મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મહિલા અનામત બિલ પાસ ન થતા PM મોદીએ માફી માંગી, હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ; ગુજરાત પર માવઠાનું સંકટ

National4/18/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મહિલા અનામત બિલ પાસ ન થતા PM મોદીએ માફી માંગી, હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ; ગુજરાત પર માવઠાનું સંકટ
નમસ્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે મહિલા અનામત સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ફાયરિંગની ઘટના બની છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં અમે તમને કેન્દ્રીય કર્મચારીઓના વધેલા મોંઘવારી ભથ્થા વિશે વિગતે જણાવીશું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલી કરશે. 2. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. PM બોલ્યા-મહિલા અનામત બિલ પાસ ન થયું, માફી માગું છું:જે લોકોએ અડધી વસતીનો અધિકાર છીનવી લીધો, જનતા તેમને સજા જરૂર આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહિલા અનામત પર દેશને 30 મિનિટ સંબોધિત કર્યો. તેમણે કહ્યું, 'આ બિલમાં સુધારો થઈ શક્યો નથી. હું તમામ માતાઓ-બહેનોની માફી માંગુ છું.' તેમણે કહ્યું, 'મારા માટે દેશહિત સર્વોપરી છે, જ્યારે કેટલાક લોકો માટે પક્ષનું હિત સર્વસ્વ બની જાય છે, પક્ષનું હિત દેશના હિત કરતાં મોટું થઈ જાય છે. ત્યારે નારી શક્તિને જ તેનો ભોગ બનવું પડે છે.' PMએ કહ્યું કે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે જેવા વિરોધ પક્ષો આ ભ્રૂણહત્યાના ગુનેગાર છે. તેઓ દેશના બંધારણના અપરાધી છે. નારી શક્તિના અપરાધી છે. જે લોકોએ અડધી વસતીનો અધિકાર છીનવી લીધો, તેમને આ પાપની સજા મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો:58%થી વધી 60% થયું, 1.19 લાખ કેન્દ્રીય કર્મચારી-પેન્શનરોને ફાયદો; જાણો કોને મળશે અને કોને નહીં મળે લાભ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2%ના વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારે DA 58%થી વધારીને 60% કર્યો છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે. આ પહેલા ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થાને 55%થી વધારીને 58% કરવામાં આવ્યું હતું. છેલ્લું રિવિઝન 1 જુલાઈ 2025થી પ્રભાવી માનવામાં આવ્યું હતું, જેની ચુકવણી એરિયર સાથે કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે (18 એપ્રિલ) દિલ્હીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. આનાથી લગભગ 50.5 લાખ કર્મચારીઓ અને 68.3 લાખ પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર, જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં ફેરફાર કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ફાયરિંગ:ઈરાની ગનબોટ્સે ચેતવણી પણ ન આપી, જહાજોએ સ્ટ્રેટ પાર કર્યા વિના યુ-ટર્ન લીધો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજો પર શનિવારે બપોરે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ભારતીય ધ્વજ ધરાવતું એક ઓઈલ ટેન્કર પણ સામેલ હતું. અનેક દરિયાઈ અને સુરક્ષા સૂત્રોએ આ માહિતી આપી છે, જેને શિપિંગ મોનિટર 'ટેન્કર ટ્રેકર્સ' દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારતીય જહાજ અંદાજે 20 લાખ બેરલ ઈરાકી ઓઈલ લઈને જઈ રહ્યું હતું. બ્રિટનના દરિયાઈ દેખરેખ કેન્દ્ર 'મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન સેન્ટર' અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની બે ગનબોટ્સ ટેન્કરોની નજીક આવી હતી અને કોઈપણ ચેતવણી આપ્યા વિના સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બેવડી નાગરિકતા મુદ્દે રાહુલ ગાંધી સામે FIR નહીં નોંધાય:હાઈકોર્ટે એક જ દિવસમાં પોતાનો આદેશ પલટ્યો, કહ્યું- નોટિસ વિના કેસ દાખલ કરવો યોગ્ય નથી અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો પોતાનો જ આદેશ બદલી નાખ્યો છે. આ મામલો બેવડી નાગરિકતા સાથે સંબંધિત છે. કોર્ટે શનિવારે પોતાની વેબસાઇટ પર નવો આદેશ જાહેર કર્યો. કોર્ટે જણાવ્યું કે શુક્રવારે (17 એપ્રિલ) સુનાવણી થઈ હતી. જેમાં અરજદાર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધીને નોટિસ જારી કરવાની જરૂર છે? વકીલોએ નોટિસ જારી કરવાની કોઈ જરૂર નથી જણાવી હતી. ત્યારબાદ FIR નોંધવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. જોકે, આદેશ ટાઈપ થાય તે પહેલાં ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ ફરીથી નિર્ણયની તપાસ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપીનું બાંદા એશિયામાં સૌથી ગરમ શહેર, પારો 45.4°C પહોંચ્યો:ઓડિશા-છત્તીસગઢમાં ઘણી શાળાઓ બંધ; MP-છત્તીસગઢ સહિત 10 રાજ્યોમાં 4 દિવસ હીટવેવનું એલર્ટ દેશના લગભગ તમામ રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશના બાંદામાં શુક્રવારે તાપમાન 45.4°C નોંધાયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધી એશિયામાં સૌથી વધુ તાપમાન છે. રસપ્રદ વાત એ છે કે એક અઠવાડિયા પહેલા, એટલે કે 9-10 એપ્રિલે, દેશના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું 12°C તાપમાન પણ બાંદામાં જ નોંધાયું હતું. આજે, આગામી 4 દિવસ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં લૂ લાગવાની શક્યતા છે. યુપીના 16 જિલ્લાઓમાં તાપમાન 40°C થી વધુ રહ્યું, જેના કારણે હીટવેવ એટલે કે લૂ ચાલી. પ્રયાગરાજ, વારાણસી સહિત 50 શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર:6 શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર, આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં હવે ધીમે ધીમે આકરી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. આજે 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. આ સિવાય અન્ય પાંચ શહેરોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગ દ્વા્રા આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી શકે છે. આજે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સુરતમાં 18 એપ્રિલ વહેલી સવારે કુદરતનું અનોખું રૂપ જોવા મળ્યું હતું. શહેર ગાઢ ધૂમમ્સના આઘોશમાં જોવા મળ્યું હતું. વહેલી સવારે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કોંગ્રેસ નેતા સોનલ પટેલના વાળ ખેંચ્યા, વીડિયો સામે આવ્યો:ઉમેદવારના ઘરેથી ઝંડા ઉતારતા કોંગ્રેસ લાલઘૂમ, કહ્યું- લુખ્ખી દાદાગીરીમાં ક્યાં સુધી જીવશો, હવે તો રાજકોટવાસીઓ જાગો રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો છે. એક લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કર્યો હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તમામ કાર્યકર્તાઓની સામે ભાવનાબેન ગુપ્તા શહેર પ્રમુખ સોનલબેન પટેલના વાળ ખેંચતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. રાજકોટમાં વોર્ડ નં. 2માં કલેક્ટર કચેરી પાછળ આવેલા શ્રોફ રોડ પર કોંગ્રેસના ઉમેદવારના નિવાસસ્થાનેથી પાર્ટીના ઝંડા ઉતારવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ભાજપે રાહુલ ગાંધીના ઘર સામે તેમનું પૂતળું બાળ્યું:દિલ્હી CMએ મહિલા સાંસદો સાથે વિપક્ષ નેતાના ઘર સુધી કૂચ કરી, બે સાંસદ અને એક કેન્દ્રીય મંત્રીની અટકાયત વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : આફ્રિકાનો ચક્કર લગાવીને મિડલ ઈસ્ટ જઈ રહ્યું અમેરિકી યુદ્ધ જહાજ:હુતી બળવાખોરોના હુમલાના ડરથી રસ્તો બદલ્યો, 6000 નાવિક અને 3 ડિસ્ટ્રોયર પણ સાથે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહારમાંથી 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ:રમકડામાં બોમ્બ લગાવીને હુમલાની તૈયારી કરી રહ્યા હતા; રામ મંદિર અને સંસદ નિશાન પર હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.નેશનલ : આજથી ચારધામ યાત્રા શરૂ, 18.25 લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું:19 એપ્રિલે યમુનોત્રી-ગંગોત્રીના કપાટ ખુલશે; ઓફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે સોના-ચાંદીમાં વધારો રહ્યો:સોનું ₹1,328 વધીને ₹1.52 લાખ પ્રતિ 10 ગ્રામ થયું, ચાંદી ₹10 હજાર મોંઘી થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : DCએ હારના મુખમાંથી જીત છીનવી, 6 વિકેટે જીત્યા:છેલ્લી ઓવરમાં કિલર મિલરે મેચ પતાવી, RCBના નસીબ મોરા પડ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અક્ષય પુણ્યનું ભાથું બાંધવાનો અવસર:જાણો વૈશાખ માસમાં અક્ષય તૃતીયાથી પૂર્ણિમા સુધીના મોટા વ્રતોની તિથિ અને મહત્ત્વ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઝારખંડના એક ગામમાં ચોકનું નામ 'યુટ્યુબ' ઝારખંડના ગઢવા જિલ્લામાં એક ચોકનું નામ ‘યુટ્યુબ ચોક’ રાખવામાં આવ્યું છે. અહીં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળે છે, જેના દ્વારા ગ્રામીણ લોકો ખેતી અને રોજિંદા કામ શીખે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે તેમના માટે યુટ્યુબ હવે માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ શીખવાનું માધ્યમ બની ગયું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ગુરુ માટે છોકરીઓ શોધતી શિલ્પીના પિતા આસારામ હતા?: પૈસાદાર ઘરની દીકરીએ પરિવાર સાથે સંબંધ કાપી નાખ્યો, બ્રેઇનવૉશ યુવતીએ કેવાં કાળાં કામ કર્યાં? જુઓ એપિસોડ-40 2. આજનું એક્સપ્લેનર: શું 8મા પગાર પંચમાં બેઝિક સેલરી 69,000 અને મોંઘવારી ભથ્થું 2% વધશે; પગાર-પેન્શનમાં વધારો ક્યારે મળશે? 7 જરૂરી સવાલોના જવાબ 3. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : નિવૃત્તિ પછી 4 પાવરફુલ પોસ્ટ મેળવનાર જે.એ.ગાંધી કોણ?: સચિવ બાયપાસ, 9 જિલ્લાના રોડની જવાબદારી એકના હાથમાં, CM હેઠળના વિભાગની પાવરગેમ 4. એક્સક્લૂસિવ : UK સરકાર માનવતા ચૂકી: પ્લેન દુર્ઘટના પીડિત ગુજરાતીને તાત્કાલીક દેશ છોડવાનો આદેશ, યુવાને ગળગળા થઇ ભાસ્કરને જણાવી આપવીતી 5. MATCH મસાલા : કોલકાતાના પ્લેયરની આંખ ફૂટતા માંડ બચી!: પાકિસ્તાની લીગમાં ક્રિકેટરની ભારે ફજેતી થઈ; લલિત મોદીએ સંજીવ ગોએન્કાને 'જોકર' કહ્યા; જુઓ VIDEO 6. પારકી પંચાત : 'તમે જ પથારી ફેરવો છો': 'એય સીધી વાત કર', ચૂંટણી ટાણે બે નેતાઓ વચ્ચે બાકાઝીકી, સુરતમાં મોઢામાં મસાલો ભરેલા ટેકેદારોનો વીડિયો વાઇરલ 7. મમતાએ ₹1500 આપ્યા, 3.15 કરોડ વસતી ટાર્ગેટ પર: છોકરીઓને પૈસા નહીં નોકરીની જરૂર, મહિલાઓએ કહ્યું- અમે ઋણ ચૂકવીશું 8. ઈલેક્શન એક્સપ્લેનર : જીતવા પર દરેક દુલ્હનને 8 ગ્રામ સોનું આપશે વિજય: તમિલનાડુના ઘરોમાં અમેરિકી ખજાના જેટલું સોનું, આ ગાંડપણ પાછળનું કારણ શું છે? 9. ભાસ્કર એક્સપ્લેનર : મહિલા અનામત- સીમાંકન બિલ લોકસભામાં કેમ નામંજૂર થયા: પીએમ મોદીની અપીલ પણ કામ ન આવી; શું સરકારે જાણીજોઈને આમ કર્યું, જાણો આખી કહાની ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: સિંહ રાશિના સંપત્તિ સંબંધિત વિવાદોનો અંત આવશે, મિથુન રાશિને મુશ્કેલીમાં ચમત્કારિક મદદ મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →