મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અધિક માસમાં દુકાળના સમાચાર; મોદીએ કહ્યું- સ્થિતિ નહીં સુધરે તો ગરીબી વધશે; અમદાવાદના ઢોસા કાંડમાં ઘટસ્ફોટ
નમસ્તે, કાલના મોટા સમાચારો જોઈએ તો ભારતમાં ભીષણ ગરમી અને દુકાળ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નેધરલેન્ડ્સ પહોંચેલા વડાપ્રધાન મોદીએ દુનિયાની વર્તમાન સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જો સ્થિતિ સુધરશે નહીં તો ગરીબી વધશે. NEET પેપર કૌભાંડમાં પુનાથી કેમેસ્ટ્રીના ટીચરની ધરપકડ થયા પછી પુનાથી જ બાયોલોજી ટીચરને ઝડપી લીધી છે. અમદાવાદના ઢોસા-ખીસાં કાંડમાં બંને મૃત બાળકીઓનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. તેમાં બંનેના મોત બેક્ટેરિયાથી થયા હોવાનું બહાર આવ્યું છે પણ આ બેક્ટેરિયા ખીરાં કે ઢોસાંમાં થતા નથી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમેરિકા- ઈરાન વોરના અપડેટ્સ 2. મોદી બીજા દિવસે પણ નેધરલેન્ડ્સમાં રહેશે 📰 કાલના મોટા સમાચારો 1. ભારતમાં દુષ્કાળ-ભીષણ ગરમી પડવાની આશંકા:સુપર અલ નીનો મે-જુલાઈમાં સક્રિય થશે, શિયાળા સુધી રહેવાની સંભાવના; આનાથી ચોમાસું નબળું પડી શકે ભારતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાના અનુમાન વચ્ચે સુપર અલ-નીનો પણ સક્રિય થઈ શકે છે. અમેરિકી હવામાન એજન્સી ‘નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન’ (નોઆ) અનુસાર, તે મે-જુલાઈ દરમિયાન જ દસ્તક આપી શકે છે. નોઆએ જણાવ્યું કે પ્રશાંત મહાસાગરનું તાપમાન આ વખતે મે મહિનામાં સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ગરમીની આ સ્થિતિ આ વખતે આખી ચોમાસાની સીઝન દરમિયાન જળવાઈ રહી શકે છે. ગયા મહિને જાહેર કરાયેલા અનુમાનમાં આ સંભાવના 61% હતી, જે હવે વધીને 82% થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગના ચીફ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે તેની સીધી અસર ચોમાસાના વરસાદ પર પડશે. તેનાથી દેશમાં દુષ્કાળનો ખતરો વધુ વધી જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોદીએ કહ્યું- દુનિયા માટે આ આફતોનો દાયકો:પહેલા કોરોના, પછી યુદ્ધ, હવે ઉર્જા સંકટ; સ્થિતિ નહીં બદલાય તો દુનિયા ગરીબી તરફ ધકેલાશે પીએમ નરેન્દ્ર મોદી નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા, તેમણે દુનિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. મોદીએ કહ્યું કે આજે માનવતા ઘણા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહી છે. પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટ સામે ઝઝુમી રહી છે. આ દાયકો વિશ્વ માટે આફતોનો દાયકો બની ગયો છે. જો પરિસ્થિતિ બદલાશે નહીં તો અનેક દાયકાઓના કામ પર પાણી ફરી જશે. વિશ્વની મોટી વસ્તી ગરીબી તરફ ધકેલાઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. NEET પેપર લીક કેસમાં મોટી ધરપકડ: NTAની એક્સપર્ટ ટીચર નીકળી માસ્ટરમાઈન્ડ, વિદ્યાર્થીઓને બોટની-ઝૂઓલોજીના ઘણા પ્રશ્નો જણાવ્યા નીટ-UG 2026 પેપર લીક કેસમાં CBIએ શનિવારે પુણેની બાયોલોજી લેક્ચરર મનીષા ગુરુનાથ માંધરેની ધરપકડ કરી છે. માંધરેની દિલ્હીમાં CBI હેડક્વાર્ટર ખાતે પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીનો દાવો છે કે મનીષા માંધરે NEET પરીક્ષા માટે NTAની નિષ્ણાત પેનલનો ભાગ હતી. અધિકારીઓ અનુસાર, માંધરેને બોટની અને ઝૂઓલોજીના પ્રશ્નો સુધી સંપૂર્ણ પહોંચ હતી. તેણે પરીક્ષા પહેલાં પોતાના પુણે સ્થિત ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવ્યા હતા. ત્યાં તેણે બોટની અને ઝૂઓલોજીના ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓને કહ્યા, નોટબુકમાં લખાવ્યા અને પુસ્તકોમાં માર્ક કરાવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પાક.માં પેટ્રોલ અને ડીઝલમાં 5-5 રૂપિયાનો ઘટાડો:લોકોના વિરોધ પછી શાહબાઝ સરકારનો નિર્ણય, ભારતમાં ગઈકાલે ₹3-3 મોંઘા થયા હતા પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લિટર (પાકિસ્તાની રૂપિયો)નો ઘટાડો કર્યો છે. આ પછી હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 409.78 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ની કિંમત 409.58 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. નવા ભાવ આજથી એટલે કે 16 મેથી લાગુ થઈ ગયા છે. તાજેતરના દિવસોમાં સતત વધતી કિંમતો પછી, આ ઘટાડાથી મધ્યમ અને નિમ્ન-મધ્યમ વર્ગના બજેટને થોડો ટેકો મળવાની અપેક્ષા છે, કારણ કે પેટ્રોલની સીધી અસર મોટરસાયકલ, રિક્ષા અને નાના વાહનો પર પડે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઈરાન પર આવતા અઠવાડિયે ફરી હુમલાની તૈયારીમાં અમેરિકા:50 હજાર સૈનિકો અને યુદ્ધ જહાજો તૈનાત, ટ્રમ્પના નિર્ણયની રાહ; રિપોર્ટમાં દાવો અમેરિકા આવતા અઠવાડિયે ઇરાન પર ફરીથી સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલો અનુસાર, પેન્ટાગોને હુમલાના ઘણા વિકલ્પો તૈયાર કર્યા છે અને હવે અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લેવાનો છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું કે જરૂર પડ્યે સૈન્ય કાર્યવાહી વધારવાની યોજના તૈયાર છે. અમેરિકી અધિકારીઓ અનુસાર, હુમલાના વિકલ્પોમાં ઇરાનના સૈન્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઠેકાણાઓ પર મોટા હવાઈ હુમલાઓ સામેલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઢોસા કાંડના PM રિપોર્ટમાં ઘટસ્ફોટ, બાળકીના શરીરમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યાં:'એસિનેટોબેક્ટર બૌમાની'થી ગંભીર ચેપ ફેલાયો, ડોક્ટરે કહ્યું- ‘આ બેક્ટેરિયા ખીરાંમાં ન હોઈ શકે’ અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીઓના થયેલા શંકાસ્પદ મોત મામલે નવો ઘટસ્ફોટ થયો છે. બે બાળકી પૈકીની એક 3 વર્ષની બાળકીના શરીરમાં 'એસિનેટોબેક્ટર બૌમાની' (Acinetobacter baumannii) નામના બેક્ટેરિયા મળી આવ્યો હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર ચેપ (સેપ્ટિસેમિયા) ફેલાઈ ગયો હતો, જેણે શરીરના તમામ મુખ્ય અંગો પર ઘાતક અસર કરી હતી. આ ઇન્ફેક્શનને લીધે ફેફસામાં પાણી ભરાઈ જવાથી (સોજો આવવાથી) શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ હતી અને અંતે હૃદય તેમજ શ્વાસ પ્રણાલી બંધ થઈ જવાને કારણે (Cardiorespiratory Failure) બાળકીનું મોત થયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે કોંગ્રેસનો ચક્કાજામ:સરકાર સામે સૂત્રોચ્ચાર, કાર્યકરોની અટકાયત; ઇટાલિયાએ કહ્યું- સ્ટંટ છોડો, સિસ્ટમ સુધારો તો અબજોનું ઇંધણ બચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ થતાં જ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઝીંકાયેલા તોતિંગ વધારા સામે વિપક્ષ કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરવા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક ઉગ્ર અને આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ સિદ્ધપુર ચાર રસ્તા પર ચક્કાજામ કરતાં પોલીસે જિલ્લા પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 'દુનિયાના નકશા પર રહેવું છે કે ઇતિહાસ બનવું છે':ભારતીય સેના પ્રમુખની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- આતંકીઓને શરણ આપવાનું બંધ કરે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ISISના નંબર-2 કમાન્ડરનું અમેરિકી ઓપરેશનમાં મોત:આફ્રિકામાં છુપાયેલો હતો, ટ્રમ્પે કહ્યું- તે દુનિયાનો સૌથી સક્રિય આતંકવાદી હતો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : CJI સૂર્યકાંતે કોકરોચવાળા નિવેદન પર સ્પષ્ટતા કરી:કહ્યું- તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું, મેં નકલી ડિગ્રીધારકોની ટીકા કરી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : માલદીવ્સમાં ઇટાલીના 5 ડાઇવર્સનાં મોત:દરિયાની નીચે ઊંડી ગુફાઓની શોધમાં નીકળ્યા હતા, ફક્ત એકનો મૃતદેહ મળ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા પછી સરકારનો વધુ એક નિર્ણય:પેટ્રોલ પર નિકાસ ડ્યુટી એક લિટરે ₹3 વધારી, દેશમાં અછત રોકવા નિયમોમાં ફેરફાર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા: અમદાવાદમાં IPL ફાઈનલમાં પાકિસ્તાનીને VVIP આમંત્રણ:હાર્દિક-માહિકા 22મી મેએ લગ્ન કરશે!; વિદેશી પ્લેયર્સે સલ્લુભાઈના સોંગ પર ડાન્સ કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુધનું વૃષભ રાશિમાં આગમન:મેષ-કુંભ રાશિના લોકોને 29 મે સુધી લીલા લહેર, સિંહ રાશિના લોકોનું કરિયર સેટ થવાની સંભાવના વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પતિએ પોતે જ પત્ની અને તેના પ્રેમીના લગ્ન કરાવ્યા બિહારના સારણમાં એક પતિએ પોતાની 4 બાળકોની પત્નીનાં લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. પતિને બંનેના અફેરની જાણ થઈ ગઈ હતી. આ પછી પંચાયતની બેઠકમાં તેણે ખુશી-ખુશી પોતાની પત્નીનો હાથ તેના પ્રેમીના હાથમાં સોંપી દીધો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત: ‘ધર્મને રહેવા દો તમે તમારૂં કામ કરો’:રાજકોટમાં મંદીર તોડી પડાતા નાગરીકો વિફર્યા; રેલવે-EVની મુસાફરી કરી નેતાઓએ ફોટો પડાવ્યા 2. ઉનાળામાં પેટમાં વારંવાર ગડબડ થઈ જાય છે?:પાચનતંત્ર નબળું પડવા પાછળ 5 કારણો જવાબદાર, જાણો ડાયજેશનને દુરસ્ત રાખવા શું ખાવું અને શું નહીં 3. 'ધુરંધર-2'એ પાકિસ્તાન ગજવ્યું!:નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતાં જ ફિલ્મને 24 કલાકમાં 20 કરોડ વ્યૂ મળ્યાનો દાવો, સર્વર ક્રેશ થઈ ગયું 4. આજનું એક્સપ્લેનર: 48 કલાકની અંદર પેટ્રોલ, સોનું અને દૂધ મોંઘાં થયાં, આગળ કોનો વારો; પરિસ્થિતિ સરકારના નિયંત્રણની બહાર? 5. ભાસ્કર એક્સપ્લેનર : પીએમની 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ:સરકાર પોતે પોતાની તિજોરીમાં સતત સોનું ભરે છે; તેની પાછળની પૂરી કહાની 6. રોજ દોડવા માંગો છો તો પહેલા ચાલવાનું શરૂ કરો!:નાના પગલાંથી મોટી સફર પાર પડે છે; આદતો બદલો, જીવન આપમેળે જ બદલાઈ જશે ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ : અધિક માસના પ્રારંભે વૃષભ, સિંહ અને વૃશ્ચિક રાશિને પ્રગતિના યોગ, મકર અને કુંભ જાતકોના વિવાદો ઉકેલાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →