ્રિયંકાએ કહ્યું- BJP અને LDF વચ્ચે સીક્રેટ ડીલ:આ જ કારણે મોદી સબરીમાલા ચોરી મામલે મૌન રહ્યા; PMએ કહ્યું-કોંગ્રેસ પાકિસ્તાનનું લખેલું ગીત ગાય છે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારના ભાગ રૂપે કેરળના કન્નુરમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું- આગામી કેરળ ચૂંટણી માટે LDF અને ભાજપ વચ્ચે એક સીક્રેટ ડીલ થઈ છે. અમે સબરીમાલા મંદિરમાં વ્યાપક ચોરીઓ જોઈ, પરંતુ વડાપ્રધાન તરફથી એક પણ શબ્દ બોલાયો નહીં. આ તે ડીલનો પુરાવો છે. PM નરેન્દ્ર મોદી આસામ પહોંચ્યા હતા. આજે તેમની ત્રણ રેલીઓ છે. બરપેટામાં તેમણે જાહેરાત કરી કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન આસામમાં વિજયની હેટ્રિક કરશે, અને કોંગ્રેસ હારની સદી ફટકારશે. તેમણે કહ્યું કે ભાજપ પોતાના વચનો પૂરા કરે છે. કોંગ્રેસ પાસે વિકાસ માટે દ્રષ્ટિનો અભાવ છે અને લાંબા ગાળાનું વિઝન નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. તમિલનાડુમાં 9 પોલીસકર્મીને ફાંસીની સજા:પિતા-પુત્રને આખી રાત ટોર્ચર કરી ક્રૂરતા આચરી, 6 વર્ષ પહેલાં કસ્ટડીમાં મૃત્યુ થયું; કોર્ટે ‘રેયરેસ્ટ ઓફ રેયર’ ગણાવ્યું તમિલનાડુની મદુરાઈ કોર્ટે સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં 9 પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કોર્ટે તેને 'રેરેસ્ટ ઓફ રેર' (અતિ દુર્લભ) ગણાવતા અત્યંત ક્રૂરતા અને સત્તાના દુરુપયોગનો મામલો ગણાવ્યો. આ મામલો 2020માં પિતા-પુત્રના કસ્ટડીમાં થયેલા મૃત્યુ સાથે સંબંધિત છે. છ વર્ષ ચાલેલી સુનાવણી બાદ ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જી. મુથુકુમારને તમામ આરોપીઓને હત્યા અને અન્ય કલમો હેઠળ દોષિત ઠેરવ્યા. કોર્ટે CBIની દલીલ સ્વીકારી કે કસ્ટડીમાં આપવામાં આવેલી યાતના સુનિયોજિત હતી. આખી રાત ટોર્ચર કરવામાં આવ્યું, તેથી મહત્તમ સજા આપવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. એડ્રેસ પ્રૂફ વગર 5 કિલોનો ગેસ સિલિન્ડર મળશે:આધાર કાર્ડ બતાવીને સિલિન્ડર ખરીદી શકાશે, વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરોને રાહત મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્ર સરકારે 5 કિલોગ્રામના LPG સિલિન્ડરના વેચાણના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ એડ્રેસ પ્રૂફ વિના નાનો ગેસ સિલિન્ડર ખરીદી શકશે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, આ પગલું પ્રવાસી મજૂરો અને એવા લોકો માટે લેવામાં આવ્યું છે, જેમની પાસે શહેરમાં કોઈ કાયમી સરનામું નથી. હવે ગ્રાહકોએ ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફક્ત પોતાની કોઈપણ એક ફોટો-ID બતાવવી પડશે અને તેઓ તરત જ સિલિન્ડર લઈ શકશે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડર માટે હવે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. ગ્રાહકો આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા ડોક્યુમેન્ટ્સ બતાવીને સિલિન્ડર લઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારત-બાંગ્લાદેશ બોર્ડર ઘૂસણખોરી, સાપ-મગરનો ઉપયોગ કરી શકે છે BSF:175 કિમીના કાદવવાળા વિસ્તારમાં ફેન્સિંગ મુશ્કેલ, 10 વર્ષમાં ઘૂસણખોરીની 7 હજાર ઘટનાઓ BSF બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે મગર અને સાપનો ઉપયોગ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, 26 માર્ચે ગૃહ મંત્રાલયે BSF મુખ્યાલયને ઓપરેશનલ સ્તરે સરિસૃપો (મગર અને સાપ)ના ઉપયોગ પર વિચાર કરવા આદેશ આપ્યો છે. ભારત-બાંગ્લાદેશની 4,096 કિમી લાંબી સરહદમાં લગભગ 175 કિમીનો હિસ્સો નદી અને કાદવવાળા વિસ્તારમાં આવે છે. આ વિસ્તારોમાં ફેન્સિંગ લગાવવું મુશ્કેલ હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર ઈઝરાયલનો હુમલો: ટ્રમ્પે અહીં એટેક કરવાની ના પાડી હતી; જોર્ડનમાં અમેરિકી લશ્કરી બેઝ પાસે વિસ્ફોટ ઈઝરાયલે સોમવારે ઈરાનની સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ફરીથી મિસાઈલ હુમલો કર્યો છે. આ વિશ્વની સૌથી મોટું ગેસ ફિલ્ડ છે, જે ઈરાન અને કતાર વચ્ચે ફેલાયેલું છે. આ અગાઉ ઈઝરાયલે 18 માર્ચે પણ આ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો હતો. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને આ હુમલા અંગે કોઈ જાણકારી નહોતી. તે સમયે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ પ્રકારના વધુ હુમલા થવા જોઈએ નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'કોંગ્રેસ પ્રમુખને ખબર નથી, આપણે ભણેલા-ગણેલા છીએ':ભાજપના સ્થાપના દિવસે CMએ કહ્યું- 'ખડગેના નિવેદને 6.5 કરોડ ગુજરાતીઓ અને ગાંધી-સરદારની ભૂમિની ગરિમા લજવી છે' ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની રેલીમાં ગુજરાતીઓને 'અભણ' ગણાવતા ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ખડગેએ રવિવારે આપેલા નિવેદનને લઈ મુખ્યમંત્રીએ રવિવારે રાત્રે જ તીખી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી સમયે પણ ગુજરાતીઓને લઈ આપેલા નિવેદનને વખોડી કાઢ્યું હતું. ખડગેના નિવેદનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેએ આ નિવેદન આપી સાડા છ કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે. સાથે-સાથે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિના ગૌરવને પણ ઠેંસ પહોંચાડી છે. ખડગેનું શરમનજક નિવેદન સ્પષ્ટ કરે છે કે, મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલા જનસમર્થનથી કોંગ્રેસ અસુરક્ષિત મહેસૂસ કરે છે. પાંચ રાજ્યોની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ આવા નિવેદનો કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભરઉનાળે ચોથું માવઠું, 18 જિલ્લામાં કાલે વરસાદની આગાહી:ભારે પવન સાથે વીજળી પડવાની પણ શક્યતા, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે, 7 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. અત્યારે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને વાદળછાયુ વાતાવરણ રહેશે. સૌથી વધારે રાજકોટમાં 36.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અંગ્રેજી બુકથી રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર કર્યો કટાક્ષ:લખ્યું- બોસથી બે ડગલાં આગળ રહેવાની કોશિશ ન કરો; આનાથી ડર અને અસુરક્ષા પેદા થશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : કેનેડામાં ખાલિસ્તાનીઓએ 100-100 ડોલર આપીને ભાડેથી ભીડ ભેગી કરી:મંદિરની બહાર નારા લગાવ્યા; બોલ્યા- હરિયાણા-દિલ્હી, બીકાનેર અમારા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જયપુરમાં વિદેશી મહિલાની છેડતી:જાપાનથી ફરવા આવી હતી, 5 યુવકોએ ગંદી હરકત કરી, આરોપીઓ CCTVમાં કેદ વાંચો સંપૂર્ણ સમાચાર 4.બિઝનેસ : ઈરાનની ગ્લોબલ સપ્લાય રોકવાની ધમકી, ક્રૂડ ઓઇલ $110ને પાર:ભારતના આયાત બિલ પર ₹16,000 કરોડનો બોજ વધશે, મોંઘવારી વધી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : 106 મીટરની ‘મોન્સ્ટર સિક્સ’, બોલ સ્ટેડિયમની બહાર:ટિમ ડેવિડે આ સિઝનની સૌથી લાંબી સિક્સ ફટકારી, બેટ છોડી રન માટે દોડ્યો સરફરાઝ વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : પ્રેરક કથા: સંતની રાજાને શીખ:સાચી ખુશી અને શાંતિ બાહ્ય વસ્તુઓમાં નથી, ઇચ્છાઓ અને અહંકાર છોડ્યા પછી મળે છે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઇન્સાનના વાળ કરતા પણ નાનો QR કોડ ઓસ્ટ્રિયાની ટીયુ વેન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇન્સાનના વાળ કરતા પણ નાનો QR કોડ બનાવ્યો છે. તેનું કદ 1.977 સ્ક્વેર માઇક્રોમીટર છે. તેને આયન બીમ ટેકનિકથી એક પાતળા પડ પર તૈયાર કરવામાં આવ્યો છે. ફ્યુચરમાં તેનો ઉપયોગ ડેટા સ્ટોરેજ, સુરક્ષા અને મટીરીયલ સાયન્સ જેવા ક્ષેત્રોમાં કરી શકાય છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામના આશ્રમમાં એવું શું થતું કે છોકરીઓ ઘરે ભાગી જતી?: પોલીસને સોલિડ પુરાવા મળ્યા, ‘આસારામ બાપુ સેક્સ એડિક્ટ હતા’, જુઓ વીડિયો સિરીઝનો એપિસોડ-28 2. MATCH મસાલા : 'ફેકુ' કહેતા કોહલીને જાડેજાએ જવાબ આપ્યો:હાર્દિકની EX જુના સાસરે કેમ ગઈ?; CSK-RCBની મેચમાં સટાસટી બોલી ગઈ 3. પારકી પંચાત : હરખપદુડા નેતાઓએ મતદાનની તારીખ ખોટી આપી:પ્રચાર ટાણે બાફ્યું; ભાજપે સસ્પેન્ડ કરેલા નેતાને પાછા લીધા, સિનિયર MLAએ બાંયો ચઢાવી, જુઓ VIDEO 4. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : એક ઈંટ પણ મૂક્યા વગર કરોડોની કમાણી!:ગુજરાતની નગરપાલિકાઓમાં ટેન્ડર પર તરાપ, ખાનગી એજન્સી પર ચાર હાથ, બ્લેકલિસ્ટના કેસમાં HCમાં 6 વર્ષથી સુનાવણી ન થઈ 5. કપડાં આપીને શૂદ્ર મહિલાઓ સાથે સંબંધ બાંધતા નંબુદરી બ્રાહ્મણો:બાળકોને હાથ પણ નહોતા લગાવતા, પરિણીત મહિલાઓ પણ આ પરંપરા કેમ માનતી 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : શું આસામમાં ચાના બગીચાના કામદારો ભાજપનો ખેલ બગાડશે?:10 વર્ષમાં દૈનિક વેતનમાં ₹154નો વધારો, ST દરજ્જો ન મળ્યો, 45 બેઠકો જોખમમાં 7. મંડે મેગા સ્ટોરી પિતાના કહેવાથી 'કિલર' બન્યા ટ્રમ્પ:મિત્રની હત્યાનો પ્રયાસ; પિતા બનવા માટે પત્નીને પૈસા આપ્યા; ટ્રમ્પના 'ગાંડપણ'ના કિસ્સા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ મંગળવારનું રાશિફળ:મકર રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ, ધન-મીન રાશિ માટે નાણાકીય લેવડ-દેવડમાં લાભના સંકેત વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →