મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારત-UAE વચ્ચે LPG સપ્લાય ડીલ, NEETનો માસ્ટર માઈન્ડ પુનાથી ઝડપાયો; કેરળમાં 10 દિવસ પછી ચોમાસાંની એન્ટ્રી થશે
નમસ્તે, કાલના મોટા સમાચાર જોઈએ તો મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળા મસ્જિદ નથી પણ મંદિર છે, તેવો હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE સાથે 7 મહત્વના કરાર કર્યા છે. આવતીકાલે શનિવારે 16 તારીખે તે નેધરલેન્ડ્સ પહોંચશે. દેશભરમાં NEETની એક્ઝામ રદ્દ થયા પછી 2 યુવક અને 1 યુવતીએ આપઘાત કરી લીધો છે. કેન્દ્ર સરકારે પણ પેપર લીક થયાનું માન્યું છે અને આવતા વર્ષથી ઓનલાઈન એક્ઝામ લેવાની જાહેરાત કરી છે. હવામાન વિભાગે ઠંડક આપતા સમાચાર આપ્યા છે કે દસ દિવસ પછી 26 મેના રોજ કેરળમાં ચોમાસાંની એન્ટ્રી થશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી નેધરલેન્ડ્સ પહોંચીને મિટિંગ કરશે 2. ટ્રમ્પ અમેરિકા પરત પહોંચશે, ત્યાંથી કોઈ જાહેરાત કરી શકે 📰 કાલના મોટા સમાચારો 1. ધારની-ભોજશાળા રાજા ભોજે બંધાવેલું સરસ્વતી મંદિર, કમલ મૌલા મસ્જિદ નહિ:મધ્યપ્રદેશ હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, મુસ્લિમોને નમાઝની મંજૂરી આપતો આદેશ ફગાવ્યો મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારની ભોજશાળાને વાગ્દેવી મંદિર માન્યું છે. શુક્રવારે આપેલા નિર્ણયમાં હાઈકોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર અને ASI એ નિર્ણય લે કે ભોજશાળા મંદિરનું મેનેજમેન્ટ કેવું રહેશે. 1958ના એક્ટ હેઠળ આ પ્રોપર્ટીનું સંપૂર્ણ મેનેજમેન્ટ ASIના હાથમાં જ રહેશે. ન્યૂઝ વેબસાઈટ બાર એન્ડ બેન્ચ મુજબ હાઈકોર્ટે કહ્યું કે ઐતિહાસિક અને સંરક્ષિત જગ્યા દેવી સરસ્વતીનું મંદિર છે. અદાલતે ASIનો 2003નો તે આદેશ પણ રદ કર્યો, જેમાં ASIએ ભોજશાળામાં હિંદુઓને પૂજાનો અધિકાર આપ્યો ન હતો. તે આદેશને પણ ફગાવી દીધો જેમાં મુસ્લિમોને નમાઝ પઢવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ભારત-UAE વચ્ચે વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા કરાર:બંને દેશ વચ્ચે LPG કરાર, રાષ્ટ્રપતિ અલ નાહયાન સાથે બેઠક કરી; મોદીએ હોર્મુઝ ખોલવા પર ભાર મૂક્યો PM નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે પહોંચ્યા છે. અબુ ધાબી પહોંચ્યા બાદ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું. અહેવાલો અનુસાર, UAE વાયુસેનાના F-16 ફાઇટર જેટ્સે PMના વિમાનને એસ્કોર્ટ કર્યું. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને દેશો વચ્ચે LPG સપ્લાયને લઈને મહત્વપૂર્ણ કરાર થયા. આ ઉપરાંત, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, સંરક્ષણ સહયોગ અને વડિનારમાં શિપ રિપેર ક્લસ્ટર સંબંધિત MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. આવતા વર્ષથી NEET ઓનલાઈન થશે:આ વર્ષે રદ કરાયેલી પરીક્ષા 21 જૂને યોજાશે; સરકારે સ્વીકાર્યું- પેપર લીક થયું હતું આગામી સત્રથી NEET-UG પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે આ જાહેરાત કરી. તેમણે સ્વીકાર્યું કે 3 મેના રોજ યોજાયેલી NEET-UG 2026 પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હતું. તેમણે કહ્યું, "અમે ઇચ્છતા ન હતા કે ખોટા ઉમેદવારની પસંદગી થાય. તેથી, અમે ખૂબ જ જવાબદારી સાથે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો. પરીક્ષા હવે રવિવાર, 21 જૂનના રોજ લેવામાં આવશે." આ પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાઈ હતી. પરીક્ષા માટે 5,400થી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. 22.79 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. CBIએ પુણેથી NEET પેપર લીકનો માસ્ટરમાઇન્ડ પકડ્યો: કેમેસ્ટ્રી પ્રોફેસરે કોચિંગમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો જણાવ્યા, NEET પરીક્ષા પેનલમાં પણ હતો NEET (UG) પેપર લીક કેસમાં શુક્રવારે 8મી ધરપકડ થઈ. પુણેના કેમેસ્ટ્રી પ્રોફેસર પીવી કુલકર્ણી પર આરોપ છે કે તેમણે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને પ્રશ્નો અને તેના સાચા જવાબો જણાવી દીધા હતા. CBI કુલકર્ણીને જ લીક કેસનો માસ્ટરમાઇન્ડ ગણાવી રહી છે. તપાસ એજન્સી અનુસાર, કુલકર્ણી લાતુરનો રહેવાસી છે. તે કેમેસ્ટ્રીનો ડોમેન એક્સપર્ટ છે. ઘણા વર્ષો સુધી NEET પેપર તૈયાર કરનાર પેનલનો પણ ભાગ રહ્યો છે. કુલકર્ણીને પેપર સુધી સીધી પહોંચ હતી. તે પુણેમાં પોતાના ઘરે કોચિંગ ક્લાસ ચલાવતો હતો. જ્યાં તે NEET પેપરમાં આવનારા પ્રશ્નોના જવાબો ઉમેદવારોને અગાઉથી જ જણાવી દેતો હતો. 3 મેના પેપર પહેલા એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં આરોપી મનીષા વાઘમારેની મદદથી ઘણા વિદ્યાર્થીઓને લીક થયેલું પેપર આપ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'ચૂંટણી પૂરી, મોદીની વસૂલી શરૂ':પેટ્રોલ-ડીઝલમાં ₹3ના ભાવ વધારા પર વિપક્ષનો વિરોધ, ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર આવ્યો પેટ્રોલ અને ડીઝલ 3-3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 97.77 રૂપિયા પ્રતિ લિટર મળશે. ડીઝલની કિંમત 90.67 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. નવા ભાવ આજ 15 મેથી લાગુ થઈ ગયા છે. લગભગ 2 વર્ષ પછી ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોની સાથે મુખ્ય શહેરોમાં CNG પણ ₹2 પ્રતિ કિલો સુધી મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં હવે એક કિલો CNG માટે ₹79.09 ખર્ચ કરવા પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચશે:નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલું, ગયા વર્ષે 8 દિવસ વહેલું પહોંચ્યું હતું; યુપીમાં વાવાઝોડા-વરસાદથી 111 મૃત્યુ હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું કે ચોમાસું કેરળમાં 26 મેના રોજ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પછી દેશના અન્ય ભાગોને આવરી લેવા માટે ઉત્તર તરફ આગળ વધે છે. ગયા વર્ષે ચોમાસું 24 મેના રોજ આવ્યું હતું. 2025માં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ થયો હતો. 30 સપ્ટેમ્બર 2025ના રોજ હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 8 ટકા વધુ વરસાદ (937.2 મિમી) નોંધાયો હતો. IMD ચીફ મૃત્યુંજય મહાપાત્રાએ તેને ખૂબ જ સફળ સિઝન ગણાવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 9 બાળકને ટેમ્પોમાં કેદ કરી લઈ જવાયા, એક્સક્લુસિવ CCTV:સુરતના કાપડ ઉદ્યોગમાં ભૂલકાઓ પાસે 17 કલાક કામ કરાવાતું; 6 કારખાનેદારો સહિત 27 વિરુદ્ધ FIR ટેકસટાઇલ સિટી સુરતના કાપડ ઉદ્યોગની કાળી બાજુની રાજસ્થાન પોલીસે પોલ ખોલી નાંખી હતી. કાપડ ઉદ્યોગની જાહોજલાલી પાછળ નાના ભૂલકાંઓના બાળપણનો ભોગ લેવાઈ રહ્યો હોય તેમ 27 કારખાનામાંથી 7થી 14 વર્ષની વયના 86 બાળમજૂરો મળી આવ્યા હતા. આ માત્ર બે કે ત્રણ સોસાયટીમાંથી મળી આવેલા બાળ મજૂરો છે. હજુ પણ ઘણા બાળકોને આ રીતે જ બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની આશંકા છે. પોલીસની ભીંસ વધતા એજન્ટો સક્રિય થયા છે અને સુરતની સીતારામ સોસાયટીમાંથી જ 9 જેટલા બાળકોને એક નાના ટેમ્પોમાં કેદ કરીને લઈ જવાયા હોવાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ તો પોલીસ દ્વારા રાજસ્થાનના 6 કારખાનેદારો સહિત 27 વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 8. કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત:મફતલાલ કંપનીમાં અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કરતા 3 પરપ્રાંતીયોએ જીવ ગુમાવ્યો, એકની હાલત ગંભીર ઔદ્યોગિક હબ ગણાતા કલોલના સઈજ GIDC વિસ્તારમાં 14 મેની રાત્રિએ એક કાળજું કંપાવનારી દુર્ઘટના ઘટી છે. મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ઝેરી ગેસ ગળતરને કારણે ગૂંગળામણને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલ સાવરાવર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પંજાબના ખેડૂતોની ચંદીગઢ કૂચ, પોલીસ સાથે ઘર્ષણ:ટીયર ગેસના શેલ છોડ્યા, વોટર કેનનથી પાણીનો મારો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- ચીન હોર્મુઝ ખોલવામાં મદદ કરવા તૈયાર:ઈરાને હોર્મુઝ માટે નવા નિયમો જાહેર કર્યા, BRICSને અમેરિકાનો વિરોધ કરવાની અપીલ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ધારની-ભોજશાળા રાજા ભોજે બંધાવેલું સરસ્વતી મંદિર, કમલ મૌલા મસ્જિદ નહિ:મધ્યપ્રદેશ હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ચીનમાં શેકેલી બતક-આઈસ્ક્રીમ ખાધાં:જિનપિંગ સાથે 600 વર્ષ જૂના હેવન ટેમ્પલની મુલાકાત લીધી, 20 તસવીરોમાં જુઓ ટ્રમ્પનો ચીન પ્રવાસ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર આવ્યો:1 ડોલરની કિંમત ₹96.14, ડિસેમ્બર-2025માં પહેલીવાર 90ને પાર ગયો હતો; મોંઘવારી વધવાનો ખતરો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLનું ગણિત: મુંબઈએ પંજાબની ગણતરી બગાડી:પ્લેઓફ માટે બંને મેચ જીતવી પડશે; શું કરો યા મરોની જંગમાં ચેન્નઈ બાજી મારશે? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શનિ જયંતિ પર 50 વર્ષ બાદ 'કેદાર રાજયોગ':મેષ-સિંહ સહિતની 4 રાશિઓના ભાગ્યના દ્વાર ખુલશે, સાડાસાતીના પ્રકોપથી બચવાના 5 ઉપાયો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મહિલાએ 5 દિવસમાં 4 બાળકોને જન્મ આપ્યો UPમાં 31 વર્ષની અમીનાએ 5 દિવસમાં 4 બાળકોને જન્મ આપ્યો. 9 મેના રોજ એક પુત્રના જન્મ બાદ 14 મેના રોજ વધુ ત્રણ બાળકોનો જન્મ થયો. ડોક્ટરોએ આને દુર્લભ પ્રેગ્નન્સીનો કિસ્સો ગણાવ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : એ… એ… એ… મોબાઈલ ગયો!:ત્રણ-ત્રણ મહિલા પોલીસથી કાર્યકર ના ઉપડ્યા; સચિવાલયના કર્મચારીઓની માગણીએ સરકારને ભેરવી દીધી 2. નેશનલ હાઈવે પર ચાલતી કારમાં આગ લાગી:ઉનાળામાં જોખમ વધારે, ઓવરહિટિંગના 10 સંકેતો; કારને ઠંડી રાખવા માટેની 8 ટિપ્સ 3. આકાશમાં ગૂંજશે ભારતની શક્તિ:વિદેશી નિર્ભરતા તોડી વિદ્યાર્થીઓએ સ્વદેશી ડ્રોન બનાવ્યું, ભલભલા એન્જિનિયર્સને પાછા પાડી દે તેવી ટેકનોલોજી 4. ફિલ્મી ફેમિલી : ત્રિશા ક્રિશ્નનનું ગુજરાતી સાથે ખાસ કનેક્શન:માત્ર પાંચ મહિનામાં સગાઈ તોડી, એક્ટ્રેસના તમિળનાડુના CM- 'ભલ્લાલદેવ' સાથે સંબંધો હોવાની ચર્ચા 5. કાનમાં 'કાના'ના રંગે રંગાઈ સિંગર આરતી:હાથમાં ગીતા, ગળામાં તુલસીની માળા અને 'રાધે-રાધે' મંત્રજાપ સાથે રેડ કાર્પેટ વૉક; તારા સુતારિયાનું ગ્લેમરસ ડેબ્યૂ 6. MATCH મસાલા : IPLમાં થાય છે પેટ્રોલનો ધુમાડો:કોહલીનો ધડાકો, 'આ કારણે મેં ટેસ્ટ રમવાનું છોડ્યું'; અર્શદીપે મુંબઈના પ્લેયરની ઈન્સલ્ટ કરી, જુઓ VIDEO 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ અને કન્યા રાશિ માટે નવા કાર્યનો પાયો નાખવાનો શુભ દિવસ; મિથુન, ધન અને મકર રાશિને વેપારમાં મંદી રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →