મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મહિલા અનામત બિલ લોકસભામાં નામંજૂર; હોર્મુઝ સ્ટ્રેટ ખુલતાં દુનિયાએ રાહતનો શ્વાસ લીધો, ખેડામાં 9 શખસોનો સગીરા પર ગેંગરેપ
નમસ્તે, મોટા સમાચારોમાં જોઈએ તો દેશની જેના પર નજર હતી કે મહિલા અનામત બિલ લોકસભામાં નામંજૂર થયું છે. વિપક્ષે પ્રચંડ વિરોધ કર્યો હતો અને બિલની વિરુદ્ધમાં વધારે મત પડ્યા હતા. આ પછી બીજા બે બિલ સંસદમાં નહીં લાવવા માટે સરકારે નિર્ણય કર્યો છે ઈરાનના વિદેશ મંત્રીએ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણ ખોલવા માટે જાહેરાત કરતાં દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદનો મિનાર તોડી પાડવામાં આવ્યો હતો અને આસપાસના દબાણો પણ તોડાયાં હતાં. ગુજરાતના ખેડામાં લવજેહાદનો હચમચાવતો બનાવ બન્યો છે, જેમાં સગીરાને લવ જેહાદમાં ફસાવીને 9 શખસોએ ગેંગરેપ કર્યો હતો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. તમિલનાડુમાં રાહુલ ગાંધી ત્રણ સભા ગજવશે 2. હજ યાત્રાળુઓનો પહેલો જથ્થો સાઉદી અરેબિયા જવા રવાના થશે 3. લોકસભામાં મહિલા બિલ નામંજૂર થયા બાદ લોકસભા આગળ વધશે 📰 કાલના મોટા સમાચારો 1. મહિલા અનામત બિલ 54 મતોથી નામંજૂર:પાસ થવા માટે 352 જોઈતા હતા, મળ્યા 298; મોદી સરકાર બિલ પાસ કરાવવામાં પહેલીવાર નિષ્ફળ લોકસભામાં મહિલા અનામત બિલ સંબંધિત ત્રણ બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં સરકાર નિષ્ફળ રહી. 21 કલાકની ચર્ચા પછી બંધારણીય સુધારા બિલ પર પહેલા મતદાન થયું. બંધારણ (131મો) સુધારા બિલ, 2026. જેમાં બેઠકોની સંખ્યા 850 સુધી વધારવાની જોગવાઈ હતી, તેના પક્ષમાં 298 મત અને વિરોધમાં 230 મત મળ્યા. લોકસભામાં 528 સાંસદોએ મતદાન કર્યું. બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. 528 માંથી બે તૃતીયાંશ મત 352 થાય છે. પરિણામે બિલ 54 મતોથી પસાર થઈ શક્યું નહીં. ત્યારબાદ સરકારે બાકીના બે બિલ - બંધારણ બિલ 2026 માં સીમાંકન સુધારો અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ 2026 પર મતદાન કરવાનો ઇનકાર કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યું, કોમર્શિયલ જહાજો પસાર થશે:લેબનોનમાં યુદ્ધવિરામ બાદ નિર્ણય; ટ્રમ્પ બોલ્યા- આભાર, પરંતુ ઈરાનની નાકાબંધી ચાલુ રહેશે ઈરાને કહ્યું છે કે યુદ્ધવિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું રહેશે અને જહાજોને સુરક્ષિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે. વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અનુસાર, આ સમયગાળા દરમિયાન તમામ કોમર્શિયલ જહાજોને પસાર થવાની મંજૂરી અપાશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાણકારી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પોતાના એનરિચ્ડ (સંવર્ધિત) યુરેનિયમનો ભંડાર અમેરિકાને સોંપવા માટે તૈયાર થઈ ગયું છે. એનરિચ્ડ યુરેનિયમનો ઉપયોગ પરમાણુ હથિયારો બનાવવા માટે થાય છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને એમ પણ કહ્યું કે બંને દેશ શાંતિ સમજૂતીની ખૂબ નજીક છે. તેમણે કહ્યું કે જો આ ડીલ થઈ જાય છે તો તેલનો પુરવઠો શરૂ થઈ જશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ:અલાહાબાદ હાઈકોર્ટ કહ્યું- 'બેવડી નાગરિકતા મામલે CBI તપાસ કરે', રાહુલ UKમાં મતદાર હોવાનો અરજદારનો દાવો અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેવડી નાગરિકતા સંબંધિત કેસમાં શુક્રવારે લખનઉ બેન્ચમાં સુનાવણી થઈ. આ કેસ નીચલી અદાલતના તે નિર્ણય વિરુદ્ધ છે, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માગને ફગાવી દેવામાં આવી હતી. યુપી સરકાર તરફથી વકીલે કહ્યું કે આ સમગ્ર પ્રકરણની તપાસ CBI કરે. આના પર જજે મંજૂરી આપતા કહ્યું કે FIR નોંધીને કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે. હવે FIR નોંધાયા બાદ પ્રકરણની તપાસ CBI કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો:જુમ્માના દિવસે જ કાર્યવાહી, બાકીનો ભાગ બુલડોઝરથી તોડાઈ રહ્યો છે; DM- SP પહોંચ્યા, ભીડને દૂર કરી ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હેઠળ વહીવટીતંત્ર દ્વારા ગૌસુલવારા મસ્જિદનો ૩૫ ફૂટ ઊંચો મિનાર તોડી પાડવામાં આવ્યો છે. તળાવની જમીન પર બનેલી આ મસ્જિદ તોડવા માટે હાઈડ્રા મશીનનો ઉપયોગ કરાયો હતો. શુક્રવારે બપોરે 1:30 વાગ્યે સંભલમાં એક મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનારો તોડી પાડવામાં આવ્યો હતો. બુલડોઝર હવે મસ્જિદના બાકીના ભાગોને તોડી રહ્યા છે. આ પહેલા સવારે 9:30 થી 1 વાગ્યાની વચ્ચે મસ્જિદની બહારની પાંચ દુકાનો તોડી પાડવામાં આવી હતી. વહીવટીતંત્રે મસ્જિદના મિનારાને તોડી પાડવા માટે બે હાઇડ્રા મશીનો બોલાવ્યા હતા. એક કામદાર મિનારા પર ચઢ્યો, દોરડું બાંધ્યું અને પછી બીજો છેડો બંને હાઇડ્રા મશીનો સાથે જોડી દીધો. ત્યારબાદ મશીનોએ મિનારાને નીચે ખેંચી લીધો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૌથી મોટી તપાસ શરૂ:7 પૂર્વ PM, 3 રાષ્ટ્રપતિ, રાજાની સંપત્તિની તપાસ, 100 મંત્રી અધિકારીઓ પણ તપાસના દાયરામાં નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન બાલેન શાહની સરકારે 5 સભ્યોની ન્યાયિક પેનલ બનાવી છે, જે 2006 થી લઈને 2025-26 સુધી જાહેર પદો પર રહેલા લોકોની સંપત્તિની તપાસ કરશે. આ તપાસના દાયરામાં 2005-06 પછીના તમામ 7 વડાપ્રધાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ગિરિજા પ્રસાદ કોઈરાલા, પુષ્પ કમલ દહલ, માધવ કુમાર નેપાળ, ઝલનાથ ખનાલ, બાબુરામ ભટ્ટરાઈ, કેપી શર્મા ઓલી અને શેર બહાદુર દેઉબાનો સમાવેશ થાય છે. આ સાથે જ બે વચગાળાની સરકારોના પ્રમુખ ખિલરાજ રેગ્મી અને સુશીલા કાર્કી પણ તપાસના દાયરામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ખેડામાં લવજેહાદમાં ફસાવી સગીરા પર ત્રણ વર્ષ સુધી ગેંગરેપ:ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 9 શખ્સોએ આચર્યું કૃત્ય, 8ની ધરપકડ ખેડા જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી એક સગીરા પર નવ નરાધમો દ્વારા આચરવામાં આવેલા અત્યાચારનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની શરૂઆત બે વર્ષ પહેલા થઈ હતી, જ્યારે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પરવેઝે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી તેના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયોના આધારે તેણે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. બાયડમાં CMનું હેલિકોપ્ટર બગડ્યું:કોંગ્રેસના લોકશાહી બચાવો ધરણાં, અમદાવાદ-સુરતમાં ભાજપ ઉમેદવારોને ભાગવું પડ્યું અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાઠંબા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાયડ હેલિપેડ પર ઉડાન ભરતા પહેલા જ હેલિકોપ્ટરમાં ક્ષતિ જણાતા પાયલોટે સુરક્ષાના કારણોસર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો. આ સ્થિતિમાં મુખ્યમંત્રીએે તેમનો સાબરકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કર્યો હતો. ગઇકાલે(16 એપ્રિલ) ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે થયેલી બબાલો બાદ આજે રાજ્યભરમાં કોંગ્રેસે લોકશાહી બચાવો ધરણાં કર્યા હતા. અમદાવાદ અને સુરતમાં જનતાનો ઉગ્ર રોષ જોતા ભાજપના ઉમેદવારોએ ભાગવું પડ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ચાર ચોપડી ભણેલા ગુજરાતીની ચાર-ચાર પત્ની!:50 તોલા સોનાના દાગીના પહેરીને ફરતો, ફિલ્મ સ્ટારોને બનાવ્યા નિશાન, પત્નીને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકી સેનાએ 12 વર્ષ પછી સીરિયા છોડ્યું:સૈનિકો જોર્ડન પાછા ફર્યા, સરકારે કહ્યું- હવે દેશમાં એક જ વહીવટ ચાલશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાજપ નેતાની હત્યામાં કર્ણાટક કોંગ્રેસ MLAને આજીવન કેદ:2016ના કેસમાં વિનય કુલકર્ણી સહિત 17ને સજા; CBIએ તપાસ કરી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 4.બિઝનેસ : વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ મસ્ક, એશિયામાં અદાણી:બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સની યાદી જાહેર, મુકેશ અંબાણી રુ. 8.42 લાખ કરોડ સાથે 19માં ક્રમે વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : મેદાનમાં હાર્દિક-બુમરાહ વચ્ચે તુતુ-મેંમેં થઈ, રોહિત પણ અકળાયો:શ્રેયસના શાનદાર કેચથી પંડ્યા આઉટ, રધરફોર્ડનું બેટ તૂટ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ શનિદેવની આંખો પર કપડું બાંધીને ચોરી ઓડિશાના બાલાસોરમાં એક ચોર મંદિરમાં ઘૂસ્યો. તેણે શનિદેવની આંખો પર કાળો કપડું બાંધ્યું અને પછી ચાંદીનો મુગટ, સોનાનું લોકેટ અને બીજા ઘણા ઝવેરાત લઈને ભાગી ગયો. લોકો કહે છે કે ચોરે પાપથી બચવા માટે આવું કર્યું હતું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: અમેરિકાના ટોપ સાયન્ટિસ્ટ ટપોટપ ગૂમ:પરમાણુ સિક્રેટ જાણનારા 10 મોટા માથાં ગાયબ, ફોન-ચશ્મા અને પર્સ ભૂલવાની 3 ડરામણી પેટર્ન, રશિયા-ચીન કનેક્શન પર સવાલ 2. ભાસ્કર સિરીઝ : કોર્ટે આસારામને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા કરી: ભક્તો જેલની બહારની ધૂળ માથે ચડાવતા, આસારામનું અડેલું પાણી ચરણામૃત તરીકે પીતા, જુઓ એપિસોડ-39 3. ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘હિન્દી અમારા પર બોજ, તમિળ અમારી માતા’:સ્ટેશનના નામ પર કાળી શાહી, તમિળ લોકો બોલ્યા- જે હિન્દી લાદશે, તમિલનાડુ તેને રિજેક્ટ કરશે 4. આજનું એક્સપ્લેનર:આસિમ મુનીરે ઈરાન સાથે ડીલ કરી, શાહે઼બાઝ સાઉદી પાસેથી 18 હજાર કરોડ લઈ આવ્યા; પાકિસ્તાન બંને પક્ષો પાસેથી કેવી રીતે ફાયદો ઉઠાવી રહ્યું છે? 5. ફિલ્મી ફેમિલી : આશાતાઇ સ્કૂટર પર અમદાવાદ ફર્યા:અમદાવાદીને ગાળો આપવાની ના પાડી,'હાકરનો કટકો...'નો અર્થ સમજ્યા નહીં; 'માડી તારું...' ગાતાં રડી પડ્યાં 6. MATCH મસાલા : ગ્રાઉન્ડ પર બબ્બે ગર્લફ્રેન્ડ દેખાઈ!:કોહલી કઈ સુંદરીની પોસ્ટ 'LIKE' કરી આવ્યો?; બુમરાહની બૂમ પડી ગઈ, જુઓ VIDEO 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:વૃષભ, ધન અને મકર રાશિને વેપારમાં પ્રગતિ થશે, મીન જાતકોના ઘરે પારણું બંધાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →