મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલ-ડીઝલ 11 દિવસમાં ચોથીવાર મોંઘું; ગુલમર્ગના રોપ-વેમાં 300 ટુરિસ્ટ હવામાં જ લટકી રહ્યા, ધ્રાંગધ્રામાં ખેડૂતો ને પોલીસ વચ્ચે બઘડાટી

Gujarat5/25/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલ-ડીઝલ 11 દિવસમાં ચોથીવાર મોંઘું; ગુલમર્ગના રોપ-વેમાં 300 ટુરિસ્ટ હવામાં જ લટકી રહ્યા, ધ્રાંગધ્રામાં ખેડૂતો ને પોલીસ વચ્ચે બઘડાટી
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોના રહ્યા. 11 દિવસમાં ચોથી વખત વધારો થયો. બીજા સમાચાર ગુલમર્ગમાં રોપવે ફસાવાના છે, જેમાં 300 ટૂરિસ્ટ ફસાઈ ગયા. અમે તમને એ પણ જણાવીશું કે ટ્વિશા કેસમાં કોર્ટમાં શું થયું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. IPL-2026 નો પહેલો ક્વોલિફાયર બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ધર્મશાલામાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. 2. નવી દિલ્હીમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આની અધ્યક્ષતા કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. બિલ્લી પગે મોંઘવારીનો પગપેસારો:મહિનામાં ચોથીવાર પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા, દિલ્હીમાં પેટ્રોલ ₹2.61, ડીઝલ ₹2.71 પ્રતિ લિટર મોંઘું થયું; યુદ્ધની અસર ભારત સુધી પહોંચી તેલ કંપનીઓએ આજે 25 મેના રોજ પેટ્રોલ ₹2.61 પ્રતિ લિટર અને ડીઝલ ₹2.71 પ્રતિ લિટર મોંઘું કર્યું છે. આ વધારા પછી દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત ₹102.12 અને ડીઝલની કિંમત ₹95.20 થઈ ગઈ છે. આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઇલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતો વધુ વધારી શકાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. કાશ્મીરના ગુલમર્ગનો રોપ-વે બગડ્યો; 300 લોકોનું રેસક્યૂ:7 કલાક ઓપરેશન ચાલ્યું; 65 ટ્રોલી હવામાં ફસાઈ, કેટલીક તો 500 ફૂટની ઊંચાઈએ હતી જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં એશિયાના સૌથી ઊંચા રોપવે ગોંડોલા (રોપવે)માં સોમવારે ટેકનિકલ ખામી સર્જાતાં લગભગ 300 પ્રવાસીઓ હવામાં ફસાઈ ગયા હતા. લગભગ સાત કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રોપવેની 65 કેબિન બપોરે લગભગ 2 વાગ્યાથી હવામાં અટકી ગઈ હતી. કેટલીક કેબિન જમીનથી લગભગ 500 ફૂટની ઊંચાઈ પર હતી. એક કેબિનમાં 6 લોકો બેસી શકે છે. ભારે વરસાદ વચ્ચે SDRF, NDRF, સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ, હેમા માલિનીએ સન્માન સ્વીકાર્યું:મહિલા ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયન હરમનપ્રીતને પદ્મશ્રી મળ્યો, રાષ્ટ્રપતિ ભવનમાં સેરેમની રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે પદ્મ પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૌથી પહેલા દિવંગત ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. તેમની પત્ની અભિનેત્રી-સાંસદ હેમા માલિનીએ આ સન્માન સ્વીકાર્યું. મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીતને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની આગેવાની હેઠળ આ જ વર્ષે ટીમે વનડે વર્લ્ડકપ જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. વર્ષ 2026માં કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવાના છે, જેમાંથી બાકીના 65 વિજેતાઓને આગામી તબક્કામાં સન્માનિત કરવામાં આવશે, જેની તારીખો હજુ જાહેર થઈ નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે ઓબામા જેવી ડીલ નહીં કરું:સમજૂતી થશે તો સારી થશે નહીંતર કાંઈ નહીં થાય, વિપક્ષી નેતાઓથી નારાજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેઓ ઈરાન સાથે ઓબામા જેવી ડીલ નહીં કરે. તેમણે કહ્યું કે કાં તો સારો કરાર થશે અથવા તો કંઈ જ નહીં થાય. ટ્રમ્પે ઈરાન સાથે થનારા કરારની ટીકા કરનારા નેતાઓ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું - જેમને ઈરાન સાથે થનારા કરાર વિશે કંઈ જ ખબર નથી, તેઓ પણ તેની ટીકા કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે આ લોકો નબળા છે અને માત્ર દેશને વહેંચે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમનો સંભવિત કરાર 2015ના પરમાણુ કરાર જેવો નહીં હોય. ટ્રમ્પે ઓબામાના કરારને આપત્તિ ગણાવ્યો અને દાવો કર્યો કે તેનાથી ઈરાન માટે પરમાણુ હથિયારો સુધી પહોંચવાનો માર્ગ ખુલી ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. SGએ કહ્યું- આવી ઘટના કરતાં સારું છૂટાછેડા થઈ જાય:સાસુને હાઇકોર્ટની નોટિસ; MP સરકારે કહ્યું- ટ્વિશાની સાસુ તપાસમાં મદદ કરી રહ્યા નથી; CBI ટીમ દિલ્હીથી ભોપાલ રવાના અભિનેત્રી ટ્વિશા શર્માના મૃત્યુ કેસમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે આરોપી સાસુ અને નિવૃત્ત જજ ગિરિબાલા સિંહને નોટિસ પાઠવી છે. આ નોટિસ રાજ્ય સરકાર અને ટ્વિશાના પિતા નવનિધિ શર્માની તે અરજી પર જારી કરવામાં આવી છે, જેમાં ટ્રાયલ કોર્ટમાંથી મળેલી ગિરિબાલા સિંહની આગોતરા જામીનનો વિરોધ કરવામાં આવ્યો છે. સોમવારે સુનાવણી દરમિયાન સરકાર વતી હાજર રહેલા મહાધિવક્તા પ્રશાંત સિંહે જણાવ્યું કે ગિરિબાલા તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. જ્યારે, ગિરિબાલા સિંહના વકીલ મૃગેન્દ્ર સિંહે કહ્યું- એ કહેવું ખોટું છે કે અમે તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. અમને અરજીના દસ્તાવેજો મળ્યા નથી, તેથી જવાબ દાખલ કરવા માટે સમય જોઈએ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. "સરકાર-પોલીસ ખેડૂતોને આતંકવાદી સમજે છે":ધ્રાંગધ્રામાં પાવરગ્રીડની કામગીરીનો વિરોધ કરી રહેલા 200થી વધુ ખેડૂતોની અટકાયત, વજ્ર વાહન સાથે પોલીસના ધાડેધાડા, પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પંથકમાં નેશનલ પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂ થતાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વજ્ર વાહન સાથે પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા અને કોંઢ સહિત આસપાસના ગામોના ખેતરોમાં કામગીરી રોકવા ગયેલા 200થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. સોમવારે સવારે અચાનક ખાનગી કંપની પોલીસ પ્રોટેક્શન સાથે કોંઢ ગામે ખેતરોમાં પ્રવેશી હતી. વજ્ર વાહન અને 10થી વધુ વાહનો સાથે પોલીસના ધાડેધાડા ધ્રાંગધ્રામાં ઉતર્યા હતા. વીજપોલ નાખવાની કામગીરીનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કામગીરીનો વિરોધ કરનારા 200થી વધુ ખેડૂતોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેશે:10થી 12 આની વર્ષ રહેશે, જુલાઈમાં અતિવૃષ્ટીની શક્યતા, દશેરાથી દિવાળીમાં પણ વરસાદનો રાઉન્ડ; જૂનાગઢમાં 47 આગાહીકારોની આગાહી ચોમાસાને લઈ દર વર્ષે ગુજરાતભરના આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવે છે, ત્યારે આજે(25 મે) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મું વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પરિસંવાદમાં રાજ્યભરમાંથી આવેલા વિવિધ હવામાન વિશ્લેષકોએ વર્ષ 2026ના ચોમાસા અંગે પોતાના મહત્વના પૂર્વાનુમાનો રજૂ કર્યા હતા. આ વર્ષે પરંપરાગત પદ્ધતિઓ જેવી કે ગ્રહ નક્ષત્રો, હોળી અને અખાત્રીજના પવનો, પશુ-પક્ષીઓની ચેષ્ટા તેમજ વનસ્પતિના લક્ષણોના આધારે આગામી ચોમાસાની સ્થિતિનો અંદાજ લગાવવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દેશમાં આજથી નવતપા, ગરમી-હીટવેવ વધશે:મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2°C સાથે દેશમાં સૌથી ગરમ; MP-UP ના 8 શહેરોમાં પારો 45°C પાર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ચીને કહ્યું- ભારત દલાઈ લામાના ઉત્તરાધિકારીના મામલાથી દૂર રહે:આ અમારો આંતરિક મામલો છે, તિબેટ મુદ્દે બાહ્ય દખલગીરી સ્વીકાર્ય નથી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મહારાષ્ટ્રમાં કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી:8નાં મોત, મોબાઇલનાં છેલ્લાં લોકેશનથી જાણકારી મળી; કર્ણાટકમાં 11 લોકો નદીમાં ડૂબ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- ટ્રમ્પે મુસ્લિમ દેશોને કહ્યું- ઇઝરાયલને માન્યતા આપો:ઈરાન યુદ્ધ સમાપ્ત કર્યા પછી અબ્રાહમ કરારનું વિસ્તરણ કરશે, પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પેટ્રોલ-ડીઝલ ડ્યુટી ઘટાડાથી સરકારને ₹1 લાખ કરોડનું નુકસાન:નાણા મંત્રીએ કહ્યું- દેશના વિકાસ પર નકારાત્મક માહોલ બનાવવો ખોટો છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ગુરિંદરવીર 100 મીટર રેસમાં ભારતનો સૌથી ઝડપી દોડવીર:10.09 સેકન્ડમાં જીત્યો; બે વાર નેશનલ રેકોર્ડ તોડ્યો, ચઠ્ઠી બતાવી કહ્યું- કામ હજુ પૂરું નથી થયું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગંગા દશેરાએ ગંગોત્રી ધામમાં ભક્તોનું ઘોડાપૂર:'હર હર ગંગે'ના જયઘોષથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો, ભગીરથ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ શખ્સે લગાવ્યો દારૂનો ભંડારો ચંડીગઢના સેક્ટર-9 માં એક દારૂના કોન્ટ્રાક્ટરે મફતમાં વોડકા મિશ્રિત જામુન ચુસ્કી (ગોલા) વહેંચી રહ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી રાજેશ સચદેવાની ધરપકડ કરી લીધી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: મોંઘવારી તેલ કાઢશે:પેટ્રોલ-ડીઝલમાં ડેઇલી ડોઝ શરૂ, 3-F સામે એલર્ટ રહેવા મોદી સરકારની સલાહ, ભારત માથે વિનાશક આર્થિક તબાહીનો ખતરો 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : રાજભા ગઢવીની વગ સામે વનવિભાગના નિયમો ટૂંકા પડ્યા:ગીરમાં માલધારી તરીકે વસવાટની તરત મંજૂરી આપી, 2023માં તેમના પિતાની આવી જ અરજી ફગાવી હતી 3. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પને ભારત પર આટલો પ્રેમ કેમ ઊભરાયો; ગરજ છે કે માત્ર ડેમેજ કંટ્રોલ, રૂબિયોના પ્રવાસનું મહત્વ 4. MATCH મસાલા : કેચ છુટતા સૂર્યા કેમેરામેન પર કેમ ભડક્યો?:હાર્દિકે 07:07થી CSKની હિન્ટ આપી કે લગ્નની!; સાઉથના સ્ટારે ગુજરાતી ક્રિકેટરને ફુટબોલર બનાવી દીધો 5. મંડે મેગા સ્ટોરી : વંદો મેટિંગ વિના પણ બચ્ચા પેદા કરી શકે છે:માથું કપાઈ ગયા પછી પણ કેવી રીતે જીવતા રહે છે, ડાયનાસોર કરતાં પણ સિનિયર; વંદાના કિસ્સાઓ 6. પારકી પંચાત : મંત્રી માંડવિયાની …કબડ્ડી …કબડ્ડીનો VIDEO:BJPના બહેનો સ્પીચ આપવામાં થોથવાયા; ટ્રાફિક હળવો કરાવવા SP સાહેબ મેદાને ઉતર્યા ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ:કર્ક રાશિના અટકેલા કામો આજે પાર પડશે, ધન રાશિના લોકો માટે નવી નોકરીની શોધ પૂર્ણ થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →