મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધ ખતમ કરવા આજે પાકિસ્તાનમાં મહત્વની મિટિંગ; શાહે કહ્યું- મમતા તેના ભત્રીજાને CM બનાવવા માગે છે, દાવો- વોટ્સએપ પ્રાઈવેટ મેસેજ વાંચી શકે છે
નમસ્તે, પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન યુદ્ધ રોકવાને લઈને બેઠક આજે છે, પરંતુ કદાચ વાત બની ન શકે. કારણ કે લેબનોનમાં થઈ રહેલા ઈઝરાયલી હુમલાઓથી ઈરાન નારાજ છે. બીજી તરફ, યુપીમાં 2 કરોડ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે મસ્કે કેમ કહ્યું કે વોટ્સએપ તમારા પ્રાઈવેટ મેસેજ વાંચી રહ્યું છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. 2. ભાજપ દેશભરમાં મહિલા અનામત બિલના સમર્થનમાં મહિલા સંમેલનો યોજશે. 📰 કાલના મોટા સમાચારો 1. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ પાકિસ્તાન જવા રવાના:કહ્યું- ઈરાન રમત ન રમે, ઈમાનદારીથી વાત કરે; હજી સુધી પાકિસ્તાન નથી પહોંચ્યું ઈરાનનું ડેલિગેશન અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ ઈરાન સાથે મહત્વપૂર્ણ વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના થયા છે. રવાના થતાં તેમણે ઈરાનને પ્રામાણિકપણે વાતચીત કરવા અને કોઈ રમત ન રમવા વિનંતી કરી. વેન્સે જણાવ્યું હતું કે જો તેહરાન સદ્ભાવનાથી વાતચીત કરે છે તો અમેરિકા ખુલ્લી વાતચીત માટે તૈયાર છે. જો કે, જો તેહરાન ચાલાકી કરવાનો પ્રયાસ કરે છે, તો અમે કડક વલણ અપનાવશું. બંને દેશો વચ્ચે ઇસ્લામાબાદમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, બેઠક પહેલા અનિશ્ચિતતા રહેલી છે કારણ કે ઈરાની પ્રતિનિધિમંડળ હજુ પાકિસ્તાન પહોંચ્યું નથી. રિપોર્ટ અનુસાર, ઈરાન લેબનોનમાં ચાલી રહેલા ઇઝરાયલી હુમલાઓથી ગુસ્સે છે અને વાટાઘાટો અંગે કડક વલણ અપનાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યમુનામાં બોટ પલટી, 10 પ્રવાસીઓનાં મોત:લાઈફ જેકેટ નહોતા પહેર્યા, મદદ માટે સેના પહોંચી; તમામ પંજાબના રહેવાસી હતા મથુરાના વૃંદાવનમાં યમુના નદીમાં 30 પ્રવાસીઓને લઈ જતી ખાનગી બોટ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 10 પ્રવાસીઓ ડૂબી ગયા. જેમાં 7 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. મૃતકોમાં એક પતિ-પત્ની અને એક પિતા-પુત્રીનો સમાવેશ થાય છે. બોટ પર સવાર તમામ પ્રવાસીઓ બાંકે બિહારી ક્લબના સભ્યો હતા અને પંજાબથી દર્શન કરવા આવ્યા હતા. ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, શ્રી બાંકે બિહારી મંદિરથી લગભગ 2 કિમી દૂર કેસી ઘાટ પર બપોરે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો. રાહત અને બચાવ કામગીરી માટે સેના પહોંચી ગઈ છે. ગાઝિયાબાદથી એનડીઆરએફની ટીમ પણ વૃંદાવન પહોંચી ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું આપ્યું:ઘરમાં 500ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા, સુપ્રીમ કોર્ટની તપાસમાં દોષિત, સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. 14 માર્ચ 2025 ના રોજ તેમના દિલ્હી સ્થિત ઘરમાં લાગેલી આગમાં 500-500ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા. આ વિવાદ બાદ તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. તેમણે 5 એપ્રિલ 2025ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં શપથ લીધા હતા. જોકે, તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી ન હતી. જ્યાં સુધી તેમની સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને ન્યાયિક કાર્યોથી દૂર રાખવામાં આવ્યા હતા. જસ્ટિસ વર્માએ રાષ્ટ્રપતિને રાજીનામું ક્યારે મોકલ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ મીડિયામાં આ માહિતી શુક્રવારે આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વોટ્સએપ તમારા પ્રાઇવેટ મેસેજ વાંચી રહ્યું છે:મસ્કે કહ્યું- આ વિશ્વાસપાત્ર નથી, ટેલિગ્રામ CEOએ એન્ક્રિપ્શનને ફ્રોડ ગણાવ્યો; કોર્ટ પાસેથી વળતરની માગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિક ઇલોન મસ્ક અને ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવે વોટ્સએપની પ્રાઇવસી પર સવાલો ઉઠાવ્યા છે. મસ્કે કહ્યું કે વોટ્સએપ પર ભરોસો કરી શકાય નહીં. આ વિવાદ અમેરિકામાં વોટ્સએપ વિરુદ્ધ દાખલ કરાયેલા નવા ક્લાસ એક્શન મુકદ્દમા પછી શરૂ થયો છે. અમેરિકાની એક અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વોટ્સએપ તેના યુઝર્સના મેસેજને વચ્ચેથી જ ઇન્ટરસેપ્ટ કરે છે. કંપની દાવો કરે છે કે તેના મેસેજ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ' છે, એટલે કે મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ ત્રીજો તેમને વાંચી શકતો નથી. જોકે, મુકદ્દમા મુજબ મેટા આ મેસેજને એક્સેન્ચર જેવી ત્રીજી પાર્ટીઓ સાથે શેર કરી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. શાહે કહ્યું- મમતા ભત્રીજાને સીએમ બનાવવા માગે છે:લોકોની પરેશાનીની પરવાહ નથી; મમતાએ કહ્યું- સાપ પર ભરોસો કરજો, ભાજપ પર નહીં ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે પશ્ચિમ બંગાળના ડેબ્રામાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે મમતા બેનર્જીને બંગાળના લોકોની પરવા નથી. તેમને ફક્ત તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને આગામી મુખ્યમંત્રી બનાવવામાં રસ છે. આ દરમિયાન, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણાના તેંતુલિયામાં એક ચૂંટણી રેલી યોજી હતી. તેમણે કહ્યું, "સાપ પર વિશ્વાસ કરી શકાય છે, પરંતુ ભાજપ પર નહીં." શુક્રવારે, ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ માટે પોતાનો મેનિફેસ્ટો એટલે "વિશ્વાસ પત્ર" બહાર પાડ્યો. તેણે મહિલાઓ માટે દર મહિને ₹3,000, યુવાન બેરોજગારો માટે દર મહિને ₹3,000, પહેલા છ મહિનામાં UCC લાગુ કરવાની અને 45 દિવસમાં સરકારી કર્મચારીઓ માટે સાતમો પગાર ધોરણ જાહેર કરવાની જાહેરાત કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઢોસાના ખીરાથી બે બાળકીના મોત કેસમાં પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:વિમલને ચાંદખેડા પોલીસ સ્ટેશન લવાયો, પૂછપરછમાં BP હાઇ થઈ જાય છે અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હતું. પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પૂર્વ મેયરને ભાજપની ઓફિસમાંથી ધક્કા મારી બહાર કાઢ્યા:બીજેપી સત્તાના નશામાં ચૂર, ભરત બારડે કહ્યું- પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે પંચાયત-પાલિકાની ચૂંટણી વચ્ચે ભાજપનો ઘરનો ઝઘડો જાહેરમાં સામે આવ્યો છે. ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડ આજે (10 એપ્રિલ) શહેર ભાજપ કાર્યાલયે ગયા તો તેમને અંદર જવામાં દેવામાં આવ્યા નહોતા. ઓફિસમાં હાજર લોકોએ તેમને ખભે હાથ મૂકી ધક્કા મારીને બહાર કાઢ્યા હતા. ભારે ગુસ્સા સાથે ભરત બારડ કાર્યાલયની બહાર આવ્યાં હતા અને પાર્કિંગમાં સ્કૂટર લઈને જતી વખતે બોલ્યા કે, પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે. બધા આડા પડ્યા કે, ઓફીસમાં ન જાવ પ્રમુખ પાસે અને પછી ત્યાથી નીકળી ગયાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : MP-UPમાં તાપમાન 6°C થી 10°C સુધી વધી શકે છે:રાજસ્થાનમાં 40°Cથી વધુ થવાની શક્યતા; હિમાચલમાં સામાન્ય કરતાં 200% વધુ વરસાદ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : એપ્સ્ટીન મામલે મેલાનિયા ટ્રમ્પનો બાટલો ફાટ્યો:કહ્યું- મને દોષિત જાતીય અપરાધી સાથે જોડતા જૂઠાણાંથી દૂર રાખો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : હિમાચલમાં મણિમહેશ યાત્રા પર પ્રતિબંધ:પરિક્રમા સ્થળ પર પોલીસ તૈનાત, વિશેષ દેખરેખના આદેશ; ધણછોથી આગળ જવા પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઈરાન યુદ્ધ યુદ્ધવિરામ- પાકિસ્તાની PMને નોબેલ આપવાની માગ:PAKની પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, ધારાસભ્યો બોલ્યા- સેના પ્રમુખને પણ નોમિનેટ કરો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹4855 વધીને ₹2.41 લાખ પર પહોંચી:સોનું ₹368 મોંઘું થઈને 1.50 લાખને પાર થયું, આ વર્ષે ₹17 હજાર ભાવ વધ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા : ચહલે દારૂ છોડી દીધો?:રોહિતે મેદાનમાં જ ભજ્જીને ઉઠાવ્યો, દિગ્વેશે દગાબાજી કરી, ગોએન્કાએ વિનરને વ્હાલ કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પૂજામાં પરિક્રમા કરવાનું મહત્ત્વ:જાણો પ્રદક્ષિણા પાછળનો ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પરિક્રમા કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ફોન ચોરવા ફ્લાઈટમાં આવતા હતા ચોર ગુજરાત પોલીસે એવા ચોરોની ધરપકડ કરી છે, જેઓ ફ્લાઈટ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જઈને ચોરી કરતા હતા. બે આરોપીઓ પાસેથી 21 મોબાઈલ મળી આવ્યા છે. આ ચોરો ક્રિકેટ સ્ટેડિયમ, મેટ્રો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં સક્રિય હતા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામે પોલીસની ટીમ પર જ હલ્લાબોલનો પ્લાન બનાવ્યો!: પોલીસ JCBથી આશ્રમની દીવાલ તોડીને પાછલા બારણેથી આસારામને અરેસ્ટ કરીને લઈ ગઈ; જુઓ સિરીઝનો એપિસોડ-32 2. આજનું એક્સપ્લેનર:શું PAKમાં ઈરાની નેતાઓના જીવને જોખમ છે, મીટિંગમાં કોણ-કોણ સામેલ થશે; આખરે ઈઝરાયલ સમજૂતી કેમ નથી ઈચ્છતું 3. ફિલ્મી ફેમિલી : એક્ટરે વાજપેયીના મોંમાંથી જીત છીનવી:પત્નીનું મોત થતાં દીવાલે માથું પછાડતાં, બંગલો દુર્ભાગી બન્યો! પાર્થિવ દેહ પર લાલ ઝંડો કેમ? 4. માલ્ટાના વડાપ્રધાનના પત્ની ગુજરાતી યુવાનને ભેટી પડ્યા:પગપાળા 20 દેશમાં ફરી 12 હજાર કિલોમીટર કાપશે, ઇટલીમાં ડ્રગ્સ એડિક્ટ પાછળ પડ્યાં ત્યારે શું થયું? 5. મિશન ‘અમરતા’:લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું શકય છે? માર્કેટમાં આવી ગઈ છે ઘડપણ રોકવાની નવી તકનીકો 6. મહિલાઓ માટે પેશાબ રોકવું ખતરનાક!:UTIથી લઈને કિડની ફેલ્યોર સુધીના જોખમો; જાણો ટોઇલેટ હાઇજીનની 11 ટિપ્સ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: તુલા રાશિના લોકો માટે લાભદાયી દિવસ, વૃશ્ચિક રાશિના જાતકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે; મીન રાશિની સફળતાનો સૂર્યોદય (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →